________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાથન
* શ્લોક-૫૨માં મૂળ શ્લોકમાં મુ.પુ. માં સુરે (નને: ?) પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં નનેઃ પાઠ મળેલ છે તેથી નનેઃ પાઠ લીધેલ છે.
* શ્લોક-૫૪માં મુ.પુ.માં રાવિ (શšાવિ ?) રોનોછેવાર્થમ્ પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં‘પ્રમાવિરામોછેવાર્થમ્' પાઠ મળેલ છે અને સંગત જણાવવાથી તે પાઠ લીધેલ છે.
* શ્લોક-૬૦માં મુ.પુ.માં નિનપૂનાાયવધમુવેત્ય પ્રવૃત્તેêશિતે પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં નિનપૂનાાયવધોપેત્યપ્રવૃત્તેર્વશિતત્વાન્ પાઠ છે, તે સંગત લાગવાથી તે લીધેલ છે.
આ રીતે અનેક બીજા પણ પાઠોની શુદ્ધિ હસ્તપ્રતના આધારે અને ઉદ્ધરણગત પાઠોની શુદ્ધિ તે તે ગ્રંથની પ્રતોના આધારે કરેલ છે.
આ ગ્રંથના પ્રુફસંશોધનકાર્યમાં પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યા સા. ચારુનંદિતાશ્રીજી મ.ના શિષ્યા સા. હિતરુચિતાશ્રીજીનો સહયોગ સાંપડેલ છે, તથા સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહનો પ્રુફસંશોધનકાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તે માટે વિશેષ સહયોગ સાંપડેલ છે, અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અનુભવેલ છે.
છદ્મસ્થતાવશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં માંગું છું.
પ્રાંતે અંતરની એક જ મહેચ્છા કે દેવ-ગુરુની અસીમ કૃપાથી સ્વઆત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, અને મને પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી તે સ્વાધ્યાયની પરિણતિ દ્વારા ક્રમે કરીને નિઃસંગભાવની અનુભૂતિ, પ્રાતિભજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિનો પ્રારંભ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, પૂર્ણ વીતરાગઅવસ્થાના આસ્વાદની અનુભૂતિ, યોગનિરોધ દ્વારા સર્વસંવર ભાવની પ્રાપ્તિ અને પરિપૂર્ણસુખસ્વરૂપ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ નિકટના ભવોમાં થાય, મુક્તિસુખની ભાગી બની શકું એ જ શુભાશયથી કરેલો આ નાનકડો પ્રયાસ સફળતાને પામો, એ જ શુભભાવના !
વિ. સં. ૨૦૫૮, અષાઢ સુદ-૬, સોમવાર, તા. ૧૫-૭-૨૦૦૨, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
પરમપૂજ્ય પરમતારક પરમારાઘ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પ. પૂ. સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વીશ્રી રોહિતાશ્રીજી મ. સા. ના શિષ્યરત્ના સાધ્વીશ્રી ચંદનબાલાશ્રી