________________
સેન્ચૂલિકા સ્વરૂપ
ગાથા :—તે મેરૂપર્વત ઉપર ચાલીશયેાજન ઉંચી, વૃત્તઆકારની, મૂળમાં ૧૨ ચેાજન અને ઉંપર ૪ ચેાજત પહેાળી, વૈય રત્નની, અને શ્રીદેવીના ભવનસરખા પ્રમાણુ યુકત ચૈત્યવાળી એવી ઉત્તમ ચૂલિકા (મધ્યશિખર) છે ॥ ૧૧૩ ॥
૧૦૧
વિસ્તરા :—મેરૂપર્વતના શિખરતલ ઉપર પાંડુકવન નામના વનમાં અતિ મધ્યભાગે ઉત્તમ વૈડૂ રત્નની હાવાથી લીલા વણુ વાળી, ઉંચા કરેલા ગાયના પુચ્છના આકારે મૂળમાં ૧૨ ચેાજત વિસ્તારવાળી, અને ત્યારખાદ ઉપર ઉપર જતાં અનુક્રમે વિસ્તાર ઘટતા જવાથી હીન હીન વિસ્તારવાળી, અને સર્વાંગ્રભાગે ૪ ચૈાજન માત્ર વિસ્તારવાળી, તથા સ ખાજુએ ગાળ આકારવાળી ઉંચા શિખર સરખી એક ઉત્તમ સૂષ્ટિા છે, અહિં ચૂલિકા એટલે શિખર જાણવું, છતાં એને શિખરાની ગણત્રીમાં ગણેલ નથી, કારણ કે મનુષ્યના મસ્તક ઉપર વ્રૂચેટલી સરખી અને તેથી ગણત્રીમાં ન લેવા ચાગ્ય હાવાથી એનુ વૃષ્ટિા એવું વિશેષ નામ છે.
૫ ચૂલિકા ઉપર શાશ્વત ચૈત્યગૃહ ॥
એ ચૂલિકાના અગ્રભાગે [શીષ ભાગે] શ્રીદેવીના ભવનસરખા પ્રમાણવાળું એટલે ૧ ગાઉ દીર્ઘ, બા ગાઉ વિસ્તારવાળુ ૧૪૪૦ ધનુષ ઉંચુ' અને લંખચારસ આકારનુ એક શાશ્વત જિનભુવન છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે, ઈત્યાદિ સર્વસ્વરૂપ પૂર્વે કહેવાયેલા જિનભવનતુલ્ય જાણવું, અહિં કેવળ દેવ દેવીએજ શ્રી જિનપ્રતિમાનાદનના લાભ લે છે, અને વિદ્યાચારણુ તથા જ ઘાચારણમુનિએ તે પંડકવંત સુધી આવીને જ ઉપર ચઢવાની શકિતના અભાવે ત્યાંથી પાછા વળી જાય છે.
૫ ચૂલિકાના મધ્ય વિસ્તારનુ` કરણ u
આ કરણ જગતીના વર્ણનની ગાથાઓના વિસ્તરામાં દર્શાળ્યુ છે, ત્યાંથી જાણવું, અને તે રીતિ પ્રમાણે અહિં દર ચૈાજને ચાજત ઘટતા વધતા હોવાથી જ્યારે ૨૦ ચેાજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે સ્થાને વીસને પાંચમા ભાગ ચાર ચેાજન માર ચેાજનમાંથી ઘટાડતાં ૮ ચૈાજન વિસ્તાર પ્રાપ્ત થાય છે. એ રીતે શી ભાગથી ૨૦ યાજન ઉતરતાં ચાર ચેાજનના શિવિસ્તારમાં ચાર ાજન વધારતાં પશુ ૮ ચેાજન જેટલા મધ્યવિસ્તાર પ્રાપ્ત થાય છે. આ ચૂલિકા પણ પડકવનમાં ભૂમિસ્થાને ૧ વનખંડ અને ૧ વેદિકાવડે વીટાયલી છે. ચૂલિકા ઉપર મનેાહરસ્થાનેામાં અનેક દેવદેવીએ ફરે છે, બેસે છે, સૂવે છે, ક્રીડા કરે છે. યાવત્ પૂર્વનું પુણ્ય અનુભવે છે.
સૌધમ ઈન્દ્રે શ્રીવીરસ્વામીને અતિઘાર ઉપસર્ગ કરનાર સંગમદેવને દેવલાક મહાર કાઢેલા છે તે સંગમદેવ પોતાની દેવાંગનાએ સહિત આ ચૂલિકા ઉપર રહે છે. ૫૧૧૩ા
અવતરણ :—મેરૂપર્વત ઉપર શિખરસ્થાને જે વંવન નામનુ વન છે તે કહેવાય છે.
*
યદ્યપિ પૂર્વ ગણાવેલાં ૪૬૭ ગિરિશિખરા પણુ પર્વતની ઉંચાઈમાં ગણ્યાં નથી, પરન્તુ જૂન-શિખા તુલ્ય ન હોવાથી તે શિખરાને ચૂલિકા ન કહેવાય.