________________
પદ્રહાદિનું વર્ણન છંટા વચ્ચમાં ૪૮ લાખ કમળ છે. અને દરેક કમળ + જન વિસ્તારવાળું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૪૦૯૬ કમળ સમાય, માટે ૪૮૦૦૦૦૦ ને ૪૦૯ વડે ભાગતાં ૧૧૭૧૪ જન આવે, એટલું ક્ષેત્ર છઠ્ઠ વલય રોકે છે. આ વલયમાં પણ કમળો અનેક પંક્તિએ ગોઠવાયાં છે, કારણ કે પરિધિ ન્હાને અને કમળ ઘણું છે. એ પ્રમાણે—
મૂળ કમળના ૨૫ પેજન પહેલા વલયના ૨૭ જન બીજા વલયના ૨૧૨૫ ) ત્રીજા વલયના ૨૫૦ ચોથા વલયના ૧૨૫૦૦ પાંચમા વલયના ૩૯૦૬ ) છઠ્ઠા વલયના ૧૧૭૧૧૪
૨૦૦૦૪+૧=૨૦૦૦૫ ૨૯ બાદ–૧૬=૧૩૩
એ પ્રમાણે ક્ષેત્રફળની ગણિતરીતિએ ૧૨૦૫૦૧૨૦ કમળાને માટે ૨૦૦૦૫૩ જન જેટલી જગ્યા જોઈએ. અને દ્રહનું ક્ષેત્ર પ૦૦૦૦૦૦ (પાંચ લાખ)જન છે. માટે સુખપૂર્વક સર્વ કમળને સમાવેશ થાય છે.
પદ્રહમાં અનેક વનસ્પતિક મળે વળી પદ્મદ્રહમાં ઉપર કહેલાં લાખો રત્નકમળે છે એટલું જ નહિ, પરંતુ તે ઉપરાત વનસ્પતિક મળે પણ હજારેગમે છે. તફાવત એજ કે રત્નકમળે પૃથ્વીકાય જીવમય સચિત્ત પૃથ્વીપરિણામવાળાં છે, ત્યારે વનસ્પતિકમળો વનસ્પતિકાય જીવમય સચિત્ત વનસ્પતિરૂપ છે. રકમળો સર્વે શાશ્વત છે, અને વનસ્પતિક મળે અશાશ્વત હવાથી ચુંટવાં હોય તો ચુંટી લેવાય છે. શ્રી વાસ્વામીને શ્રીદેવીએ જે મહાકમળ આપ્યું હતું તે આ પદ્મદ્રહમાંથી જ ચુંટીને આપ્યું હતું અને બીજા હજારે કમળે હુતાશન નામના વનમાંથી આપ્યાં હતાં, ઈત્યાદિ વિશેષ વિચાર સિદ્ધાન્તાદિકથી જાણવા ગ્ય છે. અહિં તે આટલું જ વર્ણન ઉપાગી જાણીને દર્શાવ્યું છે–૩૬