________________
મહાનદીઓનું વર્ણન
પ્રવાહમાં વધારો કરીને-અધિક અધિક વિસ્તારવાળી થઈ ને) વચ્ચે આવતા દીર્ઘત્રતાહવ્યપર્વતને ભેદીને (એટલે શૈતાની નીચેથી નિકળીને) ત્યારબાદ દક્ષિણભરતાર્ધમાં પણ કંઈક જન સુધી વહીને તેમજ દક્ષિણભરતાર્ધી પણ સાત સાત હજાર નદીઓ માર્ગમાં મળે છે તે સર્વને પણ ભેગી લઈને સમુદ્ર પાસે રહેલી જગતીને ભેદીને (એટલે જગતીની નીચે થઈને) ૧૪૦૦૦ નદીઓના જળ સહિત દક્ષિણ સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીનો પ્રવાહ પૂર્વ દિશામાં છે, અને સિંધૂના પશ્ચિમદિશામાં છે એ વિશેષ.
એ પ્રમાણે ઐરાવતક્ષેત્રની રક્તાનદીને પ્રવાહ. અને રક્તાવતી નદી પણ પુંડરીકદ્રહમાંથી નિકળી સમુદ્રને મળે છે, તફાવત એ જ કે–રક્તાનદીને પ્રવાહ પૂર્વ દિશામાં અને રક્તવતીનદીનો પ્રવાહ પશ્ચિમ દિશામાં વહે છે તથા કુંડમાંથી ઉત્તરદ્વારે નિકળે છે, અને ઉત્તરસમુદ્રને મળે છે, તથા કુંડમાંથી નિકળી પ્રથમ દક્ષિણ અરાવતાર્ધમાં વહે છે ત્યારબાદ શૈતાઢથભેદીને ઉત્તર અરાવતાર્ધમાં વહે છે. આ તફાવત કેવળ ક્ષેત્રદિશાની અપેક્ષાએ ગણાય, અને જે સૂર્યદિશા ગણીએ તે દિશા સંબંધી કોઈ તફાવત નહિ.
તથા કુંડમાંથી બાહ્યદ્વારે નિકળી ત્યાં સુધી પ્રવાહ (દ્રહમાંથી પ્રારંભીને કુંડમાંથી નિકળે છે ત્યાં સુધી) ૬ જન જ હોય છે, ત્યારબાદ ક્ષેત્રમાં વહેતી વખતે જ નદીઓના પ્રવાહ (અન્ય નદીઓના જળથી) વધતા જાય છે.
વળી મૈતાઢયને તથા જગતીને પણ ભેદતી વખતે નદીઓને પ્રવાહ અવ્યવસ્થિત રીતે વહે છે એમ નહિં, પરંતુ અખંડ પ્રવાહ વહે છે, કારણકે પર્વતમાં અને જગતીમાં પ્રથમથી જ પ્રવાહ જેટલી જગ્યા અખંડ નીકળેલી છે, જેથી પ્રવાહની ઉપર પહાડ અથવા જગતી જેવીને તેવી જ હોય છે, અને નીચેથી સુરંગ અને ગરનાલાની માફક તેવી પ્રવાહની જગ્યા વ્યવસ્થિત બની રહેલી છે કે પપ છે ૫૬ છે
અવતરાઃ–આ ગાથામાં ચાર બંઘનદીને પ્રારંભથી પર્યત સુધીના વિસ્તાર તથા પ્રારંભથી પર્યત સુધીની ઉંડાઈ કહે છે–
धुरि कुंडदुवारसमा, पज्जते दसगुणा य पिहुलत्ते । सव्वत्थ महणईओ, वित्थरपन्नासभागुंडा ॥ ५७ ॥
શબ્દાર્થ – ઘુરિ-પ્રારંભમાં
સંવર્ધ-સર્વત્ર, સર્વ સ્થાને વળત-પર્યન્ત, અને