________________
જબૂદીપના વર્ષધર પવાનું સ્વરૂપ हिमवं सिहरी महहिमव रुप्पि णिसवो अ णीलवंता अ। बाहिरओ दुदुगिरिणो, उभओ वि सवेइआ सव्वे ॥२२॥
શબ્દાર્થ— નિર્ધ-લઘુ હિમવંત પર્વત
વાહિમો–બહારના ભાગથી સિહ-શિખરી પર્વત
ટુરિ –બે બે પર્વત મમિત્ત-મહા હિમવંત પર્વત
૩મમોવિ–બને બાજુથી રવિ-રૂપ્યી પર્વત, રૂફમી પર્વત સવેરૂમ-વેદિકા સહિત જીવંતે –નીલવંત પર્વત.
સક–સર્વે પર્વતે ળિસદો-નિષધ પર્વત
થાર્થ –લઘુહિમવંત અને શિખરી, મહાહિમવંત અને રૂફમી તથા નિષધ અને નીલવંત એ પ્રમાણે બે બે પર્વતે બહારથી ગણવા, અને એ સર્વે પર્વતે બન્ને બાજુએ વેદિકા સહિત છે. જે ૨૨ છે
વિસ્તરાર્થ –એ ૬ કુલગિરિને બહારથી બે બે જોડલે ગણવા, તે આ પ્રમાણે –દક્ષિણસમુદ્રતરફ પહેલે લઘુહિમવંતગિરિ, અને ઉત્તરસમુદ્રતરફ પહેલે શિખરી પર્વત, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફ બીજો મહાહિમવંતપર્વત અને ઉત્તરસમુદ્રતરફ બીજો રૂકિમપર્વત ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફને ત્રીજો નિષેધપર્વત અને ઉત્તરસમુદ્રતરફને ત્રીજે નીલવંતપર્વત, એ પ્રમાણે બહારથી એટલે સમુદ્રતરફથી દ્વિીપની અંદર પ્રવેશ કરતાં એ છે પર્વતનાં ત્રણ યુગલ ગણવાં, પ્રશ્ન–સીધી લીટીએ ૬ પર્વતે ન ગણતાં બે બાજુથી એકેક ગણવાનું કારણ શું? ઉત્તર–જેડલે ગણેલા બે પર્વત લંબાઈ ઉંચાઈ પહોળાઈ વિગેરેમાં તદ્દન એક સરખા છે, માટે બે બે પર્વતોને જુદા જુદા ભાગમાં હોવા છતાં એક સાથે ગયા છે, એ છ કુલગિરિનું વર્ણવેર (વર્ષ એટલે ક્ષેત્ર ને ધર એટલે ધારણ કરનાર) . એવું નામ પણ કહ્યું છે, કારણ કે આગળ કહેવાતાં સાત મહાક્ષેત્રોની મર્યાદા બાંધીને રહ્યા છે, અર્થાત્ સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે પડેલા હોવાથી સાત ક્ષેત્રોની મર્યાદા એ પર્વતે વડે થયેલી છે. અથવા ક્ષેત્રોના સાત ભાગ પડ્યા તે એ પર્વતે વચ્ચે આવવાથી પડ્યા છે. તથા કુલ-પર્વતને સમુદાય તેમાં એ છ પર્વતો મોટા હોવાથી કુર કહેવાય છે, (પિતાના કુલમાં-વંશમાં મહાગુણવંતને પણ જેમ કુલપર્વત કહેવાય છે તદ્દત) એ પર્વતનાં એ નામે ગુણવાચક છે, જેમ કે –
હિમ=હેમ સુવર્ણ, તેને બનેલું હોવાથી અને બીજા હિમવાનની અપેક્ષાએ નાને હેવાથી રઘુહિમવંત, અથવા હિમવાનું નામ દેવ અધિપતિ હોવાથી લઘુહિમવાનું પર્વત, અથવા એ નામ ત્રણે કાળનું શાશ્વત છે, તથા શિખરી એટલે વૃક્ષ, તે આકારનાં ઘણાં શિખરે હોવાથી ઉત્તરી છે ૧૧ શિખરો આ પર્વતનાં ગણાવ્યાં છે, તે શિખર