________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત.
જેટલીજ પહોળી છે, વળી દીર્ઘતાને કેટલેક ભાગ પર્વતમાં પણ હય, માટે દીર્ઘતા પ્રમાણે જ પ્રવાહ દૂર પડે છે એમ નહિં, પરંતુ કંઈક ન્યૂન દૂર હોય છે ૫૧ છે
અવતરણ નદીઓ જે પ્રપાતકુંડમાં પડે છે તે કુંડમાં દરેકમાં મધ્ય ભાગે નદીની અધિષ્ઠાત્રી દેવીને એકેક દ્વીપ હોય છે તેનું સ્વરૂપ આ ગાથામાં કહે છે–
कुंडतो अडजोयण, पिहलो जलउवरि कोसद्गमुच्चो। वेइजुओ णइदेवी-दीवो दहदेविसमभवणो ॥५२॥
' શબ્દાર્થ– તા-કુંડની અંદર, કુંડ મળે | વેફgબો-વેદિકાયુક્ત વાયા-આઠ જન
નવીવીથે-નદીદેવીને દ્વીપ પિટુ-પહોળ, વિસ્તારવાળે
વીસમ-દ્રદેવીના ભવન સરખા જોહુકમો–બે કેશ ઊંચે
મવા-ભવનવાળે.
પથાર્થ –કુંડની અંદર (મધ્યભાગે) આઠ યોજન લાંબે પહોળ, જળની ઉપર બે ગાઉ ઉંચે દેખાતે, ચારે બાજુ ફરતી વેદિકા સહિત અને કહદેવીના ભવન સરખા ભવનવાળે એ નદીદેવીને દ્વિીપ છે . પર છે
વિસ્તર–જેમ પદ્મદ્રહાદિકની અધિષ્ઠાતા શ્રીદેવી વિગેરે દેવીઓ છે, તેમ દરેક નદીની અધિષ્ઠાતા દેવી પણ તે તે નદીના નામવાળી હોય છે. જેમ ગંગાનદીની અધિષ્ઠાતા ગંગાદેવી ઈત્યાદિ. એ ગંગાદેવી વિગેરે નદીદેવીઓ એ ગંગાપ્રપાત આદિ પિતપોતાના નામવાળા કુંડમાં અને તે કુંડની અંદર આવેલા પિતા પોતાના નામવાળા દ્વીપમાં રહે છે. જેમ ગંગાદેવી ગંગાદ્વીપમાં રહે છે ઈત્યાદિ. આ ગંગાદેવી તે જ કે જેની સાથે ભરત ચકવતી ૧૦૦૦ વર્ષ સુધી રહ્યા હતા, અને તેટલે કાળ ભોગવિલાસમાં વ્યતીત કર્યો હતો. એ ગંગાદેવીદ્વીપની લંબાઈ પહોળાઈ ૮ જન છે, અને વૃત્ત આકારે છે, તથા જળની ઉપર બે ગાઉ ઉંચે દેખાય છે, પરંતુ જળમાં પણ દશ
જન ડૂબેલો હોવાથી મૂળથી ૧૦ એજન ઉંચો છે, અને જગતી ઉપર કહેલી એક વેદિકાવડે વીટાયલે છે, વિશેષ એ કે જગતીની વેદિકાને બે વનખંડ છે, અને અહિં એકજ વનખંડ કહેવું, જેથી દીપ એક વેદિકા અને એક વનખંડવડે વીટાયલે. છે. અને દ્વીપના અતિ મધ્યભાગે કહદેવીના ભવન સરખું એટલે તેટલાજ માપવાળું ૧ ગાઉ દીર્ઘ બે ગાઉ વિસ્તૃત તથા ૧૪૪૦ ધનુષ ઉંચું ભવન છે, તેમાં મધ્યવતી મણિપીઠિકા ઉપર ગંગાદેવી આદિ દેવીને સૂવા ગ્ય શ્રીદેવીની કહેલી શય્યા સરખી શધ્યા છે. | પર છે
અવતરણ –હવે આ ગાથામાં કુંડનું સ્વરૂપ કહે છે–