Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૩
પ્રતિએને પરિચય ૨. ભિન્ન ભિન્ન પ્રાંતની પ્રતિએ અને તેમનું વર્ગીકરણ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ, પંજાબ અને બંગાળા એ
બધા પ્રાંતમાંથી સન્મતિની પ્રતિઓ મંગાવેલી. સન્મતિ ગુજરાતમાંથી અમદાવાદના પહેલાના ભંડારની fકલિત પ્રતો એક, શ્રી ગુલાબવિજયજીના સંગ્રહની એક અને
ચંચળબહેનન ભંડારની એક અધૂરી અને એક પૂરી એમ બે, સાણંદના ભંડારની એક, માંડલના ભંડારની એક, પાટણના વાડીપાર્શ્વનાથ ભંડારની એક, ત્યાંના હાલાભાઈને ભંડારની એક અને સંધવીના પાડામાંના પટવાના ભંડારની બે, વડેદરાથી શ્રી કાંતિવિજયજીના, શ્રી હંસવિજયજીના અને ગેકળભાઈના સંગ્રહની એકએક એમ ત્રણ, જયવિજયજીના ડભેઈન સંગ્રહની એક, સુરતથી શ્રી કૃપાચંદ્રજીના સંગ્રહની એક, અને શ્રી આણંદસાગરજીના સંગ્રહની એક એમ બે, પાલણપુરથી મુનિશ્રી કુમુદવિજયજીની એક એમ સત્તર પ્રતિઓ આવેલી.
કચ્છમાંથી કેયડાના અને મુંદ્રાના ભંડારમાંથી પણ એક એક એમ બે પ્રતે આવેલી.
કાઠિયાવાડમાંથી લિંબડીના જ્ઞાનભંડારની એક, ભાવનગરના સંઘના ભંડારની એક તથા શાંતમૂતિ શ્રી વૃદ્ધિચંદ્રજીના સંગ્રહની એક તથા પં. ગંભીરવિજયજીના સંગ્રહની એક એમ ચાર પ્રતો આવેલી.
દક્ષિણમાંથી પૂનાના ભાંડારકરપ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરના સંગ્રહમાંની એક અને મુંબઈના અનંતનાથના ભંડારની એક એમ બે પ્રત આવેલી.
પંજાબમાંથી હુશિયારપુરના શ્રી વિજયાનંદસૂરિના સંગ્રહની બે પ્રત આવેલી.
બંગાલમાંથી બાલુચરના ભંડારની એક અને કલકત્તાના બાબુ પુરણચંદ્ર નાહરની એક એમ બે પ્રતે આવેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org