________________
સગ ૪ થા
આ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રની અંદર વસ્રદેશના આભૂષણ તુલ્ય કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં આવેલાં ઊંચાં રૌત્યાના અગ્ર ભાગમાં રહેલી સિ'હની પ્રતિમાની નજદીક ચન્દ્રમા આવે છે તે વખતે એ સિ ંહથી ત્રાસ પામીને કલ`કરૂપ મૃગ નાસી જવાથી ચ`દ્ર પણ નિષ્કલ'ક થઈ જાય છે. ત્યાં ગૃહમાં પ્રસરતા ધૂપના ધૂમાડા, સભાગથી વસ્ત્ર રહિત થયેલા યુવાન સ્ત્રીપુરુષોનાં જોડલાંને વસ્ત્રની શેશભા પ્રત્યે વિસ્તારે છે. ત્યાં પ્રતિગૃહમાં રચેલા મુક્તાફળના સ્વસ્તિકાના મેાતી ઉપર શુક્રપક્ષીએ આવી આવી દાડમના દાણાની શંકાથી ચાંચાવડે ઘાત કરે છે. ત્યાં સર્વ મનુષ્યા શ્રીમાન છે તેથી બીજાના દ્રવ્યને કાઇ લુંટતું નથી, ફક્ત ઉદ્યાનના પુષ્પાની ખુશમેને પવન જ એક લુટે છે. એ નગરીમાં ધર નામે રાજા હતા. પૃથ્વીના તાપને ટાળવાથી અને ધારણ કરવાથી મેઘ અને પર્વતના તેણે તિરસ્કાર કરેલા હતા. પૃથ્વીમ`ડળ ઉપર રહેલા સવ રાજાએ તેની આજ્ઞાને ખંડન કરતા નહી', પણ પુષ્પમાલાની જેમ અખંડ મસ્તકપર ધારણ કરતા હતા. તેના ભુંજદંડ ધનુષધારણવડે પ્રચંડ હતા તથાપિ
દંડ કરવામાં પ્રચ’ડ પણું ખતાવતા નહીં પણ ભદ્રિક હાથીની જેમ સૌમ્યપણે રહેતા હતા. એક સાથે વિસ્તાર પામેલા યશ અને અનુરાગથી અર્ધાઅ શ્રીખંડ ચંદનની સાથે રહેલા કેશરની જેમ તેણે સર્વ દિશાઓને ચિરકાળ વિલેપન કર્યું હતું. લક્ષ્મીદેવીના લીલાગૃહ રૂપ એ રાજામાં વાસ્તુદેવની જેમ ગુણના સમૂહ સાથે જ ૐત્પન્ન થયેલા હતા.
૩૮
એ રાજાને સતીએની સીમારૂપ અને દેવકન્યા જેવી રૂપવત સુસીમા નામે રાણી હતી. તે હાથ, પગ અને હોઠથી પદ્મવવાળી, શબ્દોથી પુષ્પિત અને ભુજાઓથી શાખાવાળી કલ્પવૃક્ષની જાણે લતા હાય તેવી શાભતી હતી. મુખ ઉપર લાવ′ ઢાંકીને માત્ર પૃથ્વીનેજ જોતી, તે ઈર્યાસમિતિમાં લીન થયેલા મુનિની જેમ મંદમંદ ચાલતી હતી. કાંતિએ શરીરને, લજજાએ શીલને, સરલતાએ મનને અને સત્યતાએ તેનાં વચનને પૂર્ણ રીતે શેશભાળ્યાં હતાં. જ્યારે એ કાંઈ પણ ખેલતી ત્યારે ચંદ્રની કાંતિના પ્રવાહથી રાત્રિની જેમ અતિ ઉજજવળ દાંતનાં કિરણાથી તેની મનેાહર મૂર્તિ દીપી નીકળતી હતી.
અહી' નવમા ત્રૈવેયકમાં અપરાજિત રાજાના જીવે એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને માઘ માસની કૃષ્ણ ષષ્ઠિને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં સુસીમા દેવીની કુક્ષિમાં તે ઉત્પન્ન થયા. તે વખતે તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વમાં દેવીએ પેાતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગભ જ્યારે વૃદ્ધિ પામ્યા ત્યારે દેવીને પદ્મની શખ્યામાં સુવાના દોહદ થયા તે તત્કાલ દેવતાઓએ પૂર્ણ કર્યાં. પછી નવ માસ ને સાડાસાત દિવસ થતાં કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, વક્રચાર અતિચારને મૂકીને સવ ગ્રા ઊંચા સ્થાનકના થતાં પદ્મના જેવા વણુ વાળા અને પદ્મના લાંછનવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યા.
તે અવસરે છપ્પન દિક્કુમારીએ આવી સૂતિકાકમ કર્યું. અને શક્ર ઈંદ્ર પ્રભુને મેરૂ પર્યંતના મસ્તક પર લઇ ગયા. શક્રેઇ દ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને સહાદર બંધુએમાં જયેષ્ઠ બંધુઓના ક્રમની જેમ અચ્યુતાદિ ઇદ્રોએ આવી સ્નાન કરાવ્યું. શક ઈંદ્રેઈશાન ઈંદ્રના ખાળામાં પ્રભુને સ્થાપીને યથાવિધિ સ્નાન કરાવી પૂજા કરી. પછી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે દેવ ! આ અપાર સ`સારરૂપ મરૂદેશમાં સંચાર કરતા પ્રાણીઓને ચિરકાળે અમૃતની પરખ તુલ્ય તમારૂ દર્શન થયેલ છે. રૂપથી અનુપમ એવા તમને અશ્રાંતપણે જોનારા