________________
ત્રીજા આરાના પતે જિનધર્માદિકની ઉત્પત્તિ.
વખત સુધી અમુક સ્થાનમાં છુટો રાખીને રોકી રાખ, વાર–બંદિખાને નાખે, અને જીવિએ–શરીરના અવયવ છેદવા, એ ૪ પ્રકારની દંડનીતિ શ્રીઝષભદેવે અથવા ભરત ચક્રવર્તીએ પ્રવર્તાવી, એમ બે અભિપ્રાય છે. આ સર્વસ્વરૂપ તથા હજી કહેવાતું સ્વરૂપ ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાને અંગે છે, તે પ્રમાણે દરેક અવસર્પિણીના ત્રીજા આરાનું પર્યન્તભાગનું સ્વરૂપ પણ યથાસંભવ જાણવું. કેવળ નામ વિગેરેમાં તફાવત જાણુ, અને શેષ ભાગ અનુક્રમે સરખી રીતે જાણો.
છે ત્રીજા આરાના પર્યાનતે જિનધર્માદિકની ઉત્પત્તિ . ત્રીજા આરાનાં ૮૪ લાખપૂર્વ અને ૮૯ પખવાડીઆં બાકી રહ્યા ત્યારે શ્રી ષભકુલકર ઉત્પન્ન થયા, ૨૦ લાખપૂર્વ કુમારઅવસ્થામાં અને ૬૩ લાખપૂર્વ રાજા તરીકે રહીને ૧ લાખપૂર્વ શ્રમણ અવસ્થામાં રહી ૮૯ પખવાડીઆં ત્રીજા આરાનાં બાકી રહે સિદ્ધ થયા. રાજ્યઅવસ્થા વખતે બાદરઅગ્નિ ઉત્પન થયે, તેમજ જિનધર્મ. એટલે સર્વવિરતિની ઉત્પત્તિ પ્રભુની દીક્ષા વખતે થઈ, પરંતુ વિશિષ્ટ પ્રકારે તે પ્રભુની પ્રથમદેશના વખતે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની પ્રથમ સ્થાપના વખતેજ ચારે સામાયિકની ઉત્પત્તિ ગણાય, એ વખતે સર્વવિરતિ દેશવિરતિ સમ્યકૃત્વ અને શ્રતની પ્રથમ ઉત્પત્તિ થઈ, પુનઃ અવધિજ્ઞાન મનઃ પર્યાવજ્ઞાન કેવળજ્ઞાન આદિ અનેકભાવોની ઉત્પત્તિ પ્રભુના કેવલપર્યાયમાં થઈ. ગૃહસ્થાવાસ વખતે સ્ત્રીની ૬૪ કળાઓ પુરૂષની ૭૨ કળાએ આદિ તથા સો પ્રકારનાં શિલ્પ (કારીગરીઓ) ઉત્પન્ન થઈ, ખેતી વિગેરે મટાવ્યવહારો ભરતચકવર્તી એ પ્રવર્તાવ્યા છે. ઇત્યાદિ હજારો સાંસારિક વ્યવહાર અને ધર્મવ્યવહારની ઉત્પત્તિ ત્રીજા આરાના પર્યનો ૮૪ લાખપૂર્વના કાળમાં, થઈ છે.
પુનઃ શ્રીષભદેવના વખતમાં પણ યુગલિકધર્મ ચાલુ હતું, પરંતુ પ્રભુએ ધીરે ધીરે એ ધર્મને નાબુદ કરવા માટે ભિનેત્રી સાથે લગ્નવિધિ દર્શાવી. ભેગાવલીકર્મ અવશ્ય ભગવ્યે જ છૂટકે છે. એમ જાણી જન્મથી વીતરાગી છતાં સુનંદા સુમંગલા નામની બે સ્ત્રીઓ પરણ્યા, અનેક ગૃહસ્થવ્યવહારો પ્રવર્તાવ્યા, તે પણ મનુષ્યોને વિધિમાર્ગે વાળવા માટે અને ઉલટી વિધિથી દુઃખી ન થવાના કારણથી જ, પરંતુ સંસારના પ્રેમથી નહિં. ઇત્યાદિ અનેકવિશેષસ્વરૂપ સિદ્ધાન્તોથી જાણવા યોગ્ય છે.
વળી એ ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં પહેલા તીર્થકરના કાળમાં છએ. સંઘયણ છએ સંસ્થાનેવાળા મનુષ્ય હોય છે, મરણ પામીને પાંચે ગતિમાં જાય છે. અને એજ પ્રવાહ ચોથા આરામાં પણ ચાલુ હોય છે, તફાવત એ જ કે ત્રીજા આરાથી ચેાથે આરે વર્ણ–ગંધ-રસ–સ્પર્શ-આયુષ્ય સંઘયણ પરાક્રમ વનસ્પતિના ગુણ ઈત્યાદિમાં ઉતરતા દરજજાને હોય છે. એ રીતે પાંચમે આરો ચોથાથી અને છઠ્ઠો પાંચમાથી
'૨૦*