________________
પર્વ ૩ જું
ઈદ્ર તુષ્ટિને માટે ચાર દિશામાં ફાટિકના ચાર વૃષભ વિકુવી, તેમના શૃંગમાંથી થતી જલધારાઓ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ચંદનનું વિલેપન કરી, વસ્ત્ર અલંકારાદિક ધારણ કરાવી અને આરાત્રિક ઉતારીને શક્રઈદ્ર અંજલિ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું.
“ચોથા તીર્થકર, ચોથા આરા રૂપ આકાશમાં સુર્ય સમાન અને ચોથા પુરૂષાર્થ “ (મેક્ષ)ની લક્ષ્મીને પ્રકાશ કરનાર હે પ્રભુ ! આપ જય પામે. હે નાથ ! લાબે કાળે
આપનાથી સનાથ થયેલું આ જગતું, હવે વિવેકની ચોરી કરનારા મહાદિકથી ક્યારે “ પણ ઉપદ્રવને પામશે નહીં. હે પ્રભુ ! આપના પાદપીઠમાં જેનું મસ્તક ભેટે છે એવા “ મારે વિષે પુણ્યરૂપ પરમાણુંના કણ જેવી આપની ચરણરજ દીર્ઘકાળ સ્થાપન થાઓ.
હે ઈશ ! મારાં નેત્ર આપના મુખને વિષે આસક્ત હોવાથી નહીં જોવા લાયક વસ્તુને “ જોવાથી ઉત્પન્ન થયેલા એ નેત્રના મળને હર્ષાશ્રુની ઉમીઓ વડે ક્ષણવારમાં જોઈ “ નાંખો. હે પ્રભુ ! લાંબા કાળની મમતાના દર્શનથી ઉત્પન્ન થયેલા મારા રોમાંચે ચિરકાલની અસદ્દર્શને (મિથ્યાદર્શન) ની વાસનાને દૂર કરે. હે નાથ ! મારાં નેત્રો સદા તમારા મુખને જોઈ વિલાસ પામે. મારા હાથ તમારી ઉપાસના કરો, અને મારા કાન તમારા ગુણના શ્રોતા થાઓ. હે દેવાધિદેવ ! કુંઠ એવી મારી બુદ્ધિ જો તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તે તેનું કલ્યાણ થાઓ, કેમકે તેને બીજાથી શું થવાનું છે ! હે નાથ! હું તમારો શિષ્ય, દાસ, સેવક અને કિકર છું એ પ્રમાણે તમે સ્વીકાર કરે; એથી વધારે બીજું કાંઈપણ હું કહેવા ઈચ્છતો નથી.”
આ પ્રમાણે સ્તુતિ કરી શકે ઈદ્ર પાંચરૂપે થઈ, ઇશાન ઈદ્રની પાસેથી પ્રભુને લઈ, પૂર્વની પેઠે છત્ર વિગેરેને ધારણ કરી ક્ષણવારમાં પાછો પ્રભુને ઘરે પહોચ્યું; ત્યાં પ્રભુની માતાની અવસ્થાપિની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ હરી લઈ સાક્ષાત્ પ્રભુને તે સ્થિતિમાં માતાની પાસે સ્થાપન કર્યા. પછી શકઈદ્ર ત્યાંથી અને બીજા ઇકો મેરૂ ઉપરથી જ જેમ આવ્યા હતા તેમ પાછા પોતાને સ્થાને ચાલ્યા ગયા. પ્રાતઃકાળે સંવર રાજાએ સર્વ લોકોમાં હર્ષના એક છત્રરૂપ પુત્રનો જન્મોત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજ્ય અને નગરી સર્વ અભિનંદ (હર્ષ) પામ્યા હતા. તેથી માતા-પિતાએ તેમનું અભિનંદન એવું નામ પાડયું. પિતાના અંગુષ્ટમાંથી ઈ કે સંચારેલા અમૃતનું પાન કરતા અને દેવાંગના રૂ૫ ધાત્રીઓએ પાલન કરાતા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. વિચિત્ર પ્રકારનાં રમકડાંઓ હાથમાં રાખીને આવતા એવા સુરઅસુરોના કુમારની સાથે વિચિત્ર ક્રીડાથી ક્રિીડા કરતા એવા પ્રભુએ પિતાનું બાલ્યવય ઉ૯લંઘન કર્યું. ઉદ્યાનનું વૃક્ષ જેમ વસંતને પામે તેમ પ્રભુને સર્વ અંગમાં શભા કરનારૂં યૌવનવય પ્રાપ્ત થયું. સાડાત્રણસે ધનુષ્ય ઊંચી કાયા, હીંચકાવાળું જાણે વૃક્ષ હોય અથવા લક્ષ્મીના જાણે બે હીંચકા બાંધ્યા હોય તેવી જાનુ પર્યત લંબાયમાન બે ભુજા, અર્ધચંદ્ર સમાન શેભતું લલાટ અને પૂર્ણ ચંદ્રની શોભાને અનુસરતા મુખથી પ્રભુ વિશેષ શેભાને પ્રાપ્ત થયા. સુવર્ણમય મેરુપર્વતની શિલા જેવી છાતી, પુષ્ટ સ્કંધ, કૃશ ઉદર, મૃગલીના જેવી જંધાઓ અને કૂર્મના જેવાં ઉન્નત ચરણથી પ્રભુ મનોહર જણુતા હતા. જો કે પ્રભુ વિષયમાં નિ:સ્પૃહ હતા તે પણ પોતાનું ભેગ્યકર્મ જાણું માતાપિતાની પ્રાર્થનાથી તેમણે અનેક રાજ્યપુત્રીઓની સાથે વિવાહ કર્યો. તારાઓની સાથે ચંદ્રની જેમ તે રાજકુમારીઓની સાથે ક્રીડા કરવાના ઉદ્યાન, સરોવર, વાપી અને પર્વત વિગેરેમાં પ્રભુ સ્વેચ્છાથી વિહાર કરવા લાગ્યા.