________________
શ્રી લઘુ ક્ષેત્ર સભાસ વિસ્તરથ સહિત થવાથી ત્રિાવતાર કહેવાય, વળી આ ત્રિપ્રત્યવતાર નવમા અરૂણદ્વીપથી પ્રારંભીને સૂરદ્વીપસુધી જાણ કે જે છેલ્લા પાંચ દ્વિીપ સમુદ્રોની પહેલાં અનંતરપણે આવેલ છે. એકજ નામને ત્રિ ત્રણવાર=અવતર=ઉતારવું તે ત્રિપ્રત્યવતાર અને પ્રતિ એ ઉપસર્ગ છે:
વળી અરૂણથી માંડીને સૂરવરાવભાસ સુધીના દ્વિીપ સમુદ્રમાં એકેક નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, જેમ આ જંબુદ્વિીપ છે, તે બીજે જંબૂદ્વીપ ત્રિપ્રત્યવતારવાળા અસંખ્ય દ્વીપમાં છે, તેજ બીજે ત્રીજે આદિ અસંખ્યાતા જંબુદ્વીપ છે, અસંખ્યાત ધાતકી દ્વીપ છે, અસંખ્યાત પુષ્કરદ્વીપ છે. ઇત્યાદિ રીતે જાણવા. પુનઃ એ સરખા નામવાળા દ્વીપ વા સમુદ્રો સાથે સાથે નથી, પરંતુ અસંખ્યાત અસંખ્યાતને અંતરે છે, જેમાં પહેલા જંબુદ્વિીપ પછી અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્રો વ્યતીત થયે બીજે જબૂદ્વીપ આવે, તદનંતર અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્ર વ્યતીત થયે ત્રીજો જંબુદ્વિીપ આવે ઈત્યાદિ, એ પ્રમાણે એકેક નામની બહુલતા, ત્રિપ્રત્યવતાર પદ્ધતિ [તથા પ્રાયઃ આભરણાદિ પ્રશસ્ત નામે પણ ] સૂરવરાવભાસ દ્વિીપ વા સમુદ્રસુધી છે, અર્થાત છેડે સૂરદ્વીપ, સૂરસમુદ્ર, સૂરવરદ્વીપ, સૂરવર સમુદ્ર, સુરવરાવભાસ દ્વીપ, સુરવરાજભાસ સમુદ્ર
કહેલી વ્યવસ્થામાં વિશેષતા છે. શ્રી જીવસમાસ વૃત્તિમાં કહ્યું છે કે –રૂચકદ્વીપ સુધીના જે દ્વીપ અને સમુદ્રો કહ્યા છે તે તે તેવાજ અનુક્રમથી છે, પરંતુ ત્યારબાદ રૂચકદ્વીપથી અસંખ્ય દ્વીપસમુદ્રો વ્યતીત થયા બાદ ભુજગદ્વીપ આવે છે. ત્યારબાદ અસંખ્યાત દ્વીપસમુદ્રો વ્યતીત થયે કુશદીપ આવે છે, પુનઃ અસંખ્ય દ્વીપસમુન્ને વ્યતીત થયે કૌંચદ્વીપ આવે છે, એ પ્રમાણે અસંખ્ય અસંખ્ય દ્વીપસમુદ્રોને આંતરે આંતરે મારણ સ્થપે ઈત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે દરેક પ્રશસ્ત વસ્તુના નામવાળે એકેક દ્વીપસમુદ્ર આવે છે, તે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર સુધી તે પ્રમાણે જાણવું.
પ્રશ્ન – જે “આભરણુ વત્થગંધ” એ નામવાળા એકેક દ્વીપસમુદ્રો અસંખ્ય અસંખ્યને આંતરે છે તે આંતરામાં રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રો ક્યા નામવાળા છે?
ઉત્તર –- આંતરામાં રહેલા અસંખ્ય દ્વીપસમુદ્રો શંખ ધ્વજ સ્વસ્તિક શ્રીવત્સ ઈત્યાદિ લેકમાં પ્રવર્તતા શુભ નામવાળા છે, સિદ્ધાંતમાં કહ્યું છે કે, સાવરૂયા છે सुभा नामा सुभा रूवा सुभा गंधा सुभा रसा सुभा पासा एवइयाण दीवसमुद्दा नामधेज्जेहि पन्नत्तं । અર્થાત્ શંખધ્વજ આદિ જે શુભ નામે લેકમાં પ્રવર્તે છે, તેમજ લોકમાં પ્રવર્તતાં શુભ રૂપ ગંધ રસ અને સ્પર્શનાં નામો તે નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે. [ એ પ્રમાણે શ્રી જીવસમાસની વૃત્તિમાં કહ્યું છે.]
૧ એ પણ જંબુદ્વીપ જંબૂવરદીપ અને જંબૂવરાવભાસદ્વીપ એ પ્રમાણે ત્રિપ્રત્યવતાર સહિત છે, અને તે દરેક પોતપોતાના નામવાળા સમુદ્રોવડે વીટાયેલા છે.