________________
પર્વ ૩ જું
૩૩ દેવી નિર્ણય કરીને બોલ્યા–“આ સ્ત્રી કાલક્ષેપને સહન કરી શકતી નથી, માટે આ પુત્ર ખરેખર એને જ છે, અને આ બીજી સ્ત્રી પારકે પુત્ર અને ધન બંનેને આધીન રહેવા દેવાનો મારે નિર્ણય સાંભળી કાલક્ષેપ કરવાને કબુલ કરે છે, તેથી તે તેની ખરી માતા નથી. કારણ કે ખરી માતા પિતાને પુત્ર બીજાને આધીન રહેવા દેવા રૂપ કાલક્ષેપ કેમ સહન કરે ? માટે હે ભદ્રે ! તું જરા પણ કાલક્ષેપ સહન કરતી નથી તેથી મારા જાણવામાં આવ્યું કે આ પુત્ર તારે છે તેથી તેને લઈને તું ઘેર જા. કદી આ સ્ત્રીએ પુત્રનું લાલનપાલન કયું' હશે, પણ તેથી કાંઈ એ પુત્ર તેને કહેવાય નહીં. કેમકે કોકિલાના પત્રને પોષણ કરનાર તો કાગડી હોય છે, પણ એ પુત્ર તે કોકિલાને જ કહેવાય છે.” ગર્ભના પ્રભાવથી દેવીએ તેઓનો આ પ્રમાણે નિર્ણય કર્યો, તે સાંભળીને સર્વ ચતુર્વિધ સભા નેત્રવિકાસ કરી વિસ્મય પામી. પછી પ્રાતઃકાળ થવાથી કમલિની અને કુમુદિનીની જેમ એ પુત્રથી હષ અને ખેદ પામતી તે બંને શે પિતાને ઘેર ગઈ.
જાણે સંકોચ કરીને રહેતો હોય તેમ દેવીને કોઈપણ વેદના નહી ઉપજાવતે ગર્ભ શકલ પક્ષના ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યો. પછી નવમાસ અને સાડાસાત દિવસ વીત્યા, એટલે વૈશાખ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતા પૂર્વ દિશા જેમ ચંદ્રને જન્મ આપે તેમ મંગળાદેવીએ સુખેથી કચપક્ષીના ચિન્હવાળા સુવર્ણ વણ પુત્રરત્નને જન્મ આપ્યું. તે વખતે રૈલોક્યમાં ઉદ્યત થયે, ક્ષણવાર નારકી ને પણ સુખ થયું, અને ઈંદ્રોનાં આસન કંપ્યાં. પ્રથમ દિકુમારીએ એ ત્યાં આવીને યથાયોગ્ય સૂતિકાકર્મ કર્યું. પછી શકંઈદ્ર આવી મંગળાદેવીની શયામાંથી પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અશ્રુતાદિ ત્રેસઠ ઈદ્રોએ આવીને શક્રઈદ્રના ઉસંગમાં રહેલા પ્રભુને તીર્થજલથી અભિષેક કર્યો. પછી ઈશાનઈદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડીને શક્રઈ કે વિકલા સ્ફટિકને ચાર વૃષભેના શીંગમાંથી નીકળેલા જળવડે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી વિલેપન કરી, વસ્ત્રાલંકાર પહેરાવી તથા આરાત્રિક ઉતારીને શક્રઈદ્ર ભક્તિથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
“હે દેવ ! આપના જન્મકલ્યાણકથી આ પૃથ્વી કલ્યાણવાળી થઈ ગઈ છે, તે જ્યારે તમે ચરણકમળથી આ પૃથ્વી પર વિહાર કરશે ત્યારની તો વાત જ શી કરવી ! “હે ભગવાન ! તમારા દર્શનસુખથી અમારી દષ્ટિએ કૃતાર્થ થઈ છે, અને તમારું પૂજન “કરવાથી આ હાથ કૃતાર્થ થયેલા છે. તે જિનનાથ ! તમારા સ્નાત્ર અર્ચન વિગેરેનો જે મહોત્સવ કરવા માં આવેલો છે તે ચિરકાળના મારા મનોરથરૂપી પ્રસાદ ઉપર કલશરૂપ થયેલ છે. હે જગન્નાથ ! સાંપ્રતકાલે હું આ સંસારની પણ પ્રશંસા કરું છું, કારણકે “ જેમાં મુક્તિના એક નિબંધનરૂપ તમારું દર્શન પ્રાપ્ત થયું છે. હે દેવ ! સ્વંયભૂરમણ “ સમુદ્રના ઉમિએ કદી ગણી શકાય, પણ મારા જેવા પુરૂષ અતિશના પાત્ર એવા “ તમારા ગુણને ગણી શકે નહી. ધર્મરૂપી મંડપને સ્તંભરૂપ, જગને ઉદ્યાત કરવામાં
સૂર્યરૂપ અને દયારૂપી વેલાના આશ્રયને માટે મોટા વૃક્ષરૂપ એવા હે જગત્પતિ ! આ વિશ્વની રક્ષા કરે. હે દેવ ! મુક્તિના બંધ થયેલા દ્વારને ઉઘાડવામાં કુંચી રૂપ તમારી દેશના પુણ્યવંત પ્રાણીઓનાજ સાંભળવામાં આવે છે. હે ભુવનેશ્વર ! ઉજજવળ દર્પણ જેવા મારા મનમાં હમેશાં પ્રતિબિંબ રૂપે પડેલી તમારી મૂર્તિ મને મુક્તિસુખના કારણ રૂપ થાઓ.”