________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ
| સર્વ યુગલીક મનુષ્ય પહેલા વર્ષભનારાચ સંહાનવાળા હોય છે, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, અતિમનોહર સ્વરૂપવાળા, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલાં અંગલક્ષણવાળા, પુરૂષે કંઈક ઊંચા અને સ્ત્રીઓ કિંચિત્ જૂન પ્રમાણવાળી તથા પુરૂષથી
ન્યૂન આયુષ્યવાળી અને સમાન આયુષ્યવાળી સર્વ અંગલક્ષણ યુક્ત સ્ત્રીઓ હોય છે. કેઈ કંઈની સાથે કંઈપણ મમત્વ વિનાના રાગ વિનાના અને નહિ સરખા અલ્પકષાયવાળા હોય છે, હસ્તિ અશ્વ ઈત્યાદિ પશુઓ હોવા છતાં તેને ઉપયોગમાં નહિં લેનારા, પરંતુ પગે ચાલનારા, જવર આદિ વ્યાધિઓ રહિત, અને સ્વામિસેવકભાવરહિત સર્વે પ્રમિન્દ્ર છે. શાલિ (ચેખા-ડાંગર) ઇત્યાદિ ધાન્ય ભૂમિ ઉપર પાકેલાં વિદ્યમાન હોવા છતાં તેને આહાર નહિ કરનારા પરતુ કલ્પવૃક્ષનાં ફળકુલ તથા ભૂમિની મૃત્તિકાને આહાર કરનારા હોય છે. ૧૦ પ્રકારનાં અનેક કલ્પવૃક્ષથી સર્વ જરૂરીઆત [ વસ્ત્ર–આહાર-પ્રકાશ-રહેવાનું ગૃહ-નાટક-ચિત્રકારી–આભૂષણે-વાસણ વિગેરેની જરૂરીઆતે] પૂર્ણ કરનારા હોય છે.
યુગલિક ક્ષેત્રની ભૂમિઓ પણ ચક્રવતીની ક્ષીરથી અધિક મધુર સિનગ્ધ આદિ ગુણવાળી, અતિશય રસકસવાળી, અને વનસ્પતિઓથી ભરપૂર હોય છે. તે ભૂમિમાં યુગલિકના પુણ્યપ્રભાવથી અથવા ક્ષેત્રસ્વભાવથીજ ડાંસ મચ્છર માખી બગતરે વીંછી જે માકડ આદિ મનુષ્યોને ઉપદ્રવ કરનારા શુદ્ર જંતુઓ ઉપજતા નથી, તેમ મરકી વિગેરે ઉપદ્ર તથા સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ચંદ્ર-પરિવેષ દિગ્દાહ આદિ આકાશસંબંધી ઉપદ્રવનિમિત્તે પણ ત્યાં થતાં નથી. હસ્તિ વ્યાઘ સિંહાદિ પંચેનિદ્રય તિર્યએ જે કે દેય છે, પરંતુ તે પણ યુગલધર્મી હેવાથી હિંસક હતા નથી, તે કહેવાઈ ગયું છે.
આ યુગલિકામાં સંતતિપાલનને કાળ છે - યુગલિકના માતાપિતા યુગલિકની પ્રતિપાલના ૪૯ દિવસ સુધી પહેલા આરામાં કરે છે, બીજા આરામાં પંદર દિવસ અધિક એટલે ૬૪ દિવસ પ્રતિપાલન કરે છે, અને ત્રીજે આરે ૭૯ દિવસ પ્રતિપાલન કરે છે. અહિં યુગલના માતપિતાનું ૬ ભાસ આયુષ્ય બાકી રહે ત્યારે [ મૂસાવલાસ ગુમારું ઘસવંતિ ઇતિ જીવાભિગમાદિ વચના] સૂગલને જન્મ આપીને ત્યારબાદ છ માસે ખાંસી છીંક બગાસાદિ પૂર્વક પીડારહિત મરણ પામીને દેવગતિમાં જાય છે, અપત્યપાલના સમાપ્ત થયા બાદ તે સુગલિકે ભેગસમર્થ સ્વતંત્રવિહારી થાય છે. માતપિતાઓ વારંવાર તેઓ ક્યાં ફરે છે કે કેમ હશે ? તેવી વિશેષ દરકાર રાખતા નથી. કારણકે પિતાના સંતાનો પ્રત્યે પણ બહુ મમત્વભાવ નથી, એ પ્રમાણે અપત્યપાલના સમાપ્ત થયા બાદ માતપિતા લુ મરણ પામે છે એમ નહિં.
વળી બાળકનું ઉંધુ પડવું, પેટ ઘસડીને ખસવું, ઘૂંટણીએ ચાલવું, ઊભા થઈ પગ ટેકવવા, અને ચાલતાં શીખવું ઇત્યાદિ અવસ્થાએ ૪૯–૪–વા ૭૯ દિવસમાં