________________
૬
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
પ્રતિમાશતક ગ્રંથરત્નમાં આવતા
શ્લોક-૩૦ થી ૬૦ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
મોક્ષનું કારણ એવું દ્રવ્યસ્તવ ગૃહસ્થો સેવે છે તેમ સાધુભગવંતો કેમ સેવતા નથી ? તે કથન શ્લોક-૩૦માં યુક્તિથી બતાવેલ છે.
વળી, કોઇને પ્રશ્ન થાય કે, જેમ કૂપદૃષ્ટાંતથી શ્રાવકને પૂજા ગુણકારી છે તેમ સાધુને પણ પૂજા ગુણકારી હોવી જોઇએ, તે શ્લોક-૩૦માં કહેલ છે.
વળી, ગૃહસ્થને પૂજામાં જો સાવઘનું સ્ફુરણ થતું નથી તો સાધુને પણ પૂજામાં સાવઘનું સ્ફુરણ થવું જોઇએ નહિ, તેનું નિરાકરણ કરીને શ્રાવકને ભગવાનની પૂજામાં અધ્યાત્મનું સ્ફુરણ થાય છે, “જ્યારે સાધુને પૂજામાં સાવદ્યનું સ્ફુરણ કેમ થાય છે ?” તે યુક્તિથી શ્લોક-૩૦માં સ્થાપન કરેલ છે, અને આથી જ મલિનારંભી ગૃહસ્થો દ્રવ્યસ્તવના અધિકારી છે, જ્યારે નિરારંભી એવા સાધુઓ દ્રવ્યસ્તવના અધિકારી નથી.
વળી, દ્રવ્યસ્તવ ચારિત્રમોહનીયનો ક્ષયોપામ પેદા કરવા દ્વા૨ા ફળથી સંયમનું કા૨ણ છે, જ્યારે સાધુ તો દ્રવ્યસ્તવથી પ્રાપ્તવ્ય એવા ચારિત્રમોહનીયના ક્ષયોપશમને પામેલા હોવાથી ભાવસ્તવના અધિકારી છે, તે શ્લોક-૩૦માં બતાવેલ છે.
વળી, સ્વ-૫૨ અને ઉભયના ભેદથી પારિતાપનિકી ક્રિયા શાસ્ત્રમાં કહેવાયેલ છે, તેથી લોચ કરવામાં અને તપના અનુષ્ઠાનમાં પણ પારિતાપનિકી ક્રિયા પ્રાપ્ત થાય છે અને પારિતાપનિકી ક્રિયા કર્મબંધનું કારણ છે; એવી શંકાનું નિરાકરણ કરીને લોચ કરવામાં કે તપ અનુષ્ઠાન કરવામાં કેવો અધ્યવસાય છે કે જેથી ત્યાં પારિતાપનિકી ક્રિયા નથી, તે શ્લોક-૩૦માં યુક્તિથી બતાવેલ છે.
વળી, પ્રવચનના માલિન્યના રક્ષણ માટે અપ્રમત્તમુનિઓને પણ માયાપ્રત્યયિકી ક્રિયા હોઇ શકે છે, તે વાત આગમના વચનથી બતાવીને, અપ્રમત્તસંયતને નવમા ગુણસ્થાનક સુધી કષાયોનો વ્યક્ત ઉપયોગ મુનિને હોઇ શકે છે, તે વાત શ્લોક-૩૦માં કહેલ પ્રવચનમાપ્તિન્વરક્ષળાર્થમેવ સા નાન્યજ્ઞાન કૃત્યર્થસ્ય વૃત્તો વ્યાધ્યાનાત્ એ કથન, અને પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેલ માયાપ્રત્યયાપ્લનિવૃત્તિવાવ સંપાયું યાવદ્ભાવિની પરતો ન મવૃત્તિ એ કથન, આ બંને કથનથી નક્કી થાય છે.
વળી, અધ્યવસાય પ્રમાણે ક્રિયા શુભ કે અશુભ કહેવાય છે એ પ્રકારની નિશ્ચયનયની માન્યતા ભગવતીસૂત્રના પાઠથી અને પ્રજ્ઞાપનાસૂત્રના પાઠથી પુષ્ટ કરેલ છે.
વળી, હિંસાદિ પાંચે પણ અવ્રતો અધ્યવસાય પ્રમાણે જ હિંસા કે અહિંસારૂપ બને છે, પરંતુ બાહ્ય હિંસા કે અહિંસાથી હિંસા કે અહિંસારૂપ બનતા નથી, એ વાત પૂ. મલયગિરિ મહારાજના વચનથી સ્થાપન કરેલ છે.