________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત
તથા એ બને વનખંડમાં ઠામ ઠામ અનેક નાના પર્વત (મોટી ટેકરીઓ) હોય છે, તે દરેક ટેકરી ઉપર એકેક પ્રાસાદ (બંગલા આકારે) હોય છે, તે પ્રાસાદમાં દરેકમાં એકેક સિંહાસન આદિ એકેક આસન હોય છે, જેમાં દેવે બેસે છે. વળી આ પર્વતે કીડાપર્વતે પણ કહેવાય છે, એમાં કેટલાક ઉત્પાત પર્વત હોય છે, ત્યાં આવીને દેવ કીડા અથે વૈક્રિય રૂપે રચે છે, વળી કેટલાક નિયત પર્વત છે, કે જેમાં દેવે પ્રાયઃ ભવધારણીય શરીરવડે ક્રીડા કરે છે.
તથા એ બને વનખંડમાં ઠામ ઠામ કદલીગ્રહાદિ ગૃહે છે, આલિગ્રહ, માલિન ગૃહ, કદલીગૃહ, લતાગૃહ અવસ્થાનગૃહ, પ્રેક્ષાગૃહ, મજજનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મેહનગૃહ, શાલગ્રહ, જાગૃિહ, કુસુમJહ, ચિત્રગ્રહ, ગંધર્વગૃહ, આદર્શગ્રહ, એ ૧૬ પ્રકારનાં ગૃહમાં દેવે વિવિધ કાર્યો કરે છે, જેમ પહેલા ત્રણ ગ્રહોમાં સુખે બેસવું વિગેરે કાર્ય, પ્રેક્ષાગૃહમાં કંઈ ખેલ તમાસા દેખાડવા દેખવા, મજજનગૃહમાં સ્નાન, પ્રસાધનમાં શણગાર સજ, ગર્ભગૃહમાં એકાતબેઠક, મેહનગૃહમાં મિથુનકીડા, ચિત્રગૃહમાં ચિત્રામણ દેખવું, ગંધર્વગૃહમાં ગીત નૃત્યનો અભ્યાસ, ઈત્યાદિ એ સર્વ ગૃહ રત્નમય પૃથ્વીપરિણામરૂપ છે. વળી એ ગૃહમાં પણ આગળ કહેવાતા ૧૨ પ્રકારનાં, આસનોમાંનું એકેક આસન છે, એટલે કેઈમાં હંસાસન, કેઈમાં સિંહાસન ઈત્યાદિ.
તથા એ બે વનખંડોમાં ઠામ ઠામ દ્રાક્ષ જાઈ જૂઈનાગરવેલ ઈત્યાદિ વનસ્પતિઓના મંડપ–માંડવા છે તે પણ સર્વ રત્નમય છે, પુનઃ એ મંડપોમાં હંસાનાદિ આકારવાળી મેટી મેટી શિલાઓ છે તે શિલાપટ્ટ કહેવાય, એટલું જ નહિં પરંતુ એ ઉપરાન્ત પણ અનેક આકારવાળી શિલાઓ રત્નમય છે, એ શિલાપટ્ટો ઉપર વ્યક્તર દેવ દેવીઓ સુખ પૂર્વક બેસે છે સૂએ છે ઈત્યાદિ રીતે પૂર્વાર્જિત પુન્યનું ફળ ભેગવે છે.
એ પ્રમાણે આ ગાથામાં તૃણ–તોરણ–ધ્વજા-છત્ર-વાવ-પ્રાસાદ-પર્વત શિલાપટ્ટ મંડ૫-ગૃહ-અને આસન એ અગિઆર વસ્તુ કહી, તેમાં તૃણ–વાવ–પર્વત-મંડપ અને ગૃહ એ પાંચ વસ્તુઓ વનખંડમાં ઠામ ઠામ અનિયત સ્થાને રહેલી છે, અને તેરણ ધ્વજા તથા છત્ર એ ત્રણ વાપિકાએાના ત્રિપાન ઉપર છે, તેમાં પણ ધજા અને છત્ર તેરણ ઉપર છે. ત્યાં છત્ર તે બે છત્ર અને ત્રણ છત્ર ઉપરાઉપરી હોય છે જે છત્રાતિછત્ર કહેવાય છે, અને તેવાં છત્રાતિછત્રો અનેક હોય છે. તથા પ્રાસાદે કીડાપર્વત ઉપર આવેલા છે, પરંતુ વનખંડમાં ઠામ ઠામ છૂટા નહિ, તથા શિલાપટ્ટો મંડપમાં છે, અને આસન પર્વત ઉપરના પ્રાસાદમાં તથા ગૃહમાં છે. તે આસનો પુનઃ ૧૨. પ્રકારનાં છે તે આ પ્રમાણે-જેની નીચે હંસને આકાર હોય તે હંસાન, એ રીતે કૌંચાસ-ગરૂડાસન–તથા ઉચ્ચાસન (ઉંચુ આસન) પ્રભુતાસન (નીચું આસન) : દીર્ધાસન (પલંગ સરખું દીર્ઘ) ભદ્રાસન (જેની નીચે પીઠિકા હોય તે) પઢ્યાસન