________________
૧૪
સર્ગ ૧દુલે ગુપ્તિને ધારણ કરતા હતા, પાંચ સમિતિને સ્વીકાર કરતા હતા અને મૌન રાખી નિર્ભયપણે સ્થિર રહેતા હતા. અનુક્રમે સહસ્ત્રાગ્ર વનમાં સાળવૃક્ષની નીચે શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા પ્રભુએ કાર્યોત્સર્ગ કર્યો. ધ્યાનમાં વર્તાતાં પ્રભુને વૃક્ષના સુકાં પત્ર જેમ ખરી પડે તેમ તેમ ચાર પ્રકારના ઘાતિકર્મો ક્ષય થઈ ગયાં, એટલે કાતિક માસના કૃષ્ણ પક્ષની પંચમીને દિવસે ચંદ્રમાં મૃગશિર નક્ષત્રમાં આવ્યું તે, છટ્ઠ તપ કર્યો છે જેણે એવા પ્રભુને ભૂત, ભવિષ્ય અને વર્તામાન કાળની સર્વ વસ્તુને બતાવવામાં જામીન રૂપ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પરમધાર્મિકાએ કરેલા, ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર નિપજાવેલા દુઃખોને નાશ થવાથી નારકીઓને પણ ક્ષણવાર સુખથયું અને સર્વ સુર અસુરના ઈદ્રો પિતાના આસન ચલિત થવાથી કેવળજ્ઞાનનો મહિમા કરવાને ત્યાં આવ્યા.
પછી સમવસરણ કરવાને માટે વાયુકુમાર દેવતાઓએ એક જન સુધી પૃથ્વીને સાફ કરી અને મેઘકુમાર દેવોએ તેમાં સુગંધી જળનો છંટકાવ કર્યો. પછી વ્યંતરોએ સુવર્ણ અને રનના પાષાણોથી ભૂમિને બાંધી લીધી અને તે ઉપર પાંચ વર્ણના પુષ્પ વેરી દીધાં. તે પછી તેઓએ ચારે દિશાઓમાં ત છત્ર, ધ્વજા, તંભ અને મઘરમુખાદિ ચિન્હોથી સુશોભિત એવાં ચાર તેરણે વિકુળં. તેમની વચમાં ભવનપતિઓ એ રત્નની પીઠ બનાવી તેની ચોતરફ સુવર્ણના કાંગરાવાળો રૂપાને કિલે રો. તેની મધ્યમાં જ્યોતિષ્ક દેવાએ, પૃથ્વી રૂપી સ્ત્રીનું જાણે કંકણું હોય તેવો રત્નના કાંગરાવાળે સુવર્ણન કિલ્લો કર્યો. તેની ઉપર વિમાનપતિઓ (વૈમાનિકે)એ મણિક્યના કાંગરાવાળ રત્નમય કિલ્લે કર્યો. પ્રત્યેક કિલાને ચાર ચાર દરવાજા મૂક્યા. બીજા મધ્યના કિલ્લાની અંદર ઈશાન કૂણમાં દેવતાએ એ એક દેવછંદ રચ્યું. ત્રીજા કિલ્લાની પૃથ્વીના મધ્યભાગમાં વ્યંતરેએ બે કેશ અને આઠ ધનષ ઊંચું એક ચૈત્યવૃક્ષ બનાવ્યું. તેની નીચે મણિમય પીઠ બાંધીને એક પાદપીઠવાળું રત્નનું સિંહાસન કર્યું. તે દેવઈદ ઉપર ત્રણ સુંદર છત્રો રચ્યાં, બે પડખે ચંદ્રના જેવા ઉજજવળ ચામર ધારણ કરાવી બે યાને રાખ્યા, અને પરમ પ્રભુના ધર્મચક્રિપણાને સૂચવતું પ્રકાશમાન ધર્મચક્ર સમોસરણના આગળના ભાગમાં સ્થાપન કર્યું. પછી દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના નવ કમલ ઉપર ચરણને આરોપણ કરતા અને કોટી દેવતાઓએ વિટાયેલા પ્રભુએ પૂર્વ દ્વારથી સમોસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ ચિત્યક્ષને ત્રણ પ્રદક્ષિણ દઈ “નમતા ' એમ બોલીને પ્રભુ દેવછંદમાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. તરત જ વ્યંતરોએ સ્વામીના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પણ રત્નના સિંહાસન ઉપર પ્રભુનાં પ્રતિબિંબને સ્થાપન કર્યા. તે સમયે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં ભામંડળ થયું, આગળના ભાગમાં ઇંદ્રધ્વજ થયો, અને આકાશમાં દુંદુભિને નાદ થયે. પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને નમસ્કાર કરીને સાધુઓ અનિકણમાં બેઠા અને વૈમાનિક સ્ત્રીઓ તથા સાધ્વીઓ તેમની પાછળના ભાગમાં ઉભી રહી. ભવનપતિ,
તિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પ્રભુના ચરણને નમી નૈઋતકણમાં બેઠી. ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી પ્રભને નમી વાવ્યકૃણમાં અનુક્રમે બેઠા. વૈમાનિક દેવતા, નર અને નારીએ ઉત્તર દ્વારથી પ્રવેશ કરી સ્વામીને નમી અનુક્રમે ઈશાન દિશામાં બેઠા. એવી રીતે પહેલા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, બીજા કિલામાં તિર્યંચ અને ત્રીજા કિલ્લામાં સર્વ વાહને ગોઠવાયાં. પછી શકઈકે સ્વામીને નમસ્કાર કરી અંજલિ જોડીને ભક્તિ સહિત વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.