________________ नमस्कार स्वाध्याय . . . આ તે એક દષ્ટાંત થયું. સુ. અમૃતલાલભાઈ આવા અનેક અનુભવી માણસે પાસેથી સદા પ્રેમથી જ્ઞાન અને અનુભવ મેળવી લેતા હતા. આ સુ. અમૃતલાલભાઈને જૈન સંઘની ઘણી જ ચિંતા હતી. એક વખત અમદાવાદમાં બધા જૈન આગેવાને ભેગા થયા હતા. એ વખતે એ આગેવાનોની સાથે સંઘના અભ્યદયના વિષયમાં પોતે કેવી કેવી રીતે વાત કરી, એ જ્યારે મને તેઓ કહેતા ત્યારે હું તે એમની સ્વાભાવિક પ્રતિભાથી અત્યંત પ્રભાવિત થઈ જતો હતો. જેન સંઘની વર્તમાન સમસ્યાઓ કેમ ઉકેલાઈ જાય એ વિષે તેઓ પોતાનાથી બનતું બધું કરતા હતા. છેલ્લે છેલ્લે મેં સુ. અમૃતલાલભાઈને એમના નિવાસસ્થાને (ઈરલા બ્રીજ) જેયા હતા. ત્યારે તેઓ માંદગીમાં હતા. પથારીવશ હતા. અમે એ વખતે ઈરલા બ્રીજ ઉપાશ્રયે હતા. તેઓ હંમેશાં બોલાવવા માટે માણસને મોકલતા. પલંગ પર પડ્યા પડ્યા પણ તેઓ ધર્મની તાત્વિક વાત સાંભળવામાં બહુ જ રસ ધરાવતા હતાં. જ્યારે જ્યારે અંતિમ આરાધનાના વિષયે - મૃત્યુ મહોત્સવ વગેરે - તેમને હું સંભળાવતે, ત્યારે ત્યારે તેઓ આનંદમાં આવી જતા. એ પછી લગભગ બે વરસે તેઓને સ્વર્ગવાસ થયે. છેલ્લે એક વખત અમે ગોવાલીઆ ટેન્ક ઉપાશ્રયે હતા. એ વખતે તેઓ જસલેક હિસ્પીટલમાં હતા. એ વખતે ધર્મ સાંભળવામાં તેઓનું મન સદા રહ્યા કરતું હતું. આ તે મારા સંબંધમાં આવ્યા, તેટલા પૂરત જ અતિસંક્ષેપમાં પરિચય રજૂ કર્યો છે, જેમાં તેઓમાં રહેલા અનેક ધાર્મિક ગુણો તરી આવે છે. એમને ગુણિયલ આત્મા પરલોકમાં સદા સુખી રહે અને થોડા જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરે એવી શુભ ભાવના સાથે વિરમું છું. - મુનિ તવાનંદવિજય વીર સંવત 2506 આરાધના ભવન, શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક શ્રી ચંદ્રપ્રભસ્વામી દેરાસર, તા. 14-12-79 વિલેપારલે, વેસ્ટ, મુંબઈ-પક