________________
સર્ગ ૫ મે આ અમારા આસનોને ધન્ય છે કે જેઓએ ચલાયમાન થઈને તમારા જન્મકલ્યાણની અમને ખબર જણાવી. હે પ્રભુ! નિયાણું બાંધવું એ નિષિદ્ધ છે, તે પણ “તમારા દર્શન “નનું ફળ મને તમારી ભક્તિ રૂપેજ નિરંતર થાઓ” એવું નિયાણું હું બાંધુ છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈ પ્રભુને લઈ સત્વરપણે આવીને પ્રભુને પૃથ્વીદેવીની પડખે અલક્ષિત પણે જેમ હતા તેમ મૂકી દીધા.
કારાગૃહમાંથી બંદીવાનોને મૂકાવવા વિગેરે અદ્દભુત કૃત્યથી પ્રાણીઓને પ્રસન્ન કરતા રાજાએ તે વખતે આનંદ ફળના વૃક્ષરૂપ મેટ મહોત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે તેમની માતા સારા પાર્થ (પડખ) વાળા થયા, તેથી પ્રતિષ્ઠરાજાએ પ્રભુનું સુપાર્વ એવું નામ પાડયું. ઈકે અંગુઠામાં સંક્રમાવેલ અમૃતનું પાન કરનારા પ્રભુ વધવા લાગ્યા, કારણકે અમૃતનું જ ભોજન કરનારા અહંત પ્રભુ સ્તનપાન કરતા નથી, શિશુવય ને લાયક એવી ચપળતા વડે ખોળા માંથી વારંવાર ઉતરી જતા પ્રભુ પિતાની ધાવ્યમાતાને વારંવાર છેતરતા અનેક પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. પણ કરીને ક્રીડા કરતા મનુષ્યનું રૂપ ધરનાર દેવતાઓને પ્રભુ લીલા માત્રથી જીતી લેતા હતા. કીડામાં પણ પ્રભુની આગળ ઈદ્ર શું માત્ર છે ! વિચિત્ર ક્રીડાઓથી કામી પુરુષ જેમ રાત્રિને નિર્ગમન કરે તેમ પ્રભુએ પિતાનું શિશુવય નિર્ગમન કર્યું. પછી બસે ધનુષ ઊંચી કાયાવાળા અને સર્વ લક્ષણેએ લક્ષિત એવા પ્રભુ રૂપ સંપત્તિના આભૂષણ રૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના માતાપિતાની દાક્ષિણ્યતાથી જગત્પતિએ રાજપુત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું. મૈલોકયના સ્વામીએ પણ માતાપિતાનું શાસન માન્ય કરે છે, જે ગ્ય કર્મ ખપાવવાને માટે પ્રભુ રમણી સાથે રમવા લાગ્યા. “ભગવંતે કર્મને ઉછેદ કરવાને તત્પર હોય છે. પાંચ લાખ પૂર્વ કૌમાર વયમાં વ્યતીત થયા પછી પિતાએ આરોહણ કરેલા ભૂમિભાર (રાજય) ને પ્રભુએ ઉપાડી લીધે. પૃથ્વીનું પાલન કરતાં તેમણે વીશ પૂર્વાગે અધિક એવા ચૌદલાખ પૂર્વ નિર્ગમન કર્યા. પછી પ્રભુનું મન સંસારમાંથી વિરક્ત છે એમ જાણુને લેકાંતિક દેવતાઓ બ્રહ્મ દેવલેકમાંથી પ્રભુની પાસે આવ્યા. “હે પ્રભુ! તમે જે કે સ્વયં બુદ્ધ હોવાથી કેઈનથી બોધ પામતા નથી પણ ભક્તિ વડે અમે આપને સ્મરણ કરાવીએ છીએ, તેથી હે નાથ ! ધર્મ તીર્થને પ્રવર્તાવો” એમ કહીને તેઓ સ્વર્ગમાં ગયા. પછી દાન દેવામાં ચિંતામણિ તુલ્ય અને દીક્ષા ગ્રહણના મહોત્સવમાં ઉત્કંઠાવાળા એવા સુપાર્શ્વ સ્વામીએ એક સંવત્સર સુધી દાન આપ્યું. વાર્ષિક દાનને અંતે આસનો ચલિત થવાથી ઇંદ્રોએ આવીને પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મોક્ષગામી પ્રભુ વિવિધ રત્નોથી મનહર એવી મનહરા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર તથા નરેશ્વરે એ અનુસરેલા ભગવંત સહજામ્રવન નામે ઉત્તમ ઉપવનમાં પધાર્યા. ત્યાં આવીને ત્રણ જગના ભૂષણ રૂપ પ્રભુએ આભૂષણાદિક સર્વ છોડી દીધું અને સ્કંધ ઉપર ઇંદ્ર આરે પણ કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યુ. જેઠ માસની શુકલ રાદશીએ અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગે એક સહસ્ર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા લીધી. તે વખતે તરત જ ચોથું મનઃ પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું, અને ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું.
બીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેંદ્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અનથી પારણું કર્યું. દેવતાઓએ તે ઠેકાણે ધનની વૃષ્ટિ કરવા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. મહેન્દ્ર રાજાએ જયાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં રત્નમય પીઠ કરાવ્યું. પર્વતના હસ્તીની જેમ