________________
પૂર્વ ૩ જી
૧૯
આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર ઇંદ્રની નગરી જેવી અાધ્યા નામે પુરી છે. તે નગરીમાં ઘેરઘેર રહેલા મણિમય સ્તંભામાં પ્રતિબિ’ષિત થયેલા ચંદ્રમા સ્થાવર પદાર્થોને પણ શૃંગારરૂપ દર્પણની શાભા આપે છે. ત્યાં દરેક ગૃહના આંગણામાં વૃક્ષેા ઉપર ક્રીડાની મયૂરીઆએ ખેચી ખેંચીને હારા લટકાવેલા છે, તેથી તે વૃક્ષેા કલ્પવૃક્ષની જેવા જણાય છે, ત્યાં રહેલી ચૈત્યાની શ્રેણીઓ ઝરતા ચંદ્રકાંત મણિએથી ઝરણાવાલા મેાટા પ તાની લીલાને વિસ્તારે છે. ચૈત્યની આગળ રત્નાથી બાંધી લીધેલી પૃથ્વીએ માં તારાઓનાં પ્રતિષિએ પડે છે, તે દેવતાઓએ મૂકેલી પુષ્પાંજલિ જેવા શેાભે છે. જેમાં ખાલલલનાઓ ખેલી રહેલી છે એવી ગૃહવાપિકાએ, જેમાંથી અપ્સરાએ નીકળે છે એવા ક્ષીરસમુદ્રની લક્ષ્મીને હરી લે છે. તેમાં કંડ સુધી મગ્ન થયેલી ગૌર અંગવાળી સ્ત્રીઓના મુખાથી એ વાપિકાએ સુવર્ણના કમળવાળી ક્ષણવાર દેખાય છે. નવીન મેઘથી પર્યંત નીચેની ભૂમિઆની જેમ વિશાળ ઉદ્યાનેાથી તે નગરીની બહારની ભૂમિએ શ્યામ ૨ગે છવાઈ રહી છે. દેવકૃત માટી ખાઈથી અષ્ટાપદ પર્વતની જેમ મનુષ્યકૃત માટી ખાઇથી એ નગરીના કિલ્લા ચેતરફથી વીટાઈ રહેલા છે. તે નગરીમાં સ્વર્ગને વિષે કલ્પવૃક્ષની જેમ ઘેર ઘેર દાતાર પુરૂષો સુલભ છે, પણ યાચકા દુલ ભ થઈ પડયા છે.
એ નગરીમાં ઇક્ષ્વાકુ વ‘શરૂપી ક્ષીર સમુદ્રમાં ચંદ્ર સમાન અને સશત્રુઓની લક્ષ્મીને સ્વયંવરપણે વરનાર સવર નામે રાજા છે. આજ્ઞાથીજ સર્વ ભુવનતળને સાધનારા એ રાજાના સ્થાનમાંથી કૃપણુના ખજાનામાંથી દ્રવ્યની જેમ કોઈવાર તરવાર બહાર પણ નીકળતી નથી. મેાટી ભૂજવાળા અને પેાતાના ઉગ્ર પ્રતાપથી સમર્થ એવા એ રાજાએ એક ચંદ્રવાળા આકાશની જેમ સમગ્ર પૃથ્વી એક ત્રવાળી કરી હતી. તેણે પૃથ્વીને દૃઢરીતેજ ધારણ કરી હતી, નહીતા દિગ્ધાત્રામાં પ્રયાણ કરનાર એ રાજાનાજ સૈન્યના ભારથી પૃથ્વી સહસ્ર રીતે ફાટી જાત. દિશાઓમાંથી દાસીની જેમ ખેંચીને આણેલી ચપલ એવી લક્ષ્મીને પણ તેણે પેાતાના ગુણાથી કેદ કરેલી હતી. અન્ય રાજાઓના ઘણા દંડ તેની પાસે આવતા તાપણ તેને કપિ ગર્વ થતા નહીં. કારણ કે નદીઓના જળથી સમુદ્ર જા પણ ગવ ધા નથી, પ્રસન્ન ચિત્તવાળા, હમેશાં નિર્લોભી અને પ્રમાદ રહિત એવે એ રાજા ધનાથ અને દરિદ્રીમાં મુનિની જેમ સમષ્ટિએ વત્તતા હતા. તે પ્રજાને ધર્મને માટે શિક્ષા કરતે પણ ધનની ઇચ્છાથી કરતા નહીં અને પ્રજાના રક્ષણને માટે શત્રુઓને શિક્ષા કરતા પણ દ્વેષબુદ્ધિથી નહી.. એક તરફ રાજ્યનાં તમામ કાર્યા અને એક તરફ ધર્મનું કાર્ય, એમ તાજવાની માફક સમભાગે તે પોતાના આત્મામાં ધારણ કરતા હતા.
એ સંવર રાજાને સિદ્ધાર્થ નામે રાણી હતી. શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી અને ગુણેાથી મનેાહર તે રાણી અંતઃપુરના આભૂષણ રૂપ ગણાતી હતી. વિલાસવડે મંદ એવી ગતિથી અને ઘણી મધુર વાણીથી એ મધુર આકૃતિવાળી રાણી રાજહંસીના જેવી શેભતી હતી. પવિત્ર લાવણ્યની સરિતા રૂપ એ રમણીનાં મુખ, નેત્ર, હાથ અને ચરણ કમલના જેવાં મનેાહર હતાં, નેત્રરૂપી કમલમાં જાણે ઇંદ્રનીલ મણિમય હાય, દાંતમાં જાણે મેાતીએ જડેલી હાય, અધર પલ્લવમાં જાણે પરવાળાથી વ્યાપ્ત હોય, નખામાં જાણે પદ્મરાગ મણિથી પ્રચુર હોય, અંગ ઉપર જાણે સુવર્ણ મય હાય અને સવ અંગે જાણે રત્નમય હાય એવી એ મહારાજ્ઞી અતિ રમણિક જણાતી હતી. નગરીઓમાં જેમ અયેાધ્યા, વિદ્યાઓમાં જેમ રોહિણી અને નદીઓમાં જેમ ગગા તેમ એ દેવી સતીમાં અગ્રેસર હતી. કેાઈવાર પ્રેમથી પણુ એ નારી પોતાના પતિ ઉપર ગુસ્સે થતી નહી. કારણ કે કુલવાન સ્ત્રીઓ,