________________ प्रन्थ परिचय રંગના વિષયમાં કહ્યું છે કે સફટિકમણિ જેવા અંકરન જેવા અથવા કુંદપુષ્પ જેવા ધવલ વણે ધ્યાવા. અરિહંતપદમાં શ્રીચંદ્રપ્રભસ્વામી અને શ્રી સુવિધિનાથ એ બેનું ધ્યાન કરવું. આવું ધ્યાન મોક્ષ કે સ્વર્ગ આપે છે. અષ્ટ મહાપ્રાતિહાર્યો આ રીતે છે - 1 અશોકવૃક્ષ, (2) સુરપુષ્પવૃષ્ટિ, (3) દિવ્યધ્વનિ, (અહીં જિનવાણી શબ્દનો પ્રયોગ છે) (4) ચામરયુમ, (5) સિંહાસન, (6) છત્રત્રય, (7) ભામંડલ અને (8 દેવદુંદુભિ સિદ્ધ કેવા હોય છે ? તે કહ્યું છે કે - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ક્ષય કરી મોક્ષે-સિદ્ધિમાં ગયા તે સિદ્ધ. તે સિદ્ધિ ( સિદ્ધિશિલા) કેવી? તે કહ્યું છે કે - [ લેકને અંતે 45 લાખ જન વિષ્કવાળી રકાબી જેવી [મૂળમાં ઉત્તાન (ઊંધી) છત્રી કહ્યું છે.) રકાબી વચ્ચે આઠ જન ઉંચાઈવાળી જાડી)એ સિદ્ધશિલા છે. તે મોતીના હાર જેવા વર્ણવાળી, રૂપાની પાટ જેવા વર્ણવાળી, સફેદ હીરા જેવી અથવા દુધ જેવી વેત છે. તેની ઉપર સિદ્ધ ભગવંતે વિરાજમાન છે. તે અજરામર સ્થાન છે. ત્યાં જે પહોંચ્યા તેઓ અનંત સુખમાં લીન થાય છે. ત્રણે ભુવનનું એક સિદ્ધ ભગવંતના એક આત્મપ્રદેશમાંના સુખને અનંતમે ભાગે પણ ન આવે. એ સિદ્ધ ભગવંતનું ધ્યાન રક્ત (ગુલાલ જેવા લાલ, પદ્મરાગમણિ જેવા લાલ અથવા દાડમ કુલ જેવા લાલ) વર્ણમાં કરવું. સિદ્ધપદમાં શ્રીપદ્મપ્રભસ્વામી અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભાવવા. એથી ત્રણે લોકનું આચાર્યપદ કેવા હોય? તે કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પાંચ આચાર પોતે પાળે અને બીજાને ઉપદેશે. (આચાર્યની કૃપાથી પ્રસાદથી) વિદ્યાઓ, મંત્રો વગેરે સિદ્ધ થાય છે. સોના જેવા પીળા વર્ણમાં ધ્યાન કરવું. અહીં શ્રી ઋષભદેવ વગેરે 16 પીળા વર્ણના તીર્થકર ભાવવા. એથી આગ વગેરે 16 ભ ટળે છે. ઉપાધ્યાય કેવા? તે કહ્યું છે કે- આચારાંગ વગેરે બાર અંગ ભણે, વર્ધમાનવિદ્યાને ધારણ કરે, વિનય શીખવે અને સૂત્ર ભણવે ઇંદ્રમણિ અથવા નીલકમલ જેવા નીલવર્ણમાં ધ્યાન કરવું. અહીં શ્રીમલિલનાથ અને શ્રી પાર્શ્વનાથ ભાવવા. એથી આ લેકના સર્વ લાભ પ્રાપ્ત વશીકરણ થાય ? થાય. કે ત્રીસ અતિશ, આઠ પ્રાતિહાર્યો, અરિહંતના 12 ગુણ વગેરે પ્રસ્તુત સંપાદક વિરચિત દેવાધિદેવ ભગવાન મહાવીર ગ્રંથમાં આપેલા. રૂપસ્થ ધ્યાન માટે એ ગ્રંથ જરૂર જુઓ,