________________
૪૨
સર્ગ ૪ થે
તેને બાળે છે, અને એકત્ર પણ કરે છે. સર્વ અવસ્થા માં ભક્ષણ કરાય છે, પવનોથી “ભંગાય છે, દાવાનળથી ભસ્મ કરાય છે, અને નદીના પ્રવાહથી ઉખેડાય છે. એવી રીતે
સર્વ વનસ્પતિઓ સર્વને ભેજ્ય થઈ પડે છે અને સર્વ પ્રકારનાં શસ્ત્રોથી તેઓ સર્વદા “ કલેશની પરંપરાનો અનુભવ કરે છે. બે ઈદ્રિયપણામાં પૂરા વિગેરે થઈને તપાય છે. અને
પીવાય છે, કમિ થાય છે તે ચરણથી ચૂર્ણ થાય છે અને ચકલા વિગેરે પક્ષીઓ તેમનું “ભક્ષણ કરે છે, શંખાદિક જંતુઓ ખેડાય છે, જલૌકાદિકને નિષ્કર્ષ થાય છે, અને “ગંડૂપદર વિગેરે જતુઓને ઔષધાદિવડે જઠરમાંથી પાત થાય છે. ત્રીદ્રિયપણામાં જુ “ અને માંકડ વિગેરે શરીર સાથે ચેળાય છે અને ઉષ્ણ જળથી તપાય છે, કીડીઓ પગથી “ અને સંમાર્જનથી પીડાય છે અને અદશ્ય. એવા કુંથુવા વિગેરેનું આસનાદિકથી મથન
થાય છે. ચતુરિંદ્રિયપણામાં મધમાખી અને ભમરાદિક જતુઓ મધુભક્ષક પુરૂષોએ “ કરેલા લાકડી તથા ઢેખાળાદિકના તાડનથી વિરાધાય છે, ડાંસ, અને મસલા પ્રમુખ “ પ્રાણીઓ પંખા વિગેરેથી તત્કાળ તાડન કરાય છે, ગળી વિગેરે મક્ષિકા તથા કરે ળિઆ વિગેરેને ગળે છે. પંચેન્દ્રિયપણામાં જળચર પ્રાણીઓ ઉત્સુક થઈને પરસ્પર “ એક બીજાનું જ ભક્ષણ કરે છે અને ઢીમર લો કે તેઓને પકડે છે, તથા ચરબીના “ અથી ચરબીને માટે તેમને ગાળે છે. સ્થળચરોમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓમાં માંસને
ખાનાર બલવાન્ સિંહ પ્રમુખ પ્રાણીઓ નિર્બલ એવા મૃગાદિકને મારી નાખે છે, “મૃગયા કરનારા પુરૂષો શિકાર કરવામાં પોતાના ચિત્તને આસક્ત કરીને કીડાથી વા
માંસની ઈચ્છાથી અનેક ઉપાયે રચીને તે નિરપરાધી પ્રાણીઓને હણે છે, કેટલાએક પ્રાણીઓ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ અને અતિ ભારનું વહન કરવા વિગેરેથી તેમજ
ચાબુક, અંકુશ અને કેરડાના મારાથી અસહ્ય વેદનાને સહન કરે છે. બેચર પ્રાણી“એમાં તેતર, શુક, કત અને ચકલા વિગેરે કેટલાએક પ્રાણીઓને માંસમાં લુબ્ધ થયેલા યેન, સીંચાણું અને ગીધ પક્ષીઓ પકડીને ગ્રાસ કરે છે, કેટલાએક માંસના
ભીપક્ષીના શિકારી પુરૂષ અનેક જાતના ઉપાય વિસ્તારી તેઓને પકડે છે અને “ અનેક જાતની વિડંબનાથી તેમનો વિનાશ કરે છે. તિર્યંચ પક્ષીઓને જળ, અગ્નિ
અને શસ્ત્ર વિગેરેથી સર્વ રીતે ભય રહ્યા કરે છે. અહા ! પિતપોતાના કર્મબંધનું નિબંધન કેટલુંક વર્ણવીએ.
“મનુષ્યપણું પ્રાપ્ત થયાં છતાં પણ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ “ એવું પાપ કરે છે કે જે કહી શકાય તેવું પણ નથી. આર્ય દેશમાં પણ ચંડાલ અને
શ્વપચાદિ જાતિમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ તેવા પાપ કરે છે, અને તેને અનુસારે મહા દુઃખનો અનુભવ કરે છે. કેટલાએક પ્રાણીઓ આર્ય દેશમાં ઉત્પન્ન થયા છતાં અનાય ચેષ્ટાવાળા થાય છે, અને તેને લીધે તેઓ દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્યથી દગ્ધ થઈને નિરંતર દુઃખ ભેગવે છે. કેટલાક મનુષ્ય પરની સંપત્તિના ઉત્કર્ષથી અને પોતાની સંપત્તિના અપકર્ષથી તેમજ બીજાની સેવા કરવા વડે દગ્ધ ચિત્તવાળા થવાથીદુઃખે કરી જીવે છે. કેટલાએક દીન પુરૂ રેગ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થઈને “ તથા નીચ કર્મવડે કદર્શન પામીને દયા ઉત્પન્ન કરે તેવી દુઃખદશાને અનુભવે છે. વળી મનુષ્યપણામાં પણ ઘેર નરકમાં નિવાસ કરવા જેવા ગર્ભાવાસના દુઃખને ગર્ભવાસ જેવા દુ:ખનું કારણ છે તેવા દુ:ખનું કારણ જરા, રાગ, મૃત્યુ અને દાસપણું પણ “નથી. તપાવીને કરેલી અગ્નિ જેવા વર્ણવાળી સોથી રોમે રેમે ભેદાયેલા પુરૂષને જેટલું
૧ જળ વિગરે. ૨. ગંડોળા પેટમાં થાય છે.