________________
છે અને વ્રત ભંગ કયારે થાય છે તે સમજાવ્યું છે, વળી પરિગ્રહના નવ પ્રકાર છતાં અતિચાર પાંચ જ કેમ તે પણ હેતુ પૂર્વક સમજાવ્યું છે.
૬ દિક્ષરિમાણ (૧) ગુણવ્રત–આ વ્રતમાં છ દિશાઓમાં જવા આવવાને નિયમ કરવાનું છે. એટલે આ ચૌદ રાજલકમાંથી પિતે વધારેમાં વધારે ચારે દિશામાં તથા ઉપર નીચે જવાને અમુક
જનાદિ વડે નિયમ કરે છે, એટલે તે નિયમ કરેલ ભૂમિ બહારના બધા પાપસ્થાનકનું વર્જન થાય છે. અને ઉપરનાં પાંચે અણુવ્રતના પાલનમાં આ વ્રત ઉપયોગી થાય છે માટે ગુણવ્રત કહેલું છે, તે સમજાવીને આ વ્રતમાં પણ પાંચ અતિચારે લાગે છે તે શાથી લાગે છે તે સમજાવ્યું છે.
૭ ભેગોપભેગ વિરમણ (૨) ગુણવ્રત–આ વ્રતમાં ભોગ અને ઉપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવાનું હોય છે. તેમાં ભોજન આશ્રી પાંચ અતિચારે અને કર્મ (કર્માદાન) આથી ૧૫ અતિચારોનું સ્વરૂપ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે. આ ઉપરાંત ૨૨ અભ, ચલિત રસ અભક્ષ્ય વસ્તુઓ, વ્યવહારૂ વનસ્પતિઓમાં સચિત્ત અચિત્તને વિચાર, બત્રીસ અનંતકાયનું સ્વરૂપ, આ વ્રતમાં ધારવામાં આવતા ૧૪ નિયમોનું સ્વરૂપ, અણુહારી વસ્તુઓ વગેરે વિસ્તાર પૂર્વક જણાવેલ છે.
૮ અનર્થદંડ વિરમણ (૩) ગુણવ્રત–આ ત્રીજા ગુણવતમાં અનર્થ એટલે પ્રયજન વિના કરવામાં આવતી નિરર્થક પ્રવૃત્તિઓને ત્યાગ કરવાનું જણાવ્યું છે. તેમજ આ વ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ સમજાવી તેનું વર્જન કરવાનું જણાવ્યું છે.
૯ સામાયિક (૧) શિક્ષાવ્રત–આ પહેલા શિક્ષાવ્રતનું સ્વરૂપ જણાવતાં સામાયિક શાથી કહેવાય તે સમજી ઋદ્ધિવંત શ્રાવકનો