________________
છવાએ તે તે વચનાના સમવય ટરવો હિતાવહ છે અને એ ન થઈ શકે તેમ હોય તે એ વિષયને છે છેડડ્યા વગર મૌન રાખીને અન્ય વિષયોમાં આગળ વધવું એ માર્ગ છે,
૫. કેટલાક તત્ત્વજ્ઞાનની ભૂમિકાની વાત અને વિચારણામાં આ ક્ષેત્રની વાતો મહત્ત્વની નથી. જૈન દર્શનને ત્યાગ વૈરાગ્ય સાથે જ નિસ્બત છે, એટલે આ વાતે અંગે જેના દર્શનને કાંઈ લાગેવળગે નહીં એમ જણાવીને આ વિષયને અવળી રીતે રજુ કરે છે. પણ તેઓને આ વિષય ત્યાગ વૈરાગ્યના જેટલું જ મહત્ત્વનું છે અને એ વાત બરાબર ન સમજાય છે ત્યાગ વૈરાગ્ય ટકી શકે નહીં. એ સમજાવવું-સમજવું જરૂરી છે.
આત્મા ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરે છે. ઊર્વ લોક અધે લોક-તિ લોક વગેરે લેકવ્યવસ્થા જેમાં નિગોદથી લઈ દેવલોક સુધીના જીવોને રહેવાની વ્યવસ્થા સ્વર્ગ-નરક આદિનો સ્વરૂપ આ સર્વે ન માનનારાને છેવટે આત્મા પણ માન-મનાવવો મુશ્કેલ થઈ પડે એવું છે, એટલે શાસ્ત્રની એક વાતનું વગર સમજે ઉત્પાદન કરનાર નાસ્તિકના મતમાં પ્રવેશ કરવામાં વાર કરતા નથી. શાસ્ત્રના વાતો નહીં માનનારા જ્યારે આધુનિક સંશોધનને આગળ કરીને શાસ્ત્ર અંગે નીચેના ને તેના જેવા કેટલાક પ્રશ્નો રજુ કરે છે, ત્યારે શાસ્ત્રને માનનારાને થોડો વિચાર કરતાં કરી મૂકે છે, ને એ વાત શાસ્ત્ર તરફની શ્રદ્ધાને ઢીલી કરવાનું કામ કરતી હોય છે.
સૂર્યનું પરિભ્રમણ અને તેથી તે તે સ્થળે સૂર્યનું વહેલા મોડા ઉગવું
ભારતમાં દિવસ છે ત્યારે અમેરિકામાં રાત અને અમેરિકામાં દિવસ હોય ત્યારે ભારતમાં રાત = કોઈ સ્થળે છ માસના દિવસ ને છ માસ રાત = રકાબીઓનું ઊડતાં ઊડતાં કાઈ કેાઈ પ્રહામાથી અહીં આવવું = અવકાશમાં અણુ સંચાલિત યાનેનું ક૯૫ના બહારની ગતિથી પરિભ્રણ = તે તે યાનનું ચંદ્રલોક-મંગળ લોક આદિમાં પહોંચી જવું = ત્યાં શું છે વગેરેનાં ચિત્રો અહીં મોકલવા = પૂર્વમાં ગતિ કરતાં વહા, વિમા વગેરેનું ફરી ફરીને તે જ સ્થળે આવી જવું = આવા અનેક પ્રશ્નો વર્તમાનમાં તે તે અર્ધવિદગ્ધ જીવોને વિતાન અને શાસ્ત્ર વચ્ચે દિવાલ ઊભી કરે છે અથવા અથડામણું . ઊભી કરે છે.
ઉપર બતાવેલ પ્રશ્નોના ભારતીય ભૂગોળ-ખગોળની રીતે સમાધાન પણ છે, પણે તે એટલા ચિત્તમાં ઉતારી શકાય એવા જોરદાર નથી થતાં, એનું મુખ્ય કારણ એક એ છે કે આધુનિક જે સંપત્તિ સાધન સામગ્રીનો ઉપયોગ વર્તમાન સંશોધનને પાછળ કરે છે, તેને સહસ્ત્રાશ પણ પ્રાચીન કરી શકતા નથી: દિવ્ય જ્ઞાનથી જોયેલા છે તે પદાર્થો શ્રદ્ધા પ્રધાન અહીં છો માન્ય રાખતા હતા. તેથી એવી કઈ પ્રતીતિ કરાવવાની અત્રે જરૂર પણ ન હતી. કેટલીક આવી શ્રદ્ધાને ગેરલાભ પણ લેવા હતો અને લેવાય છે, પણ અનુભવીઓનું તારણ સ્પષ્ટ છે કે એવી શ્રદ્ધાથી જે ગેરલાભ થયો છે, તે કરતાં અશ્રદ્ધા અને વિજ્ઞાન પ્રત્યેના વગર વિચારેલા વિશ્વાસથી લાખે ઘણે ગેરલાભ થયો છે.
વિશ્વને માટે ભાગ આત્મવિમુખ આ કારણે બની ગયું છે. જગતમાં સ્વાર્થની પકડ વધી ગઈ છે, વધતી જાય છે. પિતાનું માનેલું સાચું ઠરાવવાને દુરાગ્રહ સહેજે છૂટતો નથી છોડાતા નથી. સુંઠને