________________
૨૮
સર્ગ ૩ જે પ્રવેશની સ્વપ્રવાર્તા રાજાને કહી. એ સાંભળી મહારાજા બોલ્યા- હે દેવિ ! આ સ્વમાએ કુલદેવીના વરદાનરૂપી વૃક્ષનું એવું ફળ પ્રકાશિત કર્યું છે કે સિંહના જે પરાક્રમી તમારે એક પુત્ર થશે.” આ સ્વમને વિચાર સાંભળી રાણી ઘણા ખુશી થયા, અને બાકીની રાત્રિ શુભ કથાઓ કરતાં જાગ્રતપણેજ નિર્ગમન કરી.
ઉત્તમ સરિતાના જળમાં સુવર્ણના કમળની જેમ દેવીની કુક્ષિમાં તે ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યું. એક વખતે દેવી પિતાને ઉત્પન્ન થયેલા દેહદ મહારાજા કહેવા લાગ્યા કે -હું સર્વ પ્રાણીઓને અભય આપવાને ઇચ્છું છું, સર્વ નગર વિગેરેમાં અમારી શેષણ કરવાને ઈચ્છું છું, અને સમગ્ર જિનચૈત્યમાં અષ્ટાબ્લિક ઉત્સવો કરવાની અભિલાષા રાખું છું.' રાજાએ કહ્યું- “હે દેવિ ! ગર્ભના પ્રભાવથી કુલદેવીને વરદાનને અને સ્વપ્રાર્થને સત્ય કરનાર એવા આ તમારા દેહદ છે. ઉત્તમ ઈરછાવાળા ! ગર્ભના પ્રભાવથીજ તમારી આવી ઈચ્છા થઈ છે, કારણકે પ્રતિમાને પ્રભાવ અધિષ્ઠાયક દેવને ઉચિતજ થાય છે. આ પ્રમાણે કહીને રાજાએ ભય પામેલાઓને અભયદાન આપ્યું, પટહ વગડાવીને સર્વ ઠેકાણે અમારીૉષણા પ્રવર્તાવી, અને અષ્ટપ્રકારી પૂજાથી તથા દિવ્ય સંગીતથી દરેક રૌમાં અષ્ટાબ્લિક ઉત્સવે કરાવ્યા.
એ દેહદ પૂર્ણ થવાથી પૂર્ણ ચંદ્રના જેવા ઉજવળ મુખવાળી દેવી પ્રસન્ન થઈ, અને સમય આવે ત્યારે વેલ જેમ ફળને જન્મ આપે તેમ એક પુત્ર રત્નને તેણે જન્મ આપ્યું. તે વખતે સર્વ રાજાઓમાં શિરોમણિ વિજયસેન રાજાએ ચિંતામણિ રત્નની જેમ ઉષણ કરાવીને યાચકોને ઈચ્છિત દાન આપવા માંડયું, અને હૃદય રૂ૫ સમુદ્રને ચંદ્ર સમાન મોટો મહોત્સવ કર્યો. તે પછી તેવીજ રીતે સ્વજનની જેમ નગરજનોએ પણ મહોત્સવ કર્યો. પછી દેવીના સ્વપ્નને અનુસરીને મહારાજાએ પુત્રનું પુરૂષસિંહ એવું મનહર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામી વિશાળ ભુજાવાળે એ કુમાર રૂપથી, કળાથી અને કુળથી પિતાને સદશ એવી રાજાઓની આઠ કન્યાઓ પરણ્યા. અપ્સરાઓની સાથે દેવની જેમ તેઓની સાથે વિજયસેન રાજાને કુમાર ક્ષણે ક્ષણે ક્રીડા કરતે વિષયસુખ ભોગવવા લાગ્યા.
એક વખતે જાણે સાક્ષાત્ વસંત હોય અથવા જાણે સાક્ષાત્ વસંતનો મિત્ર કામદેવ હોય તે એ કુમાર સ્વેચ્છાથી કીડા કરવાને ઉદ્યાનમાં ગયે. ત્યાં રૂપથી અને શમથી આનંદને જય કરનાર વિનયનંદન નામના સૂરિને મસરેલા તેણે જાયા. તેમને જોતાં જ જાણે અમૃતનું પાન કર્યું હોય તેમ કુમારનાં લેાચન, હૃદય અને બીજાં અંગો પણ પૂર્ણ વિકાશ પામ્યાં, ક્ષણવાર તેમને નીરખી રાજકુમાર વિચારવા લાગ્યું કે “જેવું વેશ્યાની પાસે રહીને સતીવ્રતનું પાળવું, ચોરની પાસે રહીને નિધાનનું ગોપવવું, યુવાન મારી પાસે રહીને અમૃતના આસવનું રક્ષણ કરવું અને ડાકણની પાડોશમાં રહીને પિતાની કુશળતા સાચવવી મુશ્કેલ છે, તેવી જ રીતે આ મુનિનું અનુપમ ર૫ અને યૌવનવય જતાં વિષયવૃત્તિરૂપ ઉન્માદને હેતુ ઉદય પામે તેવું જણાય છે તે છતાં આવા કઠિણ વ્રતનું ધારણ કરવું દેખાય છે તે તેવું જ મુશ્કેલ છે. હેમંતઋતુમાં હેમ, ગ્રીષ્મઋતુમાં સૂર્યનો તાપ અને વર્ષાઋતુમાં ઝંઝાવાત સહન થઈ શકે પણ યૌવનમાં કામદેવને ઉપદ્રવ સહન થઈ શકતો નથી. તે છતાં આવા કામદેવને જીતનારા મુનિ, આજે પુણ્યાનુબંધી પુણ્યથી ભાગ્યયેગે મારા જેવામાં આવ્યા છે કે જેઓ માતા, પિતા કે ગુરૂ હોય તેમ મને પ્રીતિ ઉત્પન્ન કરે છે.” આ પ્રમાણે વિચાર કરી રાજકુમાર સત્વર તેમની પાસે આવ્યા, અને હૃદયને આનંદ