________________
૨૭
પર્વ ૩જું આ પ્રમાણે વિચારતી સુદર્શના દેવી હિમથી પીડાયેલી પદ્મિનીની પેઠે કરમાઈ ગયેલ મુખવાળી થઈ ખેદ સહિત પોતાના ભુવનમાં પાછી આવી. પોતાની પ્રિય સખીઓને વિદાય કરી જાણે વ્યાધિવાળી હોય તેમ નિઃશ્વાસ મૂકતી શય્યા ઉપર પડી. ત્યાં તે કાંઈપણ બેલતી નહોતી, ખાતી નહતી અને કાંઈ શંગાર પણ કરતી નહતી. કેવળ રત્નની પુતળીની જેમ શૂન્ય મનથી પડી રહેલી હતી. પરિવારના મુખથી તેની તેવી સ્થિતિ જાણીને મહારાજા વિજયસેન ત્યાં આવી પ્રેમયુક્ત કોમળ ગિરા વડે કહેવા લાગ્યા–“હે દેવિ ! હું પોતે તારે આધીન છતાં તારે કર્યો મનોરથ અપૂર્ણ છે કે જેથી મરુસ્થળમાં પડેલી હસલીની જેમ તુ તરફડે છે? શું તને કાંઈ અંતરની પીડા છે? અથવા કેઈ નવીન વ્યાધિ થયેલ છે ? વા કેઈએ તારી આજ્ઞા ઉલ્લંઘન કરી છે કે તે કઈ દુઃસ્વપ્ર જોયેલું છે ? વા કોઈ બાહ્ય કે અત્યંતર અપશુકન થયેલ છે ? જે કાંઈ પણ તને ખેદ થવાનું કારણ હોય તે કહી દે. મારી પાસે તારે કાંઈ પણ છાનું રાખવું ન જોઈએ.” સુદર્શન નિઃશ્વાસ મૂકી ગદગદ સ્વરે બોલી - હે પ્રિયનાથ ! તમારા પ્રસાદથી તમારી જેમ મારી આજ્ઞાને કેઈએ પણ ખંડિત કરી નથી, તેમ આધિ, વ્યાધિ, દુ:સ્વમ, અપશુકન કે બીજું કાંઈ પણ મને પીડા કરતું નથી; પણ એક બાબત મને ઘણી પીડા કરે છે, તે એ છે કે જયાં સુધી આપણે પુત્રનું મુખ જોયું નથી ત્યાં સુધી રાજ્યસંપત્તિ. વિષયસુખ અને આપણી બંનેની પ્રીતિ એ સર્વ વ્યર્થ છે. જેમ નિર્ધન પુરૂષ લશ્મીવાનની લક્ષમીને જોઈને તેની ઈચ્છા રાખે છે તેમ પુત્રવાળાના પુત્રોને જોઈને હું પણ તેવી રીતે જ ઈચ્છા રાખું છું, એ કેટલી બધી ખેદની વાત છે ! જે આપણે મનરૂપી તાજવામાં એક તરફ સર્વ સુખ અને એક તરફ પુત્રપ્રાપ્તિનું સુખ અધિક થશે. વનમાં પુત્ર પરિવાર સાથે ફરતા એવા મૃગાદિક પશુ સારા છે, પણ પુત્ર રહિત એવા આપણને ધિક્કાર છે ! કારણકે તેમનાથી પણ આપણું ભાગ્ય અ૯પ છે.” - પછી રાજા બે -“હે દેવિ ! તમે ધીરા થાઓ, દેવતાનું આરાધન કરીને હું તમારે મનોરથ થોડા સમયમાં પૂર્ણ કરીશ. જે પરાક્રમથી અસાધ્ય છે, જે બુદ્ધિથી અગેચર છે, જે મંત્રનો વિષય નથી, જે તંત્રથી દૂર છે, અને બીજા ઉપાથી પણ જે અગમ્ય છે તેવા પુરૂષાર્થને પ્રસન્ન થયેલા દેવી દેવતાઓ સાધી આપે છે. હે માનિની ! આ તમારે મને રથ હવે સિદ્ધ થઈ ચુકયો છે એમજ જાણે, હવે શેક શા માટે કરે છે ? હું પુત્રને માટે ઘણું કરીને આપણી કુલદેવીની પાસે જ જઈને બેસીશ.”
એવી રીતે રાણીને ધીરજ આપી વિજયસેન રાજા સ્નાન કરી, પવિત્ર વષ પહેરી પોતાના મંદિરમાંથી નીકળી કુલદેવીને સ્થાનમાં ગયે. ત્યાં તે કુળદેવતાની પૂજા કરી પુત્રને લાભ થાય ત્યાંસુધી અન્નપાનનો ત્યાગ કરીને દઢ નિશ્ચય ધરાવી બેઠે. જ્યારે છો ઉપવાસ થયો ત્યારે કુલદેવી પ્રત્યક્ષ થઈ, અને “હે મહીપતિ ! વરદાન માગ’ એમ પ્રસન્ન થઈને કહ્યું. રાજા વિજયસેન દેવીને નમસ્કાર કરીને બોલ્યા- હે કુલદેવી! આપ પ્રસન્ન થઈને સર્વ પુરૂષમાં ઉત્કૃષ્ટ એવા પુત્રલાભને આપો.” “દેવલોકમાંથી આવીને કઈ ઉત્તમ દેવતા તમારે પુત્ર થશે” એવું વરદાન આપી કુલદેવી તત્કાલ અંતર્ધાન થઈ ગઈ. રાજાએ દેવીના આપેલા વરદાનની વાર્તા પિતાની પ્રિયાને કહી. તેથી મેઘની ગર્જનાથી બગલીની જેમ તે વાર્તાથી રાણી ઘણો હર્ષ પામી. બીજે જ દિવસે ઋતુનાત થયેલા સુદર્શન દેવીની કુક્ષિમાં દેવલોકમાંથી ચવીને કઈ મહદ્ધિક દેવતા ઉત્પન્ન થયે. તે વખતે સુતેલા મહાદેવીએ કેશરના જેવી રાતી કેશરાવાળો એક કિશોર કેશરીસિંહ પોતાના મુખમાં પ્રવેશ કરતા જે. તરતજ ભય પામેલા રાજ્ઞીએ શમ્યા ઉપરથી બેઠા થઈને પિતાના મુખમાં થયેલા સિંહના