________________ [83-1] તેરસ-ભેઅ-નવકાર-સર્વ-ફલ. આ સંદર્ભના કત વિષે ઉલ્લેખ મળે નથી, તે પણ ભાષા ઉપરથી એમ લાગે છે કે-એ અતિ પ્રાચીન હોવું જોઈએ. એમાં શ્રી તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરવા માટે અત્યંત પવિત્ર અક્ષરસ્મરણમય સરલ સાધન બતાવવામાં આવ્યું છે. વિદ્યાપ્રવાહ પૂર્વમાંથી આ આવ્યું હશે એમ લાગે છે. પદસ્થ ધ્યાનમાં જપ વગેરે સાધનને ઉપયોગ કરવામાં આવે છે. * આ સંદર્ભમાં પ્રથમ બે ગાથાઓ બહુ જ મહત્વની છે. અહીં કહ્યું છે કે-૧- 3-4-5-6-7-16-35-68-127-163 એ રીતે ગાથા ત્રણ પછીની ગાથાઓમાં દર્શાવેલ અક્ષરો વડે નવકારના 13 પ્રકારો થાય છે. તાત્પર્ય એ છે કે આ બધા જ મંત્રાક્ષરે નવકારમાંથી નીકળેલ છે. એમને એક એક પ્રકાર સ્વયં પોતે ગુઢ મહાવિદ્યાસ્વરૂપ છે. આમાંના કેટલાક પ્રકારો યેગશાસ્ત્ર વગેરે ગ્રંથમાં મળે છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે આ બધાં જ પૂર્વગત વિદ્યાઓ છે. આ સંદર્ભમાં ગાથા 3 માં છે ને પરમાક્ષર, ગાથા 5 માં કહ્યું ને પરમેષ્ઠિ નમસ્કાર, ગાથા 7 માં અરિ મારતા ને સર્વ મણિ, મંત્ર, ઔષધિ કરતાં પણ અધિક વગેરે જે કહેવામાં આવ્યું છે, તે ઘણું જ મહત્વનું અને સાર્થક છે. આરાધક આત્માઓ માટે આ સંપૂર્ણ સંદર્ભ બહુ જ કાળજીપૂર્વક વાંચી જવા જેવો છે. [ 84-2] નવકાર રાસ. આ સંદર્ભમાં શરૂઆતના પાંચ પઘોમાં પાંચ પરમેષ્ઠિઓના ગુણે સામે રાખીને નમસ્કારપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. 6 ઠ્ઠા પદ્યમાં નવકારને મહિમા છે. સાતમા પદ્યમાં લાખ નવકારની વિધિપૂર્વક આરાધના કરવાથી શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે, એ કહેવામાં આવ્યું છે. આઠમા પદ્યમાં કહ્યું છે કે પૃથ્વી, સ્વર્ગ અને પાતાલમાં નવકારના યશપરિમલને વિસ્તાર વિશાળ છે. અહીં સકલ આગમને દેહની ઉપમા આપીને નવકારને તિલકની ઉપમા આપેલ છે. * વિશેષ માટે જુ બે પ્રસ્તુત સંપાદક વિરચિત અને શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા પ્રકાશિત ગ્રંથરત “યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ” આ સમગ્ર ગ્રંથ પદસ્થ ધ્યાનને ઉદ્દેશીને રચવામાં આવ્યો છે. વિશેષ જિજ્ઞાસુ સાધકે માટે આ ગ્રંથનું વચન બહુ જ ઉપયોગી થશે. 4 કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરની સવિશેષ આરાધનાથી પ્રસન્ન થએલ મૃતદેવતાએ પૂર્વાગત કેટલીક વિદ્યાઓ તેઓને આપેલ, તેમાંની કેટલીક વિદ્યાઓ ભેગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં તેઓએ ગુ થેલ છે. જેમાંની કેટલીક વિદ્યાઓના અક્ષરો આ સંદર્ભના મંત્રાક્ષરો સાથે મળતા આવે છે.