Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
બાગમ રહસ્ય
પ્રશ્નો જીવાજીવનાં ભેદેનાં કારણે પ્રભુ મહાવીરને પછાએલા જેને પ્રત્યુત્તર જ્ઞાનના બળે પ્રભુએ દઈ શ્રી ગણધર મહારાજને સંતોષ આપે તેનું સવિસ્તર વર્ણન આ સૂત્રમાં છે. તેના ૪૧ શતક ને મૂળ લેક ૧૫૭૫૨ છે. ટીકા વિ. સં. ૧૧૨૮ માં શ્રીઅભયદેવસૂરિજીએ બનાવેલી છે અને શ્રી દ્રોણાચાર્યે આના ઉપર સુંદર જ્ઞાનબળે સંશોધન કરી ૧૮૬૧૬ લેકની બીજી ટીકા લખી છે. ચણી ૪૦૦૦ લેકની પૂર્વાચાર્યોએ બનાવેલી છે. કુલ સેકસંખ્યા ૩૮૩૬૮ છે. આની લઘુ વૃત્તિ વિ. સં. ૧૫૬૮ માં ઉપાધ્યાય શ્રી દાનશિખરજીની બનાવેલી ૧૨૦૦૦ કપ્રમાણમાં છે.
નોંધ-તાડપત્રની પ્રાચીન સૂચિમાં લેકપ્રમાણ ૧૫૨૪૦ છે અને કુલ ક્ષેકસંખ્યા ૧૯૦૧૦ છે. ૬. જ્ઞાતાધર્મકથાંગ–આ સૂત્રમાં પ્રથમ આરાથી પાંચમા આરાની શરૂઆત સુધીમાં એટલે
પ્રભુ મહાવીરનાં જીવનકાળ સુધીમાં થયેલ જેન ધર્મની મહાન વિભૂતિઓ, આદર્શ સતીઓ અને ચારિત્રવાન ધર્મ પ્રભાવિક વીર પુરુષોનું વર્ણન છે. તેમાં પ્રથમ અધ્યયન ૧૯ છે, લેક પ૫૦૦ છે, ટીકા શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી ૪રપર
મલેકપ્રમાણુ ને સર્વ કસંખ્યા ૭૫ર છે. ૭. ઉપાસકદશાંગસૂત્ર—આ સૂત્રમાં આનંદ, કામદેવ આદિ ૧૦ શ્રાવકેનાં ચરિત્ર છે.
અધ્યયન ૧૦, મૂળ લોક ૮૧૨, ટીકા શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી લેક ૯૦૦,
કુલ સંખ્યા ૧૭૧૨. ૮. અંતગડદસાંગ—આ સૂત્રમાં પ્રભુ મહાવીરનાં ખાસ દીક્ષિત મુનિ મહારાજે મોક્ષે ગયા
તેમનું વર્ણન ૯૦ અધ્યયનમાં છે. મૂળ લેક ૯૦૦, ટીકા અભયદેવસૂરિજીની ૩૦૦ લેકની બનાવેલી છે. કુલ લેકસંખ્યા ૧૨૦૦ની છે.
નોંધ-તાડપત્ર સૂચિમાં મૂળ લેક ૭૯૦ જણાવ્યા છે. ૯આયુત્તરોવવાઈ–આ સૂત્રમાં જે મુનિમહારાજે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા :
તેનું વર્ણન ૩૩ અધ્યયનમાં છે. લેક ૧૯૨, ટીકા શ્રી અભયદેવસૂરિજીની કરેલી
લેક ૧૦૦, કુલ લેક ર૯૨. ૧૦. પ્રશ્નવ્યાકરણ–આ સૂત્રમાં આશ્રવ અને સંવરનું વર્ણન ૧૦ અધ્યયનમાં છે. લેક
૧૨૫૦, ટીકા શ્રી અભયદેવસૂરિજીની લેક ૩૪૬૦, કુલ લોકસંખ્યા ૪૭૧૦. ૧૧. વિપાકસૂત્ર—આ સૂત્રમાં સુખદુઃખ યાને કર્મફળ ભક્તાવળી સંબંધમાં અધિકાર અધ્યયન
૨૦, લેક ૧૨૧૬, અભયદેવસૂરિજીની બનાવેલી ટીકા કલેક ૯૦૦, કુલ કલેક ૨૧૧૬.