________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત તથા ૩૨ વિજયના ૩૨ શૈતાઢયામાં પણ જે મેથી દક્ષિણ તરફના વૈતાઢય છે તેની ગુફામાંની નદીઓનું સ્વરૂપ ભરતતાયની ગુફાની નદીએ તુલ્ય અને ઉત્તરતરફના વૈતાઢયોની ગુફામાંની નદીઓનું સ્વરૂપ અરવતતાયગુફાની નદીઓ તુલ્ય કહેવું. પરતુ સંગમનદીઓમાં બહુ વિપર્યય હોવાથી વિજયનદીઓનાં સ્થાન વિચારીને પિતાની બુદ્ધિથી યથાસંભવ સંગમનદી કહેવી. એ નદીઓ ઉપર ગમનાગમન કરવાને ચક્રવર્તીનું વાર્ધકીર (ચકીને સુતાર) પૂલ બાંધે છે. / ૮૪ |
અવતરણઃ—હવે આ ગાથામાં ગુફાની અંદર પ્રકાશ માટે ચક્રવર્તી પ્રકાશમંડળે આલેખે છે, તે વાત કહેવાય છે–
. इह पइभित्तिं गुणवन्न-मंडले लिहइ चकि दुदु समुहे । पणसयधणुहपमाणे, वारेगडजोअणुज्जोए ॥ ८५॥
શબ્દાર્થ : ૨૮–આ ગુફામાં
સમુ–સમુખ, હામાસ્વામી વડુમિતૈિ--પ્રત્યેક ભીંતે
ઘર રૂ -૧૨-૧-૮ યોજન rળવનમં–૪૯ મંડળ
ગોપ—ઉઘાત કરનારાં fસ્રર-લખે છે, ચિતરે છે
Tયાર્થ–આ ગુફામાં દરેક ભી તે ચક્રવતી ઓગણપચાસ પ્રકાશમંડળોને બે બે સનમુખ રહે એવી રીતે આલેખે છે, તે પ્રકાશમંડળ ૫૦૦ ધનુષ પ્રમાણમાં અને ૧૨–૧–૪ જન સુધી પ્રકાશકરનારાં હોય છે . ૮૫ છે વિતરVર્થ –હવે આ ગુફામાં ચક્રવર્તી ૪૯ પ્રકાશમઠળ ચિતરે છે તે કહેવાય છે.
છે વૈતાઢય ગુફામાં ૪૯૯ પ્રકાશમંડળે છે વૈતાઢય પર્વતની એ બે ગુફાએ સદાકાળ બંધ રહે છે, જ્યારે ચક્રવર્તી ઉત્પન્ન થાય અને છ ખંડને દિગ્વિજય કરવા નીકળે ત્યારે આ મહાઅંધકારમય ગુફાઓમાં થઈને ઉત્તરદિશાના ત્રણ ખંડ સાધવા જાય છે, ત્યારે પહેલી તમિસ્રા નામની ગુફાના કૃતમાળ નામના અધિષ્ઠાયકને ઉદ્દેશી અઠ્ઠમ તપ કરી પિતાના સેનાપતિ પાસે કારને ત્રણ વાર દંડરનવડે પ્રહાર કરાવી ગુફાનાં દ્વાર ઉઘડાવે છે, ત્યારબાદ ચક્રવતી હસ્તિરનઉપર બેસી પિતાના પ્રકાશમાટે હસ્તિના મસ્તક ઉપર મણિરત્નસ્થાપીને પ્રથમ તમિસ્ત્રાગુફાની અંદર પ્રવેશ કરી એક જન ગયા બાદ પાછળ આવતા સિન્યના પ્રકાશને અર્થે ખડી સરખા કાકિણી નામના રનવડે પહેલું પ્રકાશમંડળ દક્ષિણ દ્વારના પૂર્વદિશિતરફના કમાડઉપર આલેખ-ચિતરે. બીજુ મંડળ પશ્ચિમ કમાડના એક એજન