________________
સર્ગ ૧ લે
દ્વીપે આવી શાશ્વત અUતેની પ્રતિમાઓને અષ્ટાબ્લિકત્સવ કરી પિતપતાને સ્થાને ગયા.
પ્રાત:કાલે જિતારી રાજાએ પિતાને ઘેર પુત્રપણાને પામેલા જગપૂજય મહંત ભગવાનને માટે જન્મોત્સવ કર્યો. સર્વ નગરીમાં રાજ મંદિરની જેમ ઘેર ઘેર, માગે માર્ગે અને ચૌટે ચૌટે ઊત્સવ થઈ રહ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે અંબા (સીંગ )-નું ધાન્ય ઘણું થયું હતું, તેથી રાજાએ તેમનું સંભવનાથ અથવા સંભવનાથ એવું નામ પાડયું. બાળ સ્વરૂપી જગત્પતિને વારંવાર જોઈ મહારાજા પિતાના આત્માને અમૃતમાં મગ્ન થયા હોય તેમ માનવા લાગ્યા. પ્રભુને સ્પર્શ કરવાની ઈચ્છાથી રોજા ઉત્કૃષ્ટ માણિક્યની જેમ તેમને ઊત્સંગ, હૃદય અને મસ્તક ઉપર ધારણ કરવા લાગ્યો. ઈન્દ્ર નિમેલી પાંચ ધાત્રીઓ ભક્તિને વિસ્તારી, દેહની છાયાની પેઠે પ્રભુના સમીપ ભાગને છોડતી નહોતી. કેઈવાર પ્રભુ, ઉલ્લંગ પરથી ઉતરીને નિર્ભયપણે ભ્રમણ કરી સિંહણને જેમ બાળસિંહ હંફાવે તેમ તેને પકડી લેવા આવતી ધાત્રીને હંફાવતા હતા. પ્રભુ જે કે જ્ઞાનવાનું છે તથાપિ લોકોને બાળચેષ્ટા બતાવવાને રત્નમણિમય ભૂમિપર પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા પિતાને હાથ નાંખતા હતા. મનુષ્યરૂપ ધારણ કરી સમાનવયના થઈને આવેલા દેવતાઓની સાથે પ્રભુ ક્રીડા કરતા હતા. તેની સાથે ક્રીડા કરવાને બીજો કોણ સમર્થ થાય? કીડાથી દેડતા પ્રભુની અગળ જાણે હાથીઓની નકલ કરતા હોય તેમ પોતાની ગ્રીવાને વાળતા વાળતા દેવતાઓ દેડતા હતા. રમત રમતાં લીલા માત્રમાં પાડી નાખેલા અને “રક્ષાકરે, રક્ષાકરે,” એમ બેલતા દેવતાઓ ઉપર પ્રભુ, પરિણામે ગ્ય કૃપા કરતા હતા.
આ પ્રમાણે વિચિત્ર ક્રીડાઓથી અને જાત જાતની રમુજથી પ્રદેષ કાળને જેમ ચંદ્ર ઉલ્લંઘન કરે તેમ પ્રભુએ શિશુવયને ઉલ્લંઘન કર્યું. તે સમયે ચારસો ધનુષ ઊંચા સુવર્ણના જેવી કાંતિવાળા જગદગુરૂ કૌતુકથી પુરૂષનું રૂપ ધારણ કરીને આવેલા મેરુપર્વતની જેવા શોભવા લાગ્યા. તેમના મસ્તકનો મધ્યભાગ છત્રના જેવો ગોળ અને ઉન્નત જણાવા લાગ્યો, કેશ સ્નિગ્ધ અને શ્યામ થયા, લલાટની શોભા અષ્ટમીને ચંદ્ર જેવી થઈ, લેચન કાનની હદ સુધી વિશ્રાંત થયાં, કાન સ્કંધના ભાગ સુધી લટકવા લાગ્યા, સ્કંધ વૃષભના સ્કંધ જેવા દેખાવા લાગ્યા, ભુજાઓ મોટી થઈ, છાતીને ભાગ વિશાળ થયો, ઉદર સિંહનાં જેવું કૃશ થયું, સાથળ ગજેની સુંઢ જેવા જણાવા લાગ્યા, જા જો મૃગલીની જાંઘ જેવી ભવા લાગી, પગના ગુલ્ફને ભાગ અ૯પ દેખાવા લાગ્યો, ચરણ ફર્મના પૃષ્ટ જેવા ઉન્નત અને તળીએ સરખા જણાવા લાગ્યા, આંગળીએ સરલ થઈ, રોમરાય છુટા છુટા ઉગેલા શ્યામ તથા સ્નિગ્ધ થયા અને મુખને શ્વાસ કમળના જે સુગધી થયે. એવી રીતે નિરંતર મલિનતા રહિત અને સ્વભાવથી જ સર્વ અંગમાં સુંદર એવા જગત્પતિ શરદ ઋતુવડે જેમ પૂર્ણિમાને ચંદ્ર શેભે તેમ યૌવન વયથી અધિક શેવા લાગ્યા.
એક વખતે ઉત્સવની અતૃપ્તિને લીધે માતાપિતાએ દેવકન્યા જેવી રાજ કન્યાઓ પરણવાને પ્રભુને વિનંતી કરી. મેટા મનવાળા પ્રભુએ ભેગફળ કર્મ છે એમ જાણી માતાપિતાની આજ્ઞા પાળવાને રાજ કન્યાની સાથે પાણિગ્રહણ કરવાનું કબૂલ કર્યું. પ્રભુની સંમતિ થઈ એટલે જિતારિ રાજાએ તથા ઈન્દ્ર પ્રત્યક્ષ આવી સંભવ સ્વામીને વિવાહ મહોત્સવ આરંભે, જેમાં હાહા અને હૂહૂ નામના ગંધર્વો ગંભીર મૃદંગ વગાડી મધુર સ્વરે ગાયન કરવા લાગ્યા. રંભા, તિલોત્તમા વિગેરે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને