________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત
તથા દ્રહદેવીની સરખી છદ્ધિવાળા મહર્ધિક દેવે ચાર હજાર છે, જેઓ કહદેવીને કારભારમાં પણ કંઈક ભાગ લેનારા હોય છે, કહેદેવીને ચ્યવી ગયા પછી
જ્યાં સુધી બીજી દેવી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રાજવહિવટ એમાંના મુખ્ય ચાર પાંચ દેવે મળીને ચલાવે છે, એવા તાજ વિનાના રાજા સરખા એ સામાનિક દેનાં ચાર હજાર કમળ વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં અનેક પંક્તિથી ગોઠવાયાં છે. - તથા આ હદેવીઓને દરેકને ત્રણ ત્રણ સભાઓ છે, સભાનાં નામ સ્પષ્ટ જોવામાં આવ્યાં નથી, પરંતુ સમિતા ચંડા અને જતા નામની સભાઓ સંભવે છે. પહેલી અભ્યતરસભા બીજી મધ્યસભા અને ત્રીજી બાહ્યસભા ગણાય છે. અભ્યાસભાના દેવે ઘણુ માન મોભાવાળા હોવાથી દેવી બોલાવે ત્યારે જ દેવી પાસે જનારા હોય છે, મધ્યસભાના દે બોલાવે અથવા ન બોલાવે તો પણ જરૂર પડયે દેવી પાસે જાય છે, અને બાહ્યસભાના દેવ દેવીના બેલાવવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ વિના બેલાબે કામ હોય કે ન હોય તો પણ આવજા કરનારા હોય છે. તથા અમુક કાર્ય કરવા માટે પ્રથમ અભ્યતર સભા સાથે મંત્રણા ચાલે છે, અને નિર્ણય પણ અભ્યન્તરસભા દ્વારા થાય છે, કાર્યને નિર્ણય વિચાર્યા બાદ મધ્યસભાને તે નિર્ણય સંભળાવવામાં આવે છે, અને મધ્યસભા તે કાર્ય કરવા માટે બાહ્યસભાને સોંપે છે. એવી તે બાહ્યસભા તે નિર્ણત થયેલા કાર્યને કરવાવાલી હોય છે, પરંતુ ગુણદોષની ઉદુભાવના કરવાનું તેઓને છેજ નહિં. એ પ્રકારની ત્રણ સભાઓમાં અનુક્રમે ૮ હજાર ૧૦ હજાર ને ૧૨ હજાર દે છે, તેનાં ૮૦૦૦-૧૦૦૦૦-૧૨૦૦૦ કમળ અનિકેણું દક્ષિણ અને નૈઋત્યકેણ એ ત્રણ દિશામાં ઘણી પંક્તિથી ગોઠવાયેલાં છે. એ પ્રમાણે આઠે દિશામાં મળીને ૩૪૦૧૧ કમળો વિષમ વલયાકારે ગોઠવાયાં છે. દતિ તીવ वलय ॥ ४३ ॥ અવતરણઃ હવે આ ગાળામાં મૂળ કમળને ફરતું ત્રીજુ વ કહે છે
इअ बीअ परिख्केवा, तइए चउसुवि दिसासु देवीण। चउ चउ पउमसहस्सा सोलस सहसाऽऽयरकाणं ॥४४॥
શબ્દાર્થ – ત્ર વીસ-એ બીજો
તેરસ સલા–સોલહજાર રિવ -પરિક્ષેપ; વલય
કાયરવાળ–આત્મરક્ષકનાં, અંગરક્ષક તરૂ-ત્રીજા વલયમાં
દેવનાં જયાર્થઃ—એ પૂર્વગાથામાં બીજો પરિક્ષેપ (બીજું વલય) કહ્યો. હવે ત્રીજા વલયમાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળો મળી સોળહજાર કમળો છે તે દેવીને આત્મરક્ષક દેનાં કમળો છે (અર્થાત્ દેવીના અંગરક્ષક દેવે ૧૬૦૦૦ છે.) છે. ૪૪ છે.