________________
२०
સર્ગ ૨ જે વ્રતની જેમ પોતાના પતિવ્રતપણાને અતિચાર લગાડવામાં ભીરુ હોય છે. પિતાને સર્વ રીતે અનુકૂલ એવી એ પ્રિય રાણીમાં રાજાનો ગળીના રંગની જેમ અવ્યભિચારી પ્રેમ હતા. મદ થવાના સ્થાનોથી અબાધિત રહેનારા એ રાજદંપતી સર્વ ધર્મને હાનિ ન લાગે તેમ વર્તતાં સાંસારિક સુખ ભેગવતા હતા.
આ તરફ મહાબલના છ વિજય વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખમાં મગ્નપણે નિર્ગમન કર્યું. પછી આયુ પૂર્ણ થયે વૈશાખ માસની શુકલ ચતુર્થીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર આવતાં એ મહાત્માને જીવ ત્યાંથી ચવીને સિદ્ધાર્થી દેવીના ઉદરમાં અવતર્યો. જ્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ત્રણ જગમાં ઉદ્યોત થઈ રહ્યા, અને નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું. રાત્રીએ સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના છેલ્લા પહોરમાં પોતાના મુખમાં પ્રવેશ કરતાં ચૌદ સ્વપ્ન જોયાં. જેમાં ચાર દાંતવાળો વેતવર્ણ હાથી, ડોલરના પુષ્પની જે વેત વૃષભ, પહોળા મુખવાળો કેસરીસિંહ, અભિષેકથી મને હર એવી લક્ષ્મી, પંચવર્ણ પુષ્પની માળા, પરિપૂર્ણ ચંદ્ર, પ્રકાશન માન સૂર્ય, ઘુઘરીઓવાળે દેવજ, સુવર્ણને પૂર્ણ કુંભ, કમળોથી છવાઈ રહેલું સરોવર, ઉછળતા તરંગવાળે સમુદ્ર, મનહર વિમાન, સુંદર રત્નનો ઢગલે અને ધૂમ્ર ૨હિત અગ્નિ, આ પ્રકારનાં ચૌદ સ્વપ્ન દેખીને જાગ્રત થઈ દેવીએ રાજાને નિવેદન કર્યા. હે દેવી ! આ સ્વનેથી તમને ત્રણ જગતને ઈશ્વર એ પુત્ર થશે.” એમ નરપતિએ સ્વપ્નનો અર્થ વિચારીને કહ્યું. તરતજ સર્વ ઈન્દ્રોએ પણ ત્યાં આવી એકઠા થઈને સ્વપ્નને અર્થ કહ્યો કે “હે દેવીતમારા પુત્ર ચેથા તીર્થકર થશે.” આવું સ્વમનું ફળ સાંળળી દેવીને એ હર્ષ થયો કે જેના ધક્કાથી નિદ્રા દૂર ચાલી ગઈ અને બાકીની શેષરાત્રિ તેણીએ જાગ્રતપ
જ નિર્ગમન કરી. ત્યારથી કમલના કેશમાં બીજ કેશની જેમ સિદ્ધાર્થી દેવીના ઉદરમાં તે ગર્ભ દિવસે દિવસે ગૂઢ રીતે વધવા લાગે. સિદ્ધાર્થી દેવીએ પણ તે ગર્ભને સુખેથી ધારણ કર્યો તેવા પુરૂષોનો અવતાર આખા જગતને સુખ માટેજ થાય છે,
ગર્ભ ધારણ કર્યા પછી નવ માસ અને સાડાસાત દિવસ જતાં માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં આવતાં દેવીએ સૂર્યના જેવા તેજસ્વી પુત્રને સુખેથી જન્મ આપે. એ કુમારને સુવર્ણના જે વર્ણ હતો, અને વાનરનું લાંછન ( ચિન્હ) હતું. પ્રભુનો જન્મ થતાં ત્રશું લેકમાં ઉદ્યોત થઈ રહ્યો, અને ક્ષણવાર નારકીના પ્રાણીઓને પણ સુખ થયું. તે વખતે દિકુમારીઓ પિતપોતાના સ્થાનેથી ત્યાં આવીને દેવી અને કુમારનું યથાયોગ્ય સૂતિકર્મ કર્યું. શક ઇંદ્ર પણ પોતાના આસન કંપથી અહં તને જન્મ જાણું પાલક વિમાનમાં બેસીને દેવતાઓ સહિત ત્યાં આવ્યું. વિમાન ઉપરથી ઉતરી પ્રભુના સૂતિકાગ્રહમાં પ્રવેશ કરી સ્વામીને અને સ્વામીની માતાને તેણે નમસ્કાર કર્યો. પછી દેવીને અપસ્વાપિની નિદ્રા મૂકી, તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખીને સૌધર્મઇ પિતાના પાંચ રૂ૫ ર્યા, એક ઇંદ્ર પ્રભુને ધરી રાખ્યા, બીજા ઈંદ્ર છત્ર ધારણ કર્યું, બે ઈ દ્રોએ બે બાજુ ચામર રાખ્યા, અને એક ઈદ્ર વજને નચાવી નાચતો આગળ ચાલ્યો. પછી ક્ષણવારમાં મેરૂપવત ઉપર આવીને અતિ પાંડૂકબલા નામની શિલા વિષે સિંહાસન પર પ્રભુને ખોળામાં લઈને બેઠે તે વખતે ત્યાં પરિવાર સહિત બીજા ત્રેસઠ ઈદ્રો પણ આવ્યા, અને જળથી ભરેલા કુભવડે વિધિ પ્રમાણે પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. પછી ઇશાન ઈદ્ર પાંચ રૂપ કરી એક રૂપે પ્રભુને રાખ્યા, એક રૂપે છત્ર ધારણ કર્યું, બેરૂપે બે બાજુ ચામર વિંજવા લાગ્યા, અને એકરૂપે ત્રિશળ લઈ આગળ ઉભે રહ્યો. પછી શાક