________________
૧૫
મેરૂપવત વર્ણનાધિકાર વિસ્તરાર્થ –ચાર દિશામાં ચાર જિનભવનો ચૂલિકાથી પ૦ એજન દૂર છે, તે જિનભવનેથી બહારની દિશાએ એટલે ભરતાદિક્ષેત્રોની સન્મુખ તથા જિનભવન અને વનને અતભાગ એ બેની મયમાં ૪૧૯ યોજન જેટલા બાકીના વિષંભમાં મધ્યભાગે ચાર દિશામાં ચાર શિલાઓ છે, તે દરેક ૫૦૦ યોજન દીર્ઘ અને ૨૫૦ યોજના વિસ્તારવાળી તથા ૪ યોજન ઊંચી અથવા જાડી છે. તેને આકાર અષ્ટમીના અર્ધચંદ્ર સરખે છે. એ ચારે શિલાઓ વેતવર્ણના સુવર્ણની એટલે અર્જુનસુવર્ણની છે, અને દરેક શિલાની ચારે બાજુ વન અને વનને ફરતી વેદિકા છે. એ વન અને વેદિકાનું સ્વરૂપ પણ જબૂદ્વીપની જગતની વેદિકાસરખું જાણવું.
આ વળી આ ચારે શિલાઓ અર્ધચંદ્ર આકારની હોવાથી દરેક શિલાનો વકભાગ (અર્ધવૃત્તભાગ અથવા વક પરિધિ) ચૂલિકા સન્મુખ છે, અને ઋજુતા (સીધો છે) પિતા પિતાના ક્ષેત્રસમ્મુખ બાહ્યદિશિએ છે. ચારે દિશાએ ચારે તરણું [ શિલા ઉપર ચઢવાના દ્વાર સરખા ભાગ] છે. દરેક તારણે વિસોપાન (ત્રણ ત્રણ પગથીયાના ચઢાવ) સહિત છે. વળી અર્ધચંદ્રઆકારે હોવાથી મધ્યભાગમાં જ ૨૫૦ યોજન વિસ્તારવાળી છે, અને ત્યારબાદ બંને બાજુએ ન્યૂન ન્યૂન વિસ્તારવાની થતી પર્યત ભાગે અતિસંકીર્ણ (સાંકડી) છે, અથવા શિલાઓ ધનુષ આકારે પણ ગણાય, તેથી શિલાઓનું ધનુપૃષ્ઠ (કામઠી ભાગ) ચૂલિકા તરફ અને જીવા (દેરી) ક્ષેત્રો તરફ છે. તથા મય ભાગને ઇષ વિખુંભ ૨૫૦ યોજન છે.
એ ચારે શિલાઓને ઉપરને ભાગ બહુ રમણીય સપાટભૂમિવાળે છે. તે ઉપર અનેક (ચારે નિકાયના) દેવદેવીઓ બેસે છે, સૂએ છે, કીડા કરે છે, ઇત્યાદિ અનેક રીતે આનંદ કરી પિતાના પૂર્વનું પુણ્ય અનુભવે છે કે ૧૧૭ |
અવતન :– હવે આ બે ગાથાઓમાં એ ચારે શિલાઓનાં નામ તથા તે ઉપરનાં સિંહાસને વિગેરેનું સ્વરૂપ કહેવાય છે.
सिलमाणट्ठसहस्सं-समाण सीहासणेहिं दोहि जुआ। सिल पंडुकंवला रत्त-कंवला पुव्वपच्छिमओ॥ ११८॥ जामुत्तराओ ताओ, इगेगसीहासणाओ अइपुव्वा । चउसुवि तासु निआसण-दिसिभवजिणमज्जणं होइ ॥ ११९॥
૧, ઘણા ગ્રંથમાં ચાર શિલાઓ ચાર વર્ણની જુદી જુદી કહી છે, ત્યાં પૂર્વ દિશામાં અર્જુન સુર્વણની સર્વથા શ્વેતવર્ણની, દક્ષિણ શિલાપણુ અજુનિસુવર્ણની, તો પણ કિંચિત્ કમળગર્ભસરખા વેતવર્ણની, પશ્ચિમ દિશામાં તપનીયસુવર્ણની રકતવર્ણની; અને ઉતરે રકતસુવર્ણની જેથી બે વેતવણે અને બે રકતવણે છે