________________
તવાર્થાવગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨| સૂક્ષ્મ૧, ૨
વળી સૂત્રનો અર્થ સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રીએ કહ્યું કે આ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવનું આ સ્વસ્વરૂપ છે અર્થાત્ આ પાંચ ભાવોના સ્વરૂપવાળો જીવ પદાર્થ છે.
અહીં પથમિક આદિ પાંચ ભાવો કહ્યા, તેનો અર્થ આ પ્રમાણે છે – (૧) પથમિકભાવ :
જીવના અધ્યવસાયથી બંધાયેલાં કર્મો ઉપશમભાવને પામેલાં હોય ત્યારે તે કર્મના ઉપશમથી પ્રગટ થનારો જીવનો પરિણામ તે પથમિકભાવ છે. (૨) ક્ષાવિકભાવ -
જીવના અધ્યવસાયથી બંધાયેલાં કર્મોનો ક્ષય થવાથી પ્રગટ થતો જીવનો પરિણામ ક્ષાયિકભાવ છે. (૩) મિશ્રભાવ અર્થાત ક્ષાયોપથમિકભાવ:
જીવના અધ્યવસાયથી બંધાયેલા કર્મોનો ક્ષય અને ઉપશમ જેમાં વર્તતા હોય તે ક્ષાયોપથમિકભાવ છે. અર્થાત્ ઉદયમાન કર્મનો રસના વિખંભણથી ક્ષય અને અનુદયમાન કર્મના રસના વિખંભણરૂપ ઉપશમ જે કર્મોનો થાય તે ક્ષાયોપથમિકભાવ છે. (૪) દથિકભાવ -
જીવના અધ્યવસાયથી બંધાયેલાં કર્મો ઉદયમાં આવે તેનાથી જીવનો જે પરિણામ થાય તે ઔદયિકભાવ છે. (૫) પારિણામિકભાવ -
કર્મની અપેક્ષા વગર સંસારી જીવમાં કે મુક્ત જીવમાં જે પરિણામ વર્તતો હોય તે પારિણામિકભાવ છે. આમાંથી કેટલાક પારિણામિકભાવો કર્મવાળા જીવમાં વર્તે છે જ્યારે કેટલાક પારિણામિકભાવો મુક્ત જીવો અને સંસારી જીવો ઉભયમાં વર્તે છે. II/૧ અવતરણિકા -
સુત્ર-૧માં જીવવું સ્વરૂપ બતાવતાં પથમિક આદિ પાંચ ભાવો જીવનું સ્વરૂપ છે એમ કહ્યું. તેથી હવે આપશમિકભાવ આદિ પાંચેય ભાવોના અવાંતર ભેદો કેટલા છે? તે બતાવે છે – સૂત્ર -
દિનવા વિશેવિંશક્તિસિમેલા યથાન પાર/રા સૂત્રાર્થ:
બે, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદો યથાક્રમ છે=ઔપથમિક આદિ ભાવોના યથાક્રમ ભેદો છે. IIJચા