________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
શ્લોક-૪૨માં મહાનિશીથસૂત્રના કેટલાક આલાપકો અશ્રદ્ધેય છે, એ પ્રકારના પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચન દ્વારા સંપૂર્ણ મહાનિશીથસૂત્રને અપ્રમાણરૂપે શ્વેતાંબર સંપ્રદાયને ગ્રહણ કરીને મહાનિશીથસૂત્રના વચનથી મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ, એ પ્રકારની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ કરેલ છે.
વળી, મહાનિશીથસૂત્રના કેટલાક આલાપકોને છોડીને સંપૂર્ણ મહાનિશીથસૂત્ર શ્રદ્ધેય છે, એ પ્રકારનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબનું વચન અને તેમ સ્વીકારવા પાછળની તેમની યુક્તિ અને વૃદ્ધવાદ પ્રમાણે સંપૂર્ણ મહાનિશીથસૂત્રને પ્રમાણરૂપે સ્વીકારની યુક્તિ શ્લોક-૪૨માં બતાવેલ છે.
શ્લોક-૪૩/૪૪માં મહાનિશીથસૂત્રના સાવદ્યાચાર્યના વચનને ગ્રહણ કરીને મૂર્તિની અપૂજ્યતાની સ્થાપક લુપાકની યુક્તિનું નિરાકરણ કરેલ છે.
શ્લોક-૪પમાં સાવદ્યાચાર્યના વચનનું જે રીતે તાત્પર્ય હતું તે રીતે જ દરેક શાસ્ત્રોના વચનોને ઉચિત રીતે જોડીને સૂત્રને નિઃશંકિત કરવાથી પ્રવજ્યાની સાર્થકતાની પ્રાપ્તિ થાય છે તે વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૪૬માં વજાચાર્યના સાધુને યાત્રાનિષેધના દૃષ્ટાંતથી ભગવાનની મૂર્તિને અપૂજ્યરૂપે સ્વીકારની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ કરેલ છે, અને તેના દ્વારા અવિધિપૂર્વકની તીર્થયાત્રા સાધુને દુષ્ટ છે અને વિધિપૂર્વકની તીર્થયાત્રા સાધુને સંમત છે એ વાત યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, સાવદ્યાચાર્ય અને વજાચાર્યનું દૃષ્ટાંત વિસ્તારથી બતાવેલ છે, અને સાવદ્યાચાર્યના દૃષ્ટાંતમાં મઠાધીશોની જિનાલયની પ્રવૃત્તિને સાવદ્ય કહીને સાવદ્યાચાર્યે કઇ રીતે સંસાર પરિમિત કર્યો અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, અને તે જ સાવદ્યાચાર્યે પાછળથી ઉસૂત્રભાષણ કરીને અનંતસંસારની કદર્થના કઇ રીતે પામ્યા, તે વાત શ્લોક-૪૦માં બતાવેલ છે. અને કેવા કેવા પ્રકારના ઉસૂત્રભાષણથી અનંતસંસાર થઇ શકે એવો બોધ કરાવનારાં અનેક વચનો સાવદ્યાચાર્યના દૃષ્ટાંતમાં જોવા મળે છે, અને વજાચાર્યના દૃષ્ટાંતમાં સાધુને કઈ રીતે અવિધિથી કરાયેલ તીર્થયાત્રા સંસારના પરિભ્રમણનું કારણ બને છે, અને જ્યારે શિષ્યો માર્ગની વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ગુરુને શું ઉચિત કર્તવ્ય છે, તેનો બોધ વજાચાર્યના દૃષ્ટાંતથી થાય છે.
શ્લોક-૪૭માં ભગવાને સોમિલના પ્રશ્નમાં સાધુને તપ-સંયમરૂપ યાત્રા બતાવેલ છે, તેથી સાધુને તીર્થયાત્રા હોઇ શકે નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરેલ છે.
વળી, ભગવાનની કેવલજ્ઞાન પછી તપ-સંયમરૂપ યાત્રા શું છે ? તેનો પણ પરમાર્થ શ્લોક-૪૭માં ખોલેલ છે.
શ્લોક-૪૮માં ભગવાનની પૂજાની ક્રિયા ભગવાનની વૈયાવચ્ચરૂપ છે, એ વાત યુક્તિથી સ્થાપન કરેલ છે ત્યાં કોઇને શંકા થાય કે વૈયાવચ્ચ તો આહારાદિના સંપાદનથી થાય છે, તેનું નિવારણ કરીને