________________
૨૫
પર્વ ૩ ચતુષ્કને સિદ્ધ કરી ભગવાન્ અભિનંદન પ્રભુ, શૈશાખ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં એક સહસ્ત્ર મુનિએ સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા.
કુમાર અવસ્થામાં સાડાબાર લાખ પૂર્વ, રાજ્યમાં આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીશ લાખ પૂર્વ અને દીક્ષામાં આઠ પૂર્વાગે ઊણા એક લાખ પૂર્વ—એકંદર પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સંભવસ્વામીના નિર્વાણ પછી દશ લાખ ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા.
શ્રી અભિનંદન સ્વામીએ કાળ કર્યા પછી સુરઅસુરએ તેમનો અને બીજા મુનિઓનો અંગસંસ્કાર કર્યો, અને પ્રભુની દાઢ, દાંત અને અસ્થિ તેઓ પૂજનને માટે લઈ ગયા. પછી તેઓ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અહંતના બિંબને અષ્ટાબ્લિક ઉત્સવ કરી પોતપોતાના દેવલોકમાં ગયા, અને નિર્વાણ સ્થાનકે આવેલા રાજાએ પોતપોતાની રાજધાની ઓ માં ગયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीअभिनंदनस्वामिचरित
वर्णनो नाम द्वितीयः सर्गः