________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સાહત.
ઉલ્લેધાંગુલમાં વીસલાખ સત્તાણુ હજાર એકસો બાવન [ ૨૦૯૭૧૫૨ ] રેમ ખંડ સમાય, તથા ગ્રેવીસ અંગુલને એક હાથ હોવાથી તેને ચોવીસગુણાં કરતાં એક ઉલ્લેધ હાથમાં પ૦૩૩૧૬૪૮ રમખંડ સમાય, ચાર હાથને એક ધનુષ જેટલી જગ્યામાં ૨૦૧૩૨૬૫૯૨ રમખંડ સમાય, બેહજાર ધનુષને એક ગાઉ હોવાથી એક ગાઉમાં ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ રમખંડ સમાય, અને ચાર ગાઉન યોજનામાં ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ રમખંડ સમાય. એટલા રમખંડ તે કૂવાના તળીયામાં એક જન લાંબી એક જ શ્રેણિમાં સમાયા, તેથી જ્યારે બીજી એટલી શ્રેણિઓ ભરીએ ત્યારે તે કેવળ તળીયું જ પથરાઈ રહે, માટે તળીયાને સંપૂર્ણ પૂરવા માટે એ ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ને પુનઃ એટલા જ વડે ગુણએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯ રમખંડ વડે કેવળ તળીયું જ સંપૂર્ણ પથરાઈ રહ્યું, અને તેથી એટલા મખડનું એક પ્રતર (એક પડ) થયું જેથી એટલા જ બીજાં પડે ઉપરા-ઉપરી ગોઠવીએ તે કૂવાના કાંઠા સુધીમાં સંપૂર્ણ કૃ ભરાઈ રહે, વળી આ ગણત્રી તે ઘનવૃત્ત કૂવાની કરવાની હતી તેને બદલે ઘનચોરસ કૂવાની થઈ, અર્થાત્ એ રમખંડને એટલા રમખંડે પુનઃ ગુણતાં ૪૧૭૮૦૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪૫૪૦૨૫૬૦૦૦૦૦૦૦૦૦ એડલા રમખંડ વડે ઘનચોરસ ફ઼ ભરાયો, જેથી એજ અંકને પુનઃ ૧૯ વડે ગુણી ૨૪ થી ભાગે તે ઘનવૃત્ત કૂવામાં તેટલા રમખંડ સમાય, માટે ઓગણીસે ગુણતાં ગુણાકાર ૭૯૩૮૨૯૦૫૦૧૯૧૭૫૦ ૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે, તેને ૨૪ વડે ભાગતાં ૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦૦ એટલા રમખંડ ઘનવૃત્ત કૂવામાં સમાય. આ રમખંડ સંખ્યાતા છે, એ પ્રમાણે ખીચખીચ ભરેલા વાળને એકેક સમયે એકેક વાળ કાઢીએ તે એટલે કાળે એ કૂ ખાલી થાય તેટલા કાળનું નામ એક વાર ૩રપયોપમ કહેવાય. એ કૂવાને ખાલી થતાં સંખ્યાતા સમયજ લાગે, અને આંખના એક પલકારમાં તે એવા અસંખ્ય કૂવા ખાલી થઈ જાય તેથી બાદર ઉદ્ધાર પલ્યોપમને કાળ તે આંખના પલકારાથી પણ અસંખ્યાતમા ભાગ જેટલો છે, વળી આગળ કરાતા સૂક્ષ્મખંડોની અપેક્ષાએ આ રમખંડો અસંખ્યાતગુણ મોટા હોવાથી આ પલ્યોપમને બાદર ગણવામાં આવે છે. તેમજ આગળ ગણાતા બીજા બે બાદર૫૫મમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર મખંડજ ગણવાના છે.
અંગુલ રોમના જ્યારે સાતવાર આઠ આઠ ખંડ કરી એકરમખંડ એક અંગુલના ૨૦૯૭૧૫૨ મા ભાગ જેટલો બારીક સમધન કરવાનો કહ્યો છે ત્યારે કયુગલના ૮ વાલા ૧ હરિવર્ષ-રમ્યક વાવાઝ.. આઠે ૧ હિમવંત હિરણ્ય. વાલાય તેવા આઠે વિદેહ વાલામ, તેવા આઠ લીખ, ૮ લીખે જ, ૮ જુએ જવું, અને ૮ જ ૧ ઉત્સધાંગુલ. એ રીતે પણ સાતવાર આઠ ગુણ કરતાં અંગુલના ૨૦૯૭૧૫ર મા ભાગ જેટલો કુરૂવાલાગ્ર સમધન થયું. આટલા ભાગવાળો કુરૂવાલાઝ આ જંબૂ પ્ર૦ વૃત્તિમાં દર્શાવ્યો છે. માટે ઘેટાને રામખંડ અને કુરૂનરને રોમખંડ બને તુલ્ય સમધન છે. અને તેવા સમધનથી જ કો ભરવાને છે-આ બાબતમાં આટલી જ ચર્ચા બસ છે.