________________
દ્વિતીય સર્ગ.
શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર, ગુણરૂપી વૃક્ષની સમૃદ્ધિને વધારનાર અને જગતને આનંદ કરનાર સંવર રાજાના પુત્ર શ્રી અભિનંદન સ્વામીને હું વંદના કરું છું. ભવ્યજનની મોહનિદ્રાને નાશ કરવામાં પ્રાતઃકાળરૂપ અને તત્વજ્ઞાનરૂપ અમૃતના કુંભરૂપ તે પ્રભુનું ઉજજવળ ચરિત્ર હવે કહું છું.
આ જબૂદ્વીપના પૂર્વ વિદેહમાં મંગળીક કાર્યોના ઉત્પત્તિસ્થાન તુલ્ય મંગલાવતી નામે એક સુંદર વિજય છે. તેમાં સમુદ્રની પેઠે સર્વ રત્નોની ખાણ અને પૃથ્વીના મસ્તકપર રત્નરૂપ ૨નસંચયા નામે સર્વ નગરીમાં રત્ન સમાન નગરી છે. તેમાં લક્ષ્મીથી કુબેર જે અને બલથી જાણે બીજે મહાબલ હોય તેવો મહાબલ નામે રાજા રાજ્ય કરે છે. ગંગા, સિંધુ અને હતાશા નામની ત્રણ નદીઓથી જેમ હિમાચલ શોભે તેમ ઉત્સાહ, મંત્ર અને પ્રભુતા એ ત્રણ શક્તિઓથી તે શોભતું હતું. ચાર દાંતથી યુવાન ગજેદ્રની જેમ શત્રુવાને જીતનારા ચાર ઉપાયથી તે પ્રકાશી રહ્યો હતે. બુદ્ધિને નિધિ એ રાજા અહંત દેવને, સાધુ ગુરૂને અને જિનપજ્ઞ ધર્મને જ હમેશાં માનતે. હતો. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં તે હમેશાં રમતો હવે, કારણ કે મહાપુરૂષનું પુણ્ય પુણ્યાનુબંધી જ હોય છે.
આવે તે વિવેકી મહારાજા સર્વ ઠેકાણે અનિત્યતા જાણી અને સંસારથી ઉદ્વેગ પામી ફક્ત દેશ માત્ર આશ્રયના ત્યાગી એવા શ્રાવકધર્મના આરાધનથી સંતુષ્ટ થયે નહીં, તેથી ઈદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવા તેણે વિમલસૂરિના ચરણ પાસે આવી સર્વ વિરતિપણું અંગીકાર કર્યું. સાધુપણે વિચરતા એ રાજા દુર્જનોની નિંદાથી હૃદયમાં ખુશી થતું હતું અને સજજનેએ કરેલી પૂજાથી ઉલટો લજજા પામતે હતો. પાપી લો કે તેને કલેશ પમાડતા તો પણ તે જરા પણ ઉદ્વેગ પામતે નહીં, અને મોટા લેકે પૂજા કરતા તે પણ જરા પણ ગર્વ ધરતે નહી. રમણીય ઉદ્યાન વિગેરેમાં વિહાર કરતે પણ તેમાં તેને રાગ થતું નહીં અને સિંહ વ્યાવ્ર વિગેરેથી ભયંકર અરણ્યમાં વિહાર કરવાથી તેને વિરાગ થતો નહીં. હેમંતઋતુમાં હિમ પડવાથી ગહન રાત્રિઓને, હાથીના આલાનસ્તંભની જેમ નિશ્ચલપણે કાર્યોત્સર્ગ કરીને નિર્ગમન કરતો હતો. સૂર્યની ગરમીથી ભયંકર ગ્રીમ ઋતુમાં તડકે રહીને કાઉસગ્ગ કરતાં છતાં પણ અગ્નિથી પવિત્ર કરેલા વસ્ત્રની જેમ ચળકતે હતો. વર્ષાઋતુમાં હાથીની પેઠે ધ્યાનવડે બે નેત્રને સ્થિર કરી વૃક્ષ નીચે પ્રતિમા ધારણ કરીને જ રહેતા હતા. જેમ ઋણ રહિત પુરૂષ વ્યાપારમાં ધન એકઠું કરે તેમ એકાવળી અને રત્નાવળી વિગેરે અનેક પ્રકારનાં તપ કરીને તપસંપત્તિ મેળવી હતી. તેમણે વીશ સ્થાનકોમાંના કેટલાક સ્થાનકના આરાધનવડે છેવટે તીર્થંકર નામ કમ ઉપાર્જને કર્યું. અને દીર્ધકાળ પર્યત વ્રત પાળી અનશન લઈ મૃત્યુ પામીને વિજય વિમાનને વિષે મહદ્ધિક દેવતા થયા.
૧ શામ, દામ, ભેદ, દંડ. ૨ કાઉસગ્ગ કરીને,