________________
૧૦
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના યુક્તિથી પૂજાની ક્રિયાથી પણ ભગવાનની વૈયાવચ્ચ થઇ શકે છે તે વાત આગમપાઠથી સ્થાપન કરેલ છે.
વળી, શાસ્ત્રમાં અશનાદિથી વૈયાવચ્ચ કરવાનું કથન છે. ત્યાં અશનાદિમાં “આદિ' પદથી પાનકનું જળનું, ગ્રહણ કરેલ નથી પરંતુ ભક્તિ આદિનું ગ્રહણ કરેલ છે એ વાત યુક્તિથી શ્લોક-૪૮માં બતાવેલ છે.
શ્લોક-૪૯માં ચૈત્યપદનો અર્થ જ્ઞાન કરીને સ્થાનકવાસીઓ શાસ્ત્રમાં બતાવેલા પદાર્થોને સંગત કરે છે, અને કહે છે કે, ચૈત્યપદથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થતી નથી, તેનું ગ્રંથકારે વ્યાકરણની મર્યાદાથી “ચૈત્ય' પદ દ્વારા જ્ઞાન અર્થ થઇ શકે નહિ તે યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૫૦માં ભગવાનની પૂજાને વૈયાવચ્ચરૂપે સ્વીકારવામાં આવે તો ચોથા ગુણસ્થાનકમાં અવિરતિ હોવાને કારણે ભગવાનની ભક્તિરૂપ વૈયાવચ્ચ સંગત થાય નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરીને ચોથા ગુણસ્થાનકે પણ અનંતાનુબંધીના વિલયથી=ણયોપશમથી આંશિક ચારિત્ર છે તેમ બતાવીને સમ્યગ્દષ્ટિને ભગવાનની પૂજારૂપ વૈયાવચ્ચ છે તે વાત બતાવેલ છે.
શ્લોક-૫૧માં ચોથા ગુણસ્થાનકમાં અનંતાનુબંધીના ક્ષયોપશમથી ચારિત્ર સ્વીકારીને, ભગવાનની પૂજારૂપ વૈયાવચ્ચ અવિરત સમ્યગ્દષ્ટિને સંભવે છે તેમ સ્વીકારવાથી ચોથા ગુણસ્થાનકે અવિરતિ સંગત થાય નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરેલ છે, અને તેનાથી બતાવેલ છે કે સમ્યગ્દષ્ટિને પણ અંશથી વિરતિ હોવા છતાં અલ્પ અંશ હોવાને કારણે અવિરતસમ્યગ્દષ્ટિ કહેલ છે.
શ્લોક-પર/પ૩માં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં ધર્માર્થહિંસાને પણ હિંસા હેલ છે, અને ધર્માર્થહિંસા કરનારને મંદબુદ્ધિવાળા કહેલ છે, તેથી ભગવાનની પૂજામાં પણ ધર્માર્થહિંસા છે એવો કોઇને ભ્રમ થાય તેનું નિરાકરણ કરેલ છે.
વળી, શ્લોક-પ૩માં સુબુદ્ધિમંત્રીના દૃષ્ટાંતથી જિતશત્રુરાજાને ધર્મ પમાડવા માટે કરાયેલ આરંભવાળી જલશોધનની ક્રિયાને પણ ધર્મરૂપે સ્થાપવાની યુક્તિ બતાવેલ છે.
શ્લોક-૫૪પપપકમાં ભાગીય હિંસાને ધર્મરૂપે કહેનાર વેદનાં વચનોને હિંસારૂપે સ્થાપન કરીને ભગવાનની પૂજામાં લેશ પણ હિંસા નથી, અને ત્યાગીય હિંસા ધર્મરૂપ નથી પરંતુ હિંસારૂપ છે, તેની સ્થાપક અનેક યુક્તિઓ બતાવેલ છે.
વળી, જેમ યાગીય હિંસામાં હિંસા છે, તેમ પૂલથી જોતાં ભગવાનની પૂજામાં પણ હિંસા છે; આમ છતાં ફળથી અહિંસા હોવાના કારણે, ભગવાનની પૂજામાં હિંસાકૃત લેશ પણ કર્મબંધ નથી, અને યાગીય હિંસામાં એકાંતે હિંસા હોવાને કારણે લેશ પણ ધર્મ નથી, એવી યુક્તિ બતાવેલ છે.
શ્લોક-પ૩/૫૭માં કોઇને શંકા થાય કે ભગવાનની પૂજામાં પણ આરંભ તો છે, માટે ભગવાનની પૂજા કરતાં નિરારંભ એવી સામાયિકાદિની પ્રવૃત્તિ ઉચિત છે તેનું નિરાકરણ કરેલ છે. અને યુક્તિથી સ્થાપન કરેલ છે કે વિધિપૂર્વક ભગવાનની પૂજા કરનારને લેશ પણ કર્મબંધ નથી, એટલું જ નહિ પણ