________________ ग्रन्थ परिचय [12-17] નવકાર માહાન્ય, આમાં પ્રથમ નવકારનું અને પછી ચાર શરણનું વર્ણન કર્યું છે. [7-11] નવકાર સ્તવન. આમાં અનુક્રમે નવકારની મંગળતા, પાંચ પદ, પદ, સંપદા, ગુરુલઘુ અક્ષર, પાપક્ષય અને દષ્ટાંતેનું વર્ણન છે. [4-12] નવકાર લગીત - આમાં પદ્ય 4 માં કહ્યું છે કે કઈ આકાશને કાગળ કરે, બધી વનરાજીની લેખિની બનાવે, સર્વ સમુદ્રના પાણીની શાહી બનાવે, બૃહસ્પતિ પોતે જ ગુણગાન (નવકારના) કરવા બેસે અને ઈંદ્ર તે સદા લખે તે પણ આ ગુણગાન-લેખનને અંત કદાપિ ન આવે. પદ્ય ૭થી નવકારનાં દષ્ટાંતે કહ્યાં છે. [5-13] નમસ્કાર સુભાષિત, આમાં કહ્યું છે કે નવકાર સંજીવની છે. તેને વારંવાર જપ કર તેને એક ક્ષણ પણ વિચાર નહિ. સૂતાં ઉઠતાં, મેટું ઘેતાં, વિદેશ જતાં, વનમાં સર્વત્ર નવકાર ગણ. સર્પ પાસે આવી જાય તે ડરવું નહીં. નવકાર ગણનાર સંકટમાં પડતું નથી. તેને વ્યંતર દેવતા છળતા નથી, અગ્નિમાં તે બળે નહીં. સમુદ્ર પર તે પગે ચાલ્યા જાય. નવકારને જપ મોક્ષફળ આપે છે. [96-14] અરિહંત બત્રીસ બિરુદાવલી. આ બત્રીસ સંખ્યાને સંબંધ બત્રીસ દાંત સાથે છે. (શ્રી કુમારપાળ મહારાજા દરરોજ પ્રાતઃકાળ શ્રી વીતરાગ તેત્રના 20 પ્રકાશ અને યેગશાસ્ત્રના 12 પ્રકાશ એમ 32 પ્રકાશને સ્વાધ્યાય કરતા હતા). [97-15] શ્રી નમસ્કાર બાલાવબોધ. આમાં કહ્યું છે કે નવકાર સકલ મંગળનું મૂળ જિનશાસનને સાર, અગિયાર અંગ-ચૌદ પૂર્વને ઉદ્ધાર અને સદા શાશ્વત મંત્ર છે. નો અરિહંતા” પદને અર્થ કરતાં અરિહંતની વ્યાખ્યા, સ્વરૂપ, ગુણે, ધ્યાન માટેનું વર્ણ, પદ, સંપદા વગેરે સુંદર રીતે કહ્યા છે. એમ જ બીજા પદોના અર્થમાં પણ જાણી લેવું. ધ્યાનના વણે (રંગે) આ રીતે બતાવ્યા છે– અરિહંત-ચંદ્ર જેવા કત. સિદ્ધ-ઉગતા સૂર્ય જેવા લાલ. આચાર્યસેના જેવા પીળા.