________________
ભંગ કયારે ગણાય? આ વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ. આ અતિચારે ક્યા કર્મના ઉદયથી લાગે ? શ્રાવકે અહિંસા પાળવા કેવી કેવી જયણા રાખવી વગેરે જણાવ્યું છે.
૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત–આ વ્રતમાં કન્યા આદિ સંબંધી પાંચ મેટાં જૂઠને ત્યાગ કરવો તે ઉપરાંત બીજા પણ ત્યજી શકાય તેવાં જૂઠને ત્યાગ કરે. વળી કયા કયા ભાંગે આ વ્રત લેવાય છે. તથા આ વ્રતમાં પણ પાંચ અતિચારે લાગે છે તેને ત્યાગ કરવાનું જણાવ્યું છે.
૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત– અદત્ત એટલે ચેરી તેને સ્થૂલથી ત્યાગ કરવાનું આ વ્રતમાં જણાવ્યું છે. આ વ્રતમાં કઈ કઈ મેટી ચેરીને શ્રાવકે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ચોર કેટલા પ્રકારના છે તે તથા આ વ્રતમાં પાંચ અતિચારે શાથી લાગે તે સમજાવ્યું છે.
૪ સ્વદાર સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત–આ વ્રતમાં સ્વદારી કોને કહેવાય તથા પરસ્ત્રી કેને કહેવાય તે વિસ્તારથી સમજાવ્યું છે. પર સ્ત્રીના ત્યાગમાં સ્વસ્ત્રી સંતોષને સમાવેશ નથી તે જણાવી આ વ્રતમાં કયા કયા મિથુનનો ત્યાગ કર. વળી આ વ્રત શ્રાવક ક્યા ક્યા પ્રકારે ઉચ્ચરી શકે. સામાન્યથી આ વ્રતમાં પાંચ અતિચારે છે, છતાં આ વ્રત કઈ કઈ રીતે ઉચ્ચરનારને કયા કયા અતિચારે લાગે વગેરે યથાર્થ સમજુતી પૂર્વક કહેલું છે. તે ઉપરાંત આ વ્રત ઉચ્ચરનાર સ્ત્રીઓએ પણ આ વ્રત કેવી રીતે પાલવું. તેને પણ પાંચ અતિચારમાંથી કયા અતિચારે ક્યારે લાગે તે સમજાવ્યું છે.
૫ સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત–આ વ્રતમાં શ્રાવકે પિતાની પાસે રાખવા યોગ્ય ધન ધાન્યાદિકના ઉપયોગનું પરિમાણુ કરવું. આ પરિમાણ કરવાથી તેને શું લાભ થાય છે. મુખ્યત્વે નવ પ્રકારના પરિગ્રહે છે તે જણાવીને આ વ્રતમાં કયા અતિચારે કયારે લાગે