________________ नमस्कार स्वाध्याय ચિત્રવેલ ગોતે છે અને શા માટે રનની રાશી મેળવવા સાગર ઓળંગે છે. એના કરતાં સારું એ છે કે ચૌદ પૂર્વને સાર નવકાર પામ કે જેથી અહીંના બધાં કાજ સરે અને સ્તર સંસારને પણ તું સહેલાઈથી તરી જાય. આ સંદર્ભમાં કહ્યું છે કે મસ્તકસ્થાને અષ્ટદલસુવર્ણકમલમાં અનુક્રમે અરિહંત આદિ પદોનું તે તે શ્વેત આદિ વર્ણમાં ધ્યાન કરવું જોઈએ. વળી સાધકે પણ તે તે પદની વિશિષ્ટ સાધના વખતે તે તે વર્ણનાં વસ્ત્ર પહેરવાં જોઈએ. છેદ 2 માં કહ્યું છે - નવકાર કેવલિભાષિત રીતે (શાસ્ત્રોક્ત વિધિથી) ગણવાથી સર્વ લાભ થાય છે. આ સંદર્ભમાં કહ્યું છે - અરિહંત પદના ધ્યાનથી (મુખ્ય વસ્તુ ) મોક્ષ, સિદ્ધપદથી વશીકરણ, આચાર્યપદથી રિદ્ધિ-સિદ્ધિ-લાભ-નવનિધિ-રાજ્ય-રોગનાશ અને ઉપાધ્યાયપદથી વૈમાનિક દેવગતિની પ્રાપ્તિ થાય છે. નવકાર ગણતી વખતે નવકારના ગુરુલઘુ અક્ષરના ઉચ્ચારને ઉપગ રાખ જોઈએ. નવકારને જાપ ભાવપૂર્વક કરે જઈ એ. એથી પ્રચુર પાપક્ષય થાય છે. પદ્ય 9 થી દષ્ટાંતે આપેલાં છે. કતની અપાર શ્રદ્ધા આ તેત્ર રચનામાં દેખાઈ આવે છે. " [90-8] નવકાર સ્તવન. આમાં તપસહિત નવકાર ગણવાનું માહાસ્ય સમજાવ્યું છે. નવકારના 9 પદ છે. પદ દીઠ ક્રમશઃ આ રીતે ઉપવાસ કરવા. 7-5-7-7-9-8-8-8-9 આ રીતે કુલ 68 ઉપવાસથી નવકારની આરાધના કરવી. તે તે પદની આરાધના વખતે તે તે પદની 20 માળા રોજ ગણવી. દા. ત. પ્રથમ પદ “નમે અરિહંતાણું” ની આરાધના વખતે લાગલગટ 7 ઉપવાસ અને દરરોજ એ પદની 20 માળા ગણવી. પાંચ પરમેષ્ઠિના અનુક્રમે આ રીતે ગુણે છે 12 + 8 + 36 + 25 + 27 = 108 ઉપર કહેલ 68 ઉપવાસની આરાધના વખતે દરરોજ જિનપૂજા કરવી, ગુરુભક્તિ કરવી, સાધર્મિક ભક્તિ કરવી વગેરે. તે પછી તપ પૂર્ણ થતાં ઉજમણું કરવું. [1-9] સુકાર માહાસ્ય. આમાં નવકારનાં અનેક દષ્ટાંતે કાવ્યમાં અંતર્ગત કર્યા છે. આ દષ્ટાંત દિગંબર સંપ્રદાયના ગ્રંથેથી જાણી લેવાં. આમાં નવકારને અપરાજિત મંત્ર કહ્યો છે.