________________
ઉન્મજ્ઞા-નિમગ્ન નદીઓનું વર્ણન
૧૨૯
થા–તે ગુફાના અંતિમધ્યભાગે બે બે એજનને આંતરે ત્રણ ત્રણ એજનના વિસ્તારવાળી ઉન્મજ્ઞા અને નિમઝા નામની બે નદીઓ કડાહમાંથી નીકળી મહાદીઓને મળેલી છે કે ૮૪ છે
વિસ્તરાર્થ–ગુફાના દક્ષિણ દ્વારથી ગુફાની અંદર ૨૧ જન દૂર જઈએ ત્યાં તમિસ્રા ગુફામાં પહેલી વનમા નવીનામની નદી ત્રણ યોજનના ઉત્તર દક્ષિણ વિસ્તારવાળી અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ જન લાંબી છે, તે તમિસ્રા ગુફાની પૂર્વ દિશાના કડામાંથી (શિલામય ભિત્તિભાગમાંથી નીકળી પશ્ચિમદિશાના કડાહમાં (ભિત્તિની નીચે) થઈને સિંધુમહાનદીને મળે છે. આ નદીમાં તૃણ કાષ્ટ પત્થર આદિ જે કોઈ વસ્તુ પડે તે નીચે ડૂબી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણીના મોજાથી ત્રણવાર અફળાતી અફળાતી નદીના કિનારે સ્થળ ઉપર આવી જાય છે, પરંતુ નદીમાં તે વસ્તુ રહેતી નથી, માટે એનું નામ [મન-ડુબેલી એ અર્થને ૩ ઉપસર્ગ પ્રતિપક્ષી અર્થરૂપે લાગવાથી ] મમ–ઉપર રહેતી વસ્તુવાળી નદી એ નામ સાર્થક છે.
એ ઉમેગ્ના નદીથી પુનઃ બે જન દર ઉત્તર તરફ જઈએ ત્યારે એવાજ સ્વરૂપવાળી બીજી નદી ત્રણ જન વિસ્તારવાળી ૧૨ યોજન લાંબી અને પૂર્વ કડાહમાંથી નીકળી પશ્ચિમકડાહની નીચે થઈને સિંધુમહાનદીને મળતી નિભમા નામની નદી છે, આ નદીના જળનો સ્વભાવ એ છે કે–એમાં તૃણ કાષ્ટ પત્થર મનુષ્ય આદિ જે કંઈ વસ્તુ પડે તે તરવા જેવી હલકી હોય તે પણ ત્રણવાર હણાઈ હgઈને નીચે ડુબી જાય છે, એ પ્રમાણે કેઈપણ વસ્તુ એ જળમાં તરતી નથી તેમ જળથી હણાઈને બહાર સ્થળ ઉપર પણ આવતી નથી માટે એનું એ નામ સાર્થક છે. કારણે કે “જેને વિષે પડેલી કોઈપણ વસ્તુ નિમજજતિ-ડુબી જાય તે નિમગ્ન એ વ્યુત્પત્તિ છે. એ પ્રમાણે પશ્ચિમદિશામાં આવેલી તમિઆ ગુફાની બે નદી કહી.
એ ભરતક્ષેત્રના વૈતાઢયમાં પૂર્વ દિશાએ લંપતા ગુફામાં પણ દક્ષિણકારથી ૨૧ જન દૂર જતાં પહેલી ઉન્મગ્ન અને બે એજનને અંતરે બીજી નિમગ્ના નદી આવે છે, પરંતુ તફાવત એ છે કે-આ નદીઓ ગુફાની અંદરના પશ્ચિમ કડાહમાંથી નીકળી ગુફામાં ૧૨ રોજન વહી પૂર્વ કડાહનીચે થઈને ગંગા નામની મહાનદીને મળે છે. એ રિતે ભરતવૈતાઢયની ગુફાની ચારનદીઓ સરખી અરવત ક્ષેત્રના વૈતાઢયની પણ ચાર નદીએ જાણવી, પરંતુ તફાવત એ કે–ક્ષેત્રદિશાને અનુસારે ત્યાં પૂર્વ દિશાએ તમિસાગુફા છે, અને પશ્ચિમદિશાએ ખંડપ્રપાતા ગુફા છે, ત્યાં તમિજાની બે નદીઓ પશ્ચિમકડાહમાંથી નીકળી પૂર્વકડાહમાં નીચે થઈને રક્તવતી મહાનદીને મળે છે, અને ખંડપાતાની બે નદીઓ પૂર્વ કડાહમાંથી નીકળી પશ્ચિમકડાહમાં રક્તા મહાનદીને મળે છે. એ પ્રમાણે નદીઓને નિગમ વિપર્યય અને સંગમવિપર્યથ જાણ પ્રવેશમાં “ઉત્તરારથી ૨૧ જન જતાં” એમ કહેવું.
૧ તિવૃત્તો દુષિ મg[ળા ઇત્યાદિ વચનાત