________________
૩૬
સ ૩ જો
“ ભવ સમુદ્રના પારને તત્કાલ પામે છે; માટે સાંસારિક સ સબંધને છેડી દઈ ને પ્રાણીએ એકલાપણે શાશ્વત આનંદ સુખવાળા મેાક્ષને માટે યત્ન કરવા.’
66
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને પ્રબોધ પામેલા ઘણા નર નારીઓએ નિઃસ’ગ થઇને ચારિત્રવ્રત ગ્રહણ કર્યું. તેમાંથી ચમર વિગેરે સા ગણધરો થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચી. જ્યારે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને ચમર ગણુધરે દેશના આપવા માંડી, જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઇંદ્રાદિક દેવતાએ અહું તને નમસ્કાર કરીને પોતપાતાને સ્થાનકે ગયા.
તે પ્રભુના તીમાં શ્વેત વર્ણવાળા, ગરૂડના વાહનવાળા, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારા, તથા બે વામભુજામાં ગદા અને પાશને રાખનારા તેમજ સદા સનિધિ રહેનારા તુ બુરૂ નામે યક્ષ શાસનદેવતા થયા. તેમજ સુવના જેવી કાંતિવાળી, પદ્મ ઉપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધરનારી, એ વામણુજામાં બીજોરૂ અને અંકુશને રાખનારી અને નિર'તર પ્રભુની પાસે રહેનારી મહાકાલી નામે ચક્ષણી શાસનદેવી થઈ. વચનના પાંત્રીશ અતિશયથી શેાભતા પ્રભુ ભવ્ય પ્રાણીઓને બેધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા,
ઘણા કાળ પર્યં ત પૃથ્વીપર વિહાર કરતાં ચેાત્રીશ અતિશયવાળા સુમતિનાથ પ્રભુને ત્રણલાખ ને વીશહજાર સાધુ, પાંચલાખ ને ત્રીશહજાર સાધ્વી, બે હજાર ને ચારસા ચૌદપૂર્વી, અગ્યારહાર અધિજ્ઞાની, દશહજાર ને સાડીચારસે મનઃપ વ જ્ઞાની, તેરહજાર કેવળજ્ઞાની, અઢારહજાર ને ચારસો વૈક્રિય લબ્ધિવાળા, દશ હજાર ને સાડી ચારસા વાદ લબ્ધિવાળા, બે લાખ ને એકાશીહજાર શ્રાવક અને પાંચલાખ ને સાળહજાર શ્રાવિકાને પરિવાર થયા.
કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરભીને સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને ખાર પૂર્વાંગે ઊણા એકલાખ પૂર્વ પૃથ્વીપર વિહાર કર્યાં. અનુક્રમે પાતાનો મેાક્ષકાલ સમીપ જાણીને સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એક હજાર મુનિની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે ભવાપગ્રાહી ચાર અધાતિકને ખપાવી, અનંત ચતુષ્યને પ્રાપ્ત કરી, શૈલેશી ધ્યાનમાં વતાં ચૈત્ર માસની શુકલ નવમીને દિવસે પુનવસુ નક્ષત્રમાં ચંદ્રનો યાગ થતાં એક હજાર મુનિઓની સાથે સુમતિનાથ સ્વામી અયપદ ( મેાક્ષ) પામ્યા.
દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, એગણત્રીશ લાખ ને ખાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં અને ખાર પૂર્વાંગે ઊણા લાખ પૂર્વ વ્રતધારણમાં એવી રીતે સુમતિનાથ પ્રભુએ ચાળીશલાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવલાખ ક્રોડ સાગરોપ્રેમ ગયા પછી સુમતિનાથ પ્રભુ માક્ષે ગયા. પછી સ` ઇંદ્રા પ્રભુના શરીરને અને ખીજા સહસ્ર મુનિનાં શરીરોને વિધિથી અગ્નિસ સ્કાર કરી ત્યાંથી ન ંદીશ્વર દ્વીપે, જઈ ને પ્રભુના નિર્વાણુપ નો મહોત્સવ કરી પોતપોતાને સ્થાનકે ગયા.
凤凰羽限保防防烧挑防烧RBWBWVBWB防腐腐腐
इत्याचार्य श्री हेमचन्द्र विरचिते त्रिराष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये तृतीये पर्वणि श्रीसुमतिस्वामिचरित्र
वर्णनो नाम तृतीयः सर्गः ३
防腐劑限购限RWWWBB&WWWWWWBUR烧烧烤粉