________________
સર્ગ ૪ થી.
શ્રી પદ્મપ્રભ ચરિત્ર,
પદ્મના જેવા વર્ણવાળા, અને જાણે લક્ષમીની લીલાના નિવાસરૂપ પદ્મનો સમૂહ હોય તેવા શ્રીપદ્મપ્રભ જિનેશ્વરને અમે વંદના કરીએ છીએ. એ પ્રભુના અસાધારણ પ્રભાવથી, જો કે હું ક્ષણ બુદ્ધિવાળે છું તથાપિ દુરિતને નાશ કરનારું તેમનું ચરિત્ર કહું છું.
ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના મંડનરૂપ વત્સ નામના વિજયમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં શત્રુઓએ અપરાજિત એ અપરાજિત નામે રાજા છે. ઈદ્રિયોને જીતનારે એ રાજા જાણે દેહધારી ધર્મ હોય તે દેખાતે હતો. તે રાજાને ન્યાય એજ મિત્ર હતો, ધર્મ એજ સુહદ હતો તથા ગુણ એજ ધન હતું. બીજા મિત્ર, સુહદ અને ધન જે હતાં તે તે ફક્ત બહાર દેખવા માત્ર જ હતા વૃક્ષમાં પલવોની જેમ સરલતા, શીલ અને સવાદિક જે ઊજિત ગુણો તેનામાં હતા તે પરસ્પર આભૂષણરૂપે રહેલા હતા. વિવેકી જનોમાં શિરોમણિ એ રાજા અકીધી પણ શત્રુઓને શિક્ષા કરતો, અનાસક્તપણે સંસારિક સુખને અનુભવતા અને અલુબ્ધપણે લક્ષ્મીને ધારણ કરતા હતા.
એક વખતે દેવતાઓ જેમ અમૃતનું પાન કરે તેમ અહંત ભગવાનના પ્રવચન રૂપ અમૃતનું પાન કરતા તત્ત્વનિષ્ટ ચિત્તવડે તે ચિંતવન કરવા લાગ્યો-“અહા ! “ આ સંસારમાં સંપત્તિ, યૌવન, રૂપ, શરીર, કામિનીઓ, પુત્ર, મિત્રો અને હવેલીએ એ સઘળું આ પ્રાણીને છોડી દેવું ઘણું અશકય લાગે છે, પરંતુ તેજ પ્રાણી પિતાના જીવનસમયમાં દુર્દશાને પામે છે ત્યારે અથવા તો કાળધર્મને પામે છે ત્યારે પક્ષીઓ જેમ વિનાશ પામેલા ઈડાને ત્યજી દે છે તેમ તે સંપત્તિ વિગેરે તેને ત્યજી દે છે. પક્ષી જેમ એક પાંખથી ફાળ ભરતાં ભ્રષ્ટ થઈ નીચે પડે છે તેમ પૂર્વોક્ત પદાર્થોમાં એક ચરણથી ફાળ ભરવા તુલ્ય એકપક્ષી નેહ કરતો મંદબુદ્ધિ પ્રાણી પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. માટે જ્યાં સુધી પુણ્યકર્મના ક્ષયથી એ સંપત્તિ વિગેરે મને છોડી દે નહીં ત્યાં સુધીમાં પુરૂષાર્થનું અવલંબન કરીને હું પોતેજ તેનો ત્યાગ કરું.” આ પ્રમાણે વિચાર કરીને જેને ધારાધિરૂઢ વૈરાગ્ય પ્રાપ્ત થયેલ છે એવા અને વિવેકરૂપી મણિના રોહણાચળ પર્વત સરખા અપરાજિત રાજાએ પોતાનું રાજય પુત્રને અર્પણ કરી દીધું, પિહિતાશ્રવર આચાર્ય ભગવંતના ચરણકમલ સમીપે આવી મોક્ષમાર્ગમાં મહારથ જેવી દીક્ષા ગ્રહણ કરી. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિએ યુક્ત, નિર્મમ અને પરિગ્રહરિત એવા એ રાજર્ષિએ તીક્ષણ ખડ્રગની ધાર જેવું ચારિત્ર ચિરકાલ પાલન કર્યું. નિર્મળ મનવાળા એ મહાત્માએ વીશ સ્થાનકમાંથી કેટલાએક સ્થાનકોના આરાધનવડે તીર્થકરના મકમ ઉપાર્જન કર્યું, અને છેવટે શુભ ધ્યાનપરાયણ થઈ આયુષ્યને ખપાવી એ મોટા મનવાળા મુનિ નવમા સૈવેયક માં મહદ્ધિક દેવતા થયા. ૧ એકતરફી. ૨ આશ્રવના દ્વાર–આશ્રવ જેમણે ઢાંકી દીધા છે એવા આચાર્ય.