________________
પર્વ ૩ જું
૨૩ પ્રભુને નિર્મલ કેવલજ્ઞાન પ્રગટ થયું જે જ્ઞાન ક્ષણવાર નારકીને જીવોને પણ પીડાનો નાશ કરવામાં ઔષધ રૂપ થઈ પડયું. અવધિજ્ઞાન વડે પ્રભુને કેવળજ્ઞાન થયાની ખબર જાણીને ચોસઠ ઈન્દ્રાએ ત્યાં આવી એક જન પ્રમાણ પ્રદેશમાં સમવસરણ રચ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમળ ઉપર ચરણને ધારણ કરતા પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. સમવસરણની મધ્યમાં રહેલા બે ગાઉ અને બસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની પ્રભુએ પ્રદક્ષિણા કરી. “
તારમ” એમ બોલતા પ્રભુએ દેવજીંદાના મધ્ય ભાગમાં રહેલા પૂર્વાભિમુખ સિંહાસનને અલંકૃત કર્યું. પછી દેવ, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પોતપોતાના ગ્ય દ્વારથી પ્રવેશ કરી યોગ્ય સ્થાનકે બેઠે. તે વખતે ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જોડી શક્ર ઈન્દ્ર રોમાંચિત શરીરે નીચે પ્રમાણે પ્રભુની
સ્તુતિ કરી. - “હે ભગવન્! આપે સર્વદા કષ્ટકારી એવી મન, વચન અને કાયાની ચેષ્ટાનો
સંહાર કરી શિથિલપણાથી મનરૂપી શલ્યને જુદું કરેલું છે. હે નાથ ! તમારી ઇન્દ્રિ સંમત પણ નથી તેમજ ઉખલ પણ નથી, એમ સમ્યફ પ્રકારે પ્રતિપાદન કરીને “ તમે ઈન્દ્રિયેને જય કરેલો છે. જેના જે આઠ અંગ કહેલા છે તે તે ફક્ત પ્રપંચ “ માત્ર છે, નહીં તો એ યોગ બાળપણથી આરંભીને તમારી સામ્યતાને કેમ પ્રાપ્ત “ થાય ? હે સ્વામીન ! લાંબા કાળાથી સાથે રહેનારા વિષયમાં તમને વિરાગ છે અને અદષ્ટ “ એવા યુગમાં સામ્યપણું છે; એ અમને તે અલૌકિક લાગે છે. જેવો તમે અપકાર , “ કરનાર ઉપર રાગ ધરે છો તે બીજાએ ઉપકાર કરનાર ઉપર પણ રાગ ધરતા “ નથી; અહો ! તમારું સર્વ અલૌકિક છે ! હે પ્રભુ ! તમે હિંસક પુરૂષના ઉપર
ઉપકાર કર્યો અને જે આશ્રિત હતા તેમની ઉપેક્ષા કરી; એવા તમારા વિચિત્ર ચરિત્રને “ કેણુ અનુસરી શકે ? હે ભગવન્ ! પરમ સમાધિમાં તમે તમારા આત્માને એવી રીતે
જોડી દીધો છે કે જેથી ‘હું સુખી છું કે દુઃખી છું અથવા સુખી કે દુઃખી નથી” એમ તમારા મનમાં પણ આવતું નથી. જેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટી એકાત્માને પામેલી છે એવા તમારા યોગના મહાસ્ય ઉપર બીજાઓને કેમ શ્રદ્ધા આવે ?
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇદ્ર વિરામ પામ્યા; એટલે પ્રભુએ એક જન સુધી પ્રસરતી ગંભીર ગિરાથી દેશના આપવી શરૂ કરી.
* આ સંસાર એક વિપત્તિની ખાણરૂપ છે. એમાં પડતા મનુષ્યને પિતા, માતા, મિત્ર, બંધુ કે બીજા કોઈ પણ શરણરૂપ થતા નથી. ઈદ્ર અને ઉપેદ્રાદિ જેવા પણ જે મૃત્યુના સપાટામાં આવે છે તે મૃત્યુને પણ પીડા કરનાર એ કે પુરૂષ શર– શેરછુ જનને શરણ કરવા લાયક છે ? અહા ! આ સંસારમાં પિતા, માતા, બહેન, “ ભાઈ અને પુત્ર જોઈ રહે છે, અને રક્ષણ વગરના આ જીવને તેનાં કર્મો યમરાજના
ગૃહમાં દેરીને લઈ જાય છે. મૂઢ બુદ્ધિવાળા પુરૂષ, પિતાના કર્મોથી મૃત્યુને પામતા “ એવા સ્વજનને જોઈ શક કરે છે, પણ તેઓ પોતાના આત્માને પણ કર્મો તેવી જ રીતે લઈ જશેએમ શોક કરતા નથી. મોટા ભયંકર જગલમાં મૃગના બચ્ચાની જેમ
દુ:ખરૂપી દાવાનલની પ્રજવલિત જવાળાઓથી વિકરાળ એવા આ સંસારમાં પ્રાણીને “ કોઈપણ શરણભૂત નથી. અષ્ટાંગ આયુર્વેદથી, સંજીવની ઔષધીઓથી અને મૃત્યુંજયાદિક મંત્રો વડે પણ મૃત્યુથી રક્ષણ થતું નથી. ખડગના પાંજરાના મધ્ય ભાગમાં રહેલા