Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૪
પંચ પ્રતિક્રમણસૂત્રો
હોય ત્યારે એકાસણામાં પણ ઘી સિવાય દૂધ, દહીં, તેલ, ગોળ, ખાંડ અને કઢાઈમાં બનાવેલી કોઈ પણ ઘીની પણ મીઠાઇઓ વગેરે પાંચ વિગઇઓ અને તેની કોઈ પણ બનાવટોનો મૂળથી ત્યાગ હોય છે. ફકત શાક દાળમાં - તેલ ગોળ કોકમ આવે તેટલી જ છૂટી. ખરેખર, આવાં કલ્પવૃક્ષો વિદ્યમાન છે, ત્યાં સુધી આપણી સંસ્કૃતિ નિર્ભય છે.*
૫૯. માટે આત્મકલ્યાણની ભાવનાથી, સંસ્કૃતિના સંરક્ષણની ભાવાથી, ભાવિ પ્રજામાં વારસો લંબાવવાની ભાવનાથી, યથા યોગ્યકાલે યથાયોગ્ય વિધિથી, જેવી રીતે બાળક જન્મ્યો હોય, તેવી રીતે યથાજાત મુદ્રાથી, માત્ર ગુપ્તાંગ ઢાંકવા મુનિઓએ ચોલપટ્ટક અને શ્રાવકે માત્ર શુદ્ધ પંચિયું પહેરીને, ખુલ્લા શરીરે તથા સાધ્વી અને શ્રાવિકાએ શાસ્ર નિર્દિષ્ટ ઉપગરણો પહેરીને, જૈન મુનિર્લિંગની મદદથી યથાયોગ્ય વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ જૈન ધાર્મિક આસનો અને મુદ્રાઓ સાચવીને ક્રિયાઓ ચાલુ રાખવી. એ ક્રિયાઓ ચાલતી હોય, ત્યારનું કેવળ કલ્યાણમય ભાવના પોષનારું વાતાવરણ જોઈને કોને ખુશી ન ઊપજે ? [વાંદણામાં બે ઢીંચણ વચ્ચે હાથ રાખીને વંદન કરાય છે, તેનું કારણ ગર્ભમાં બાળકના ઢીંચણ વચ્ચે બે હાથ હોય છે. યથાાત મુદ્રાનું એ પણ અંગ છે.]
અને જ્યારે આ જગત્માં સન્માર્ગના આદિપ્રવર્તક જિનેશ્વર પરમાત્માની ભકિતનો પ્રસંગ આવે ત્યારે ત્યારે યોગમુદ્રા કરી સભ્યતાદર્શક ઉત્તરાસંગ [ખેસ] રાખી ભાવભકિતથી જ્યારે સ્તુતિમય દેવવંદના થતી હોય ત્યારે પણ તેનો રસ સમજનારાઓને જરૂર આહ્લાદ થાય જ.
..
[જો કે ચૈત્યવંદનાદિક યોગમુદ્રાએ કરવાનું છે. છતાં ડાબો પગ ઊંચો રાખવાનો રિવાજ જોવામાં આવે છે. પરંતુ એક સ્થળે વાંચવા પ્રમાણે- “ડાબો પગ જરા અઘ્ધર રાખવાનો અધિકાર માત્ર ઋદ્ધિમંત હોવાથી ઇંદ્રને જ છે, બીજાને નથી. બીજાઓએ તો યોગમુદ્રા જ કરવી જોઈએ એમ સમજાય છે. પરંતુ શરીરમાં સ્થૂલતાદિ કારણે યોગમુદ્રા ન કરી શકાય, તો એમને એમ બેસી રહેવું તેના કરતાં કૃતાનુકારમ્ માનીને ડાબો પગ ઊંચો કરવાને પૂર્વાચાર્યોએ કદાચ અનિષિદ્ધ માન્યું હોય, તેવો સંભવ લાગે છે. માળવા વગેરે પ્રદેશમાં તો જ્યારે જ્યારે નમુત્ક્ષણં આવે ત્યારે ત્યારે દરેક વખતે ડાબો પગ ઊંચો કરવાની વડીલ સાધર્મિક તરફ્થી સૂચના મળ્યા કરે છે. (ગુજરાતમાં એ પ્રવૃત્તિ પ્રતિક્રમણમાં કાંઈક ઓછી જણાય, પરંતુ ખરી રીતે જોઈએ.) આસન, મુદ્રા અને ઊભા ઊભા ક્રિયા કરવામાં વ્યાયામનાં તત્ત્વો તો બહુ જ સારી રીતે જળવાય છે. ૬૦. આ બધાનો સાર એ છે કે, આપણા નિ:સ્વાર્થી મહાપુરુષોના માર્ગમાં જેમ બને તેમ સ્થિર ટકી રહેવામાં જ સર્વ મંગલ માંગલ્યું છે. એ સુજ્ઞપુરુષોને સમજાવવું પડે તેમ નથી, મહાપુરુષોનો
* આ મહાન તપસ્વી મહાત્મા તે પૂ આ શ્રી વિજયકર્પૂરસૂરીશ્વરજી મહારાજા છે. તેઓશ્રીના પટ્ટધર હાલાર દેશોદ્ધારક પૂ આ શ્રી વિજય અમૃતસૂરીશ્વજી મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર પૂ આ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વર મ૰ એ હાલ આ ગ્રંથનું સંપાદન કર્યું છે.
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org