________________
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિતરાથ સહિત.
નહિ પણ તે સિવાયનાં બીજાં ઘણું શિખરો વૃક્ષના આકારવત્ જૂદા જૂદા આકારનાં છે માટે શિખરી નામ છે. અથવા શિખરી નામનો દેવ અધિપતિ હોવાથી, અથવા શાશ્વત એ નામ છે. તથા સુવર્ણ ન હોવાથી અને પૂર્વોક્ત હિમવંતથી ઘણો મોટે હોવાથી મહિમવંત, તથા રૂકિમ એટલે રૂપાને બનેલ પર્વત તે જ. તથા નિષધ નામને દેવ અધિપતિ હોવાથી નિષધ, અને નીલરંગના વૈડૂર્યમણિ હોવાથી નીરવંત પર્વત, એ ગુણવાચક નામો છે. એ સર્વેની લંબાઈ વિગેરે સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
વળી એ દરેક પર્વતની દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુએ એકેક વેદિકા તે પણ બે બે વનખંડ સહિત છે, જેથી એક પર્વતને બે વેદિકા અને ચાર વનખંડ છે, તે વેદિકા અને વનખંડની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી જાણવી, તથા વેદિકાની પહોળાઈ પાંચસો ધનુષ અને ઉંચાઈ બે ગાઉની છે, તેમજ વનખંડની પહોળાઈ દેશેન બે યોજન દરેકની જાણવી. વળી આ વેદિક વનખંડે તદ્દન નીચેના ભાગમાં જમીન ઉપર આવેલા છે, પણ પર્વ ની ઉપર નહિં. છે ૨૨ છે
અવતરણ—આ ગાળામાં સાત મહાક્ષેત્રોનાં નામ કહે છે –
- भरहेरवय ति दुगं, दुगं च हेमवयरण्णवयरुवं । हरिबासरम्मयदुगं, मज्झि विदेहुत्ति सगवासा ।। २३ ।।
શબ્દાર્થ – મ–ભરતક્ષેત્ર
દરિવાર-હરિવર્ષ ક્ષેત્ર ઘરવય–અરાવત ક્ષેત્ર
રશ્મી-રમ્ય ક્ષેત્ર તિ તુાં-એ બે ક્ષેત્ર
મલ્સિ–મધ્યભાગમાં હેમચન્હૈમવત ક્ષેત્ર
ન્દુિ-મહાવિદેહ ક્ષેત્ર નવયહિરણ્યવંત ક્ષેત્ર -રૂપ,એ.
સા વાસ–એ સાત વર્ષ, સાત ક્ષેત્ર, Tયાર્થ–ભરતક્ષેત્ર અને અરાવતક્ષેત્ર એ બે ક્ષેત્ર (પરસ્પર તુલ્ય,) હૈમવત અને હિરણ્યવંત એ બે ક્ષેત્ર (પરસ્પર તુલ્ય) તથા હરિવર્ષ અને રમ્ય ક્ષેત્ર એ બે ક્ષેત્ર (પરસ્પર તુલ્ય) અને મહાવિદેહ, એ સાત ક્ષેત્ર છે ! ૨૩ |
વિસ્તરાર્થ-પૂર્વ ગાથામાં કહેલું વહિરો એ પદ આ ગાથામાં અધ્યાહાર રૂપે અનુસરે છે, માટે બહારના ભાગથી ગણતાં દક્ષિણસમુદ્રપાસે પહેલું ભરતક્ષેત્ર, અને ઉત્તરસમુદ્ર પાસે પહેલું અરાવત ક્ષેત્ર, એ બે ક્ષેત્રો પ્રમાણદિવડે પરસ્પર તુલ્ય છે, ત્યારબાદ દક્ષિણસમુદ્ર તરફ બીજું હિમવંત ક્ષેત્ર અને ઉત્તરસમુદ્રતરફ બીજું હિરણ્ય
૧. ગાથામાં દુ માને ૩ અક્ષર ત્તિ શબ્દના સંબંધથી પ્રાકૃતના નિયમથી આવ્યો છે, માટે દિ ત” એ શબ્દને અનુસારે અર્થ છે,