________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
વળી, હિંસાના સ્વરૂપના વિવેચનમાં અને હિંસાના વિષયવિભાગમાં નયોનો અભિપ્રાય ક્યાં જુદો પડે છે, તેનું પણ યુક્તિથી શ્લોક-૩૦માં સમર્થન કરેલ છે.
વળી, કોઇ જીવે મરણ વખતે સર્વ વસ્તુ વોસિરાવી ન હોય તો, પૂર્વભવના શરીરથી થતી હિંસાની પ્રાપ્તિ તે જીવને થાય છે, તે કથન તે જીવના અવિરતિના નિમિત્તથી ઉપચાર કરીને કહેવાય છે, અને તે ઉપચાર કઇ અપેક્ષાએ છે તેનું શાસ્ત્રપાઠ અને યુક્તિથી શ્લોક-૩૦માં સ્થાપન કરેલ છે.
વળી, જેમ ભગવાનની પૂજા એ ક્રિયાત્મક છે તેમ સમ્યગુદર્શન પણ ક્રિયાત્મક છે, તેથી ક્રિયા સંસારનું કારણ હોય, મોક્ષનું કારણ ન થઇ શકે, તેવી માન્યતાનું યુક્તિથી નિરાકરણ કરેલ છે.
વળી બૌદ્ધના મતમાં હિંસાનાં પાંચ અંગો હોય ત્યાં જ હિંસા મનાય છે, અન્યત્ર નહિ, તેનું યુક્તિથી નિરાકરણ કરેલ છે. અને બૌદ્ધ માને છે તે પરિજ્ઞાઉપચિત, અવિજ્ઞોપચિત, ઇર્યાપથ અને સ્વપ્નાન્તિક એ ચાર પ્રકારની હિંસાનું સ્વરૂપ શ્લોક-૩૦માં વિસ્તારથી બતાવેલ છે.
શ્લોક-૩૧ થી ૩૪માં જિનમંદિરથી થતાં લાભોનું વર્ણન બતાવેલ છે.
શ્લોક-૩૧માં દ્રવ્યસ્તવમાં વિતૃષ્ણાને કારણે અપરિગ્રહવ્રતની દઢતા થાય છે, દાનધર્મથી ધર્મની ઉન્નતિ થાય છે, સદુધર્મના વ્યવસાયથી મલિનારંભના અનુબંધનો ઉચ્છેદ થાય છે અને ચૈત્યને નમસ્કાર કરવા માટે આવેલા સાધુના વચનને સાંભળવાથી તત્ત્વનો બોધ થાય છે, એ વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૩૨માં જિનમંદિરના દર્શન માટે આવેલા અનેક સંઘોનો પરિચય થવાથી, સંઘમાં રહેલા ઘણા શાસ્ત્રના જાણકારો એવા શ્રાવકોનો પરિચય થાય છે, અને તેનાથી ઘણા શાસ્ત્રના તત્ત્વોનો બોધ પ્રાપ્ત થાય છે, અને તેનાથી સદ્યોગ અવંચકાદિ ક્રમથી પરમસમાધિની પ્રાપ્તિ થાય છે, તે વાત કહેલ છે.
શ્લોક-૩૩માં ભગવાનની પૂજાના કાળમાં ભગવાન સાથે તન્મયતા થવાથી સમાપત્તિ પ્રાપ્ત થાય છે, અને તે વખતે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે, અને વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર અને ક્રોધાદિ ઉપદ્રવો શાંત થાય છે, માટે દ્રવ્યસ્તવથી ઘણા ગુણોની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનું કથન કહેલ છે.
શ્લોક-૩૪માં પૂજાની ક્રિયામાં દશત્રિકાદિ વિધિમાં યત્ન કરવાથી દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ બને છે તે વાત યુક્તિથી બતાવેલ છે, અને જેમ દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો પણ ભાવસ્તવ ન કહ્યો તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, નૈયાયિક દેવતાનું લક્ષણ શું કરે છે તે બતાવીને, શબ્દાત્મક દેવતાને માનનાર મીમાંસકનું ખંડન તૈયાયિક કઇ રીતે કરે છે તે બતાવેલ છે, અને મીમાંસક અચેતન દેવતાને માને છે અને તેમાં મીમાંસકની યુક્તિ બતાવીને મીમાંસકો તૈયાયિકની સચેતન દેવતાની માન્યતાનું કઇ રીતે ખંડન કરે છે, તે બતાવેલ છે, અને ગ્રંથકારને નયભેદથી સચેતન અને અચેતન બંને દેવતા માન્ય છે, તે યુક્તિથી સ્થાપન કરેલ છે. આમ છતાં નૈયાયિકને માન્ય અને મીમાંસકને માન્ય એવા દેવતા યોગીઓને ઉપાસનીય નથી,