________________
૫૦
સર્ગ ૫ મે આ લેકમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, દ્રવ્ય અને દેહાદિક સર્વ પિતાના આત્માથી જુદું છે તથાપિ તેઓને અર્થે અનેક પ્રકારનાં પાપ કર્મ કરીને મૂર્ખ માણસ પોતાના આત્માને “ભવસમુદ્રમાં ડુબાડે છે. જ્યાં પ્રાણીને પોતાના આત્માથી વિદશ હોવાને લીધે પિતાના “શરીરની સાથે પણ જુદાપણું છે તે પછી ધન, બંધુ વિગેરે સહાયકોનું જુદાપણું કહેવું “તે કાંઈ વિશેષ નથી. જે પોતાના આત્માને દેહ, ધન અને બંધુથી જુદો જુએ છે, “તે પુરૂષને શેકરૂપ શંકુવડે પીડા કેમ થાય ? અહીં જે જુદાપ
ણાનો ભેદ છે તે પરસ્પરના લક્ષણના વિલક્ષણપણાથી જ જાણવા યોગ્ય છે અને તે પિતાના આત્માના સ્વભાવને દેહાદિક ભાવની સાથે સરખાવતાં સાક્ષાપણે જણાય છે.
જે દેહાદિક પદાર્થો છે તે ઈદ્રિયેથી ગ્રાહ્ય છે અને આમાં તે ફક્ત અનુભવથી જ “ગોચર થાય છે, તે તેઓને અનન્યપણું (એકત્વ) કેમ સંભવે? કદી શંકા થાય કે “ આત્મા અને દેહાદિ પદાર્થોને જ જુદાપણું હોય તે દેહને પ્રહારાદિ થાય ત્યારે આત્માને પીડા કેમ થાય ? તેના સમાધાનમાં કહેવાનું કે તારું કહેવાનું સાચું છે, પણ જેમને આત્મા અને શરીરમાં ભેદબુદ્ધિ પ્રાપ્ત થઈ નથી તેઓનેજ દેહ ઉપર પ્રહારાદિ થતાં * પીડા ઉત્પન્ન થાય છે, જેઓએ દેહ અને આત્માને ભેદ સારી રીતે અનુભવીને પ્રતિપાદન કરે છે તેવા પુરુષનો આત્મા દેહને પ્રહારાદિ થતાં પીડા પામતું નથી. ભેદને જાણ નારે જ્ઞાની પુરુષ પિતા સંબંધી દુઃખ આવી પડે તે પણ પીડા પામતું નથી અને “પરમાં પોતાપણું માની બેસનારભેદ જ્ઞાનને નહીં જાણનાર અજ્ઞપુરુષ એક ચાકર સંબંધી “ દુઃખ આવી પડે તો પણ મૂંઝાય છે. અનામીયપણાથી ગ્રહણ કરેલ પુત્ર પણ જુદો છે અને આત્મીયપણાથી ગ્રહણ કરેલો ચાકર પણ પુત્રથી અધિક થઈ પડે છે. પ્રાણી જેટલા જેટલા સંબંધે પિતાના આત્મીયપણાથી પ્રિય માને છે તેટલા તેટલા શેકના ખીલાઓ તેના હૃદયમાં ખોડાય છે. તેથી આ જગતમાં સર્વ પદાર્થ આત્માથી જુદાજ છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે જેને એ માણસ કઈ પણ વસ્તુને નાશ થવાથી તાવમાર્ગમાં મોહ પામતે નથી, તુંબિકા ઉપર કરેલે મૃત્તિકાનો લેપ છેવાતે જાય છે તે પ્રમાણે મમતારૂપ મૃત્તિકાના લેપને નિવારી દીક્ષા ગ્રહણ કરતો પુરુષ બિકાની જેમ ડાકાળમાં શુદ્ધાત્મા થઈને આ સંસારને તરી જાય છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણું લોકો પ્રતિબંધ પામ્યા. તેમાંથી કેટલાકે દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. વિદર્ભ વિગેરે પંચાણું ગણધર થયા. તેઓએ પ્રભુની વાણીને આધારે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશના પૂર્ણ થયા પછી તેમના ચરણપીઠ ઉપર બેસીને વિદર્ભ ગણધરે ધર્મદેશના આપવા માંડી. વિદર્ભ ગણધર પણ જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વ દેવતા તથા મનુષ્ય વિગેરે પ્રભુને નમસ્કાર કરી પિતપતાને સ્થાને ગયા. - તે તીર્થમાં જન્મ પામનારો, શ્યામ શરીરવાળો, હસ્તીને વાહન ઉપર બેસનારે, બે જમણી ભુજામાં નકુલ અને અંકુશને ધરનારે એક માતંગ નામે યક્ષ સુપાર્થ પ્રભુની પાસે રહેનાર શાસનદેવતા થયે. તેમજ સુવર્ણ, કાંતિવાળી, હસ્તીના વાહનપર બેસનારી સરખી બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્રને ધરનારી, તથા બે વામ ભુજામાં ત્રિશુલ અને અભયને રાખનારી શાંતા નામે ચક્ષણ સદા પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. પછી સૂર્ય જેમ કમલને વિકસ્વર કરે તેમ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ (વિકસ્વર ) કરતા પ્રભુએ ત્યાંથી અન્ય ગ્રામ નગરાદિ તરફ વિહાર કર્યો. પૃથ્વીમાં વિહાર કરતાં ત્રણ લાખ સાધુઓ, ચાર લાખ ને ત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર ને ત્રીશ ચૌદપૂર્વધર, નવ હજાર અવધિ