________________
એક ચક્રને તારા પરિવાર, વિસ્તા–એક કોડને જોડે ગુણતાં કડાકડિ સંખ્યા કહેવાય, જેટલી કડાકડિ કહી હોય તેટલી સંખ્યાને કીડગુણી કરી પુનઃ ક્રોડગુણ કરવી. અહિં ૬૬૯૭૫ કડાકડિ કહી છે તેથી પહેલીવાર કોડે ગુણતાં ૬૬૯૭૫૦૦૦૦૦૦૦ અને બીજી વાર ક્રોડે ગુણતાં ૬૬૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંખ્યા આવે જેટલા તારા એક ચંદ્રને પરિવાર છે, હવે અહિં શંકા એ ઉપસ્થિત થાય છે કે – જંબુદ્વીપનું પ્રમાણ ૧ લાખ જન છે, અને તેનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૭૧૫૦ એજન તે અતિ અ૯પ છે, અને તારાઓની સંખ્યા ઘણી છે, તે એટલા તારા જબૂદ્વીપના આકાશમાં કેવી રીતે સમાય? તેના ઉત્તર તરીકે ગ્રંથકારે ગાથામાં જ સમાધાન કર્યું કે–અહિં કે ડાયેડિ એ શબ્દ કઈ અમક સંખ્યાની સંજ્ઞાવાળે છે. એટલે કડાકડિ શબ્દથી પ્રસિદ્ધ સંખ્યા જે કોડથી કોડગુણી આવે છે તે અહિં ન લેતાં કઈક એવી અલ્પ સંખ્યા જ ગ્રહણ કરવી, જેમ લેકમાં ૨૦ ની સંખ્યાને પણ કેડિ કહેવાય છે, તેમ અહિં પણ એવી જ કેઈ અલ્પ સંખ્યાને કેડિ કહીએ તે તેટલા તારા જંબુદ્વીપમાં સુખે સમાઈ રહે, અથવા બીજા આચાર્યો આ બાબતમાં એમ કહે છે કે—કોડાકડિ સંખ્યા તે પ્રસિદ્ધ સંખ્યા જ [ ચૌદ શૂન્યવાળી ] લેવી, પરંતુ તારામાં વિમાનનું માપ ઉભેધાંગુલથી જાણવું, પરંતુ પુનરાવિનાના આદિ પાઠ પ્રમાણે પ્રમાણાંગુલથી ન જાણવું, જેથી જંબુદ્વિપનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૭૧૫૦ એજન છે તે પ્રમાણાંગુલના હિસાબે છે, તેને ઉત્સધાંગુલ પ્રમાણે [૪૦૦ વા ૧૬૦૦ ગુણ ] કરતાં જંબુદ્વીપનું આકાશ ઘણું મોટું ગણાય, અને તેટલા આકાશમાં પ્રસિદ્ધ કડાકડિ સંખ્યાવાળા ૬૬૯૭૫ કડાકડિ તારાએ સુખે સમાઈ શકે,
એ પ્રમાણે જંબુદ્વીપના આકાશમાં તારાઓ સમાઈ રહેવાને સંબંધમાં બે આચાઓંના બે જૂદા જૂદા અભિપ્રાય શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે આ ગાથોમાં પણ દર્શાવ્યા,
અહિં પ્રમાણગુલ શું અને ઉધાગુલ શું? તે બાબત શ્રી બૃહત્સંગ્રહણીમાં આવી ગઈ છે, માટે અહિં તે વર્ણવવાનું પ્રયોજન નથી, માત્ર એટલું જ સમજવા
* અહિં જંબુદ્દીપના ક્ષેત્રફળ) પ્રમાણ જેટલું જ આકાશ ગણીને તેમાં તારાઓના વિમાન સમાવવાની વાત જણાવી, પરંતુ બીજી રીતે વિચારીએ તો જંબૂદીપના ક્ષેત્રફળ જેટલું જ આકાશ શા માટે ગણવું ? ૧૧ યોજન જેટલું તિષમતર ઉંચું છે તે ઉંચાઈ ગણુએ તે પુનઃ ૧૧૦ ગુણ આકાશ એટલે ઘનફળ પ્રમાણ આકાશ પણ ગણવું હોય તો ગણી શકાય તેમ છે, કારણ કે તારાએ જ્યોતિષપ્રતરની ઉંચાઈમાં પ્રારંભથી પર્યન્ત સુધી રહ્યા છે, એમ પણ શાસ્ત્રમાં માનેલું છે, જેથી જ્યોતિષપ્રતરનું ઘનફળ ગણીને પુનઃ તારાઓનું પ્રમાણ ઉસેધાંગુલથી ગણીએ તો પણ તારાઓના સમાવેશ માટે ઘણું ક્ષેત્ર મળી આવે તેમ છે. વળી બીજી વાત એ છે કે-જંબુદ્વીપના કેટલાક તારાઓને લવણુસમુદ્રના આકાશમાં પણું ૨હેલા ગણીએ તો પશુ શુ હાનિ ? લવણસમુદ્રના ચંદ્રના તારાઓમાં એ તારાઓ મિત્ર કેમ થાય ? એવા તર્કને પણ અવકાશ નથી, કારણ કે લવણસમુદ્રના ચંદ્ર સમુદ્રમાં ઘણે દૂર છે, અને ત્યાં ચાર ચંદ્રના પરિવાર માટે ક્ષેપ ઘરું છે. માટે આ સર્વવક્તવ્યસમાય તર્કવાદરૂપ છે, તેથી સત્યનિર્ણય શ્રી સર્વગમ્ય.